________________
લલિત-વિસ્તરવુભદ્રા રચિત
औचित्याज्ञाऽमृतयोगात्, असदारम्भनिवृत्तेः, अन्यथा तदयोगादतिप्रसङ्गादिति, तथाहि - द्रव्यस्तव एवैतौ, स च भावस्तवाङ्गमिष्टः, तदन्यस्याप्रधानत्वात्, तस्याभव्येष्वपि भावात्, अतः आज्ञयाऽसदारम्भनिवृत्तिरूप एवायं स्यात्, औचित्यप्रवृत्तिरूपत्वेऽप्यल्प भावत्वाद् द्रव्यस्तवः, गुणाय चायं कूपोदाहरणेन, न चैतदप्यनीद्दशं इष्टफलसिद्धये, किंत्वाज्ञामृतयुक्तमेव, स्थाने विधिप्रवृत्तेरिति सम्यगालोचनीयमेतत् ॥
तदेवमनयोः साधु श्रावकावेव विषय इत्यलं प्रसङ्गेन ।
૩૨૩
ભાવાર્થ=શંકા=જો પૂજા અને સત્કાર, આરંભ વિશેષરૂપ છે. તો બન્નેમાં સદારંભપણું કેવી રીતે ઘટમાન થાય ?
સમાધાન=આરંભી શ્રાવકને પૂજા અને સત્કારરૂપ દ્રવ્યસ્તવ કર્તવ્ય છે. કારણ કે; ઔચિત્ય (નિજ અવસ્થાની યોગ્યતા) ને અનુલક્ષીને કરેલ આપ્ત-સર્વજ્ઞની આજ્ઞા-વચનરૂપી (નિળમવનું નિવિમ્ન ઈત્યાદિ પ્રશમરતિ ગ્રંથમાં તથા નિગમવન વિશ્વ ાવળાનિળયુઞાપુત્તો વિહિના, સ્થઓત્તિ નેય માવથયારળત્તે' ઈત્યાદિ, સૂત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે દહેરાસર કરાવવાં, બિંબ ભરાવવાં, પ્રતિષ્ઠા-સ્થાપના કરાવવી, તીર્થયાત્રા કરવી એ દ્રવ્યસ્તવ છે. એમ જાણવું. કેમ કે એ સર્વ, ભાવ સ્તવના કારણ છે' ઈત્યાદિ સર્વજ્ઞની આજ્ઞાવચનરૂપી) અમૃતનો (અજરામરપણું કરનાર હોઈ આજ્ઞા એજ અમૃત છે તેનો) યોગસત્તા-વિદ્યમાનતા છે.
સમાધાન=ના, તેથી નિજ પરિણામરૂપ ધર્મ હણાતો નથી. જ્યાં સુધી આત્માની યોગક્રિયા અટકી નથી ત્યાં સુધી આત્મા યોગારંભી છે અલબત્ત જે ક્રિયા કરવાથી નિજસ્વભાવપરિણતિરૂપ આત્મિકધર્મ નષ્ટ થતો હોય તે ક્રિયા તો ન જ કરવી જોઈએ પણ વીતરાગની પૂજાથી તો તે આત્મિકધર્મને હાનિ પહોંચવાને બદલે પુષ્ટિ મળે છે તો પછી તેનો આદર કેમ ન કરવો ?
અર્થાત્ જિનપૂજા કરવાથી દ્રવ્યાશ્રવ થાય છે તો પણ તે આત્મિક ધર્મને પુષ્ટિ કરનાર હોવાથી જિનપૂજા અવશ્ય આદરણીય છે. જ્યાં સુધી મન, વચન, કાયારૂપ યોગની ક્રિયા અટકી નથી ત્યાં સુધી તેઓ શુભ કે અશુભ માર્ગે અવશ્ય પ્રવર્તાવાના, તો પછી તે ત્રણેય યોગને જિનપૂજારૂપ શુભ માર્ગમાં શ્રાવકને પ્રવર્તાવાને કોણ બુદ્ધિમાન મનાઈ કરે ? શ્રાવક, મલિનારંભી-અસદારંભી છે એટલે જેનાથી પાપ બંધાય તેવા આરંભ કરે છે. માટે સંસાર સમુદ્ર તરવાને માટે શ્રાવકે જિનપૂજા અવશ્ય કરવી જોઈએ.
શંકા=કોઈ કહે છે કે દ્રવ્યસ્તવથી પુણ્ય બંધાય છે અને તેથી તે સ્વર્ગનું કારણ છે, પણ મોક્ષનું કારણ નથી તો તે કેમ કરવો ?
સમાધાનતે અવશ્ય કરવો, કારણ કે; દ્રવ્યસ્તવ એ ભાવસ્તવનું કારણ છે. માટે અને આત્મિક ધર્મ પ્રગટાવનાર હોવાથી તેનો અવશ્ય આદર કરવો જોઈએ. સરાગ સંયમ એ સ્વર્ગનું કારણ છે છતાં સરાગ સંયમ કેમ લ્યો છો ?
શંકાવ્યસ્તવ એ અપ્રધાનસ્તવ છે તો તે છોડી ભાવસ્તવ કેવલ કેમ ન કરવો ?
સમાધાન-દ્રવ્યસ્તવ-પૂજાદિથી ભાવસ્તવ-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. માટે દ્રવ્યસ્તવની અંદર રહેલો દ્રવ્ય શબ્દ અપ્રધાનવાચી નહિ પણ કારણવાચી સમજવો. માટે દ્રવ્યસ્તવ, ભાવસ્તવનું કારણ હોવાથી તે અવશ્ય કરવો જોઈએ.
ગુજરાતી અનુવાદક
તીસર વસા
આ