________________
લલિત- વિરાટન બાવળી
(૩૨૧) કે પ્રાર્થનાથી કર્મક્ષયાદિ રૂપ ઈષ્ટફલની સિદ્ધિ છે. નહિતર-વચનનું પ્રામાણ્ય ન સ્વીકારવામાં આવે તો, ઉપર્યુક્ત ઈષ્ટફલનો અભાવ છે. ઈતિ સાધુના દ્રવ્યસ્તવના અધિકારની સિદ્ધિ.
હવે શાસ્ત્રકાર, શ્રાવકને પૂજા અને સત્કારમાં સંપૂર્ણ સર્વથા પ્રધાન-અધિકાર-સત્તા છે એ વિષયને વિગતવાર ચર્ચા-છણાવટ-અચ્છી આલોચના કરે છે.
श्रावकस्तु सम्पादयन्नप्येतौ भावातिशयात् अधिकसम्पादनार्थमाह, न तस्यैतयोः सन्तोषः, तद्धर्मस्य तथास्वभावत्वात्, जिनपूजनसत्कारयोः करणलालसः खल्वायो देशविरतिपरिणामः, औचित्यप्रवृतिसारत्वेन, उचितौ चारम्भिण एतौ, सदारम्भरूपत्वात्,
ભાવાર્થ-શ્રાવક તો સ્વયં-જાતે નિરંતર અતચૈત્યોના પૂજા અને સત્કાર કરે જ છે. તો પણ ભાવના અતિશય-ઉત્કર્ષથી પૂજા અને સત્કારને અધિક અધિક કરવાને સારું બોલે છે. (“અતચૈત્યોના પૂજા અને સત્કારથી જે કર્મક્ષયાદિ ફલ થાય તે કાયોત્સર્ગથી મને થાઓ” આવી આશંસા-પ્રાર્થના-ઈરાદાવાળો શ્રાવક, "પૂયણવત્તિયાએ” “સક્કારવત્તિયાએ” એ પદોને બોલે છે એ વ્યાજબી જ છે, કારણ કે; શ્રાવકને પૂજા અને સત્કારમાં સંતોષ (તૃપ્તિ-) હોતો નથી. સબબ કે; શ્રાવકધર્મનો એવો જ સ્વભાવ છે કે; જિનપૂજા અને સત્કાર વિષયમાં ભાવનો અત્યંત ઉત્કર્ષ-અતિરેક હોઈ અસંતોષ જ રહે. આજ વસ્તુને વધુ સ્પષ્ટ કરતા કહે છે કે, જેનું સ્વરૂપ પૂર્વે કહી દીધેલ છે એવા જિનપૂજા અને સત્કાર કરવામાં લાલસા (તીવ્ર લાલચવાળો,) "સૂચિત્ત આરંભ વર્જન” નામની આઠમી પ્રતિમાના અભ્યાસથી પૂર્વકાલમાં થનારો દેશવિરતિ પરિણામ શ્રાવકનો અધ્યવસાય હોય છે. કારણ કે; ઔચિત્ય (પોતાની અવસ્થા-દરજ્જાની યોગ્યતા પૂર્વકની) પ્રવૃત્તિની પ્રધાનતા-મુખ્યતા છે. ઔચિત્ય-પોતાની અવસ્થાની યોગ્યતાનો વિચાર કરે છે કે
૧ શ્રાવકની અગ્યાર પ્રતિમા તે આ પ્રમાણે (૧) “સમકિત પ્રતિમા તેમાં એક માસ સુધી અતિચારરહિત સમકિત પાળે. (૨) "વ્રત પ્રતિમા" તેમાં બે માસ, પહેલી પ્રતિમામાં કહ્યા ઉપરાંત અતિચાર રહિત બાર વ્રતોનું પાલન કરે. (૩) "સામાયિક પ્રતિમા"- તેમાં પૂર્વે કહેલી ફિયા સહિત ત્રણ માસ સુધી અને કાળ નિરતિચાર સામાયિક સહિત પ્રતિક્રમણ કરે. (૪) "પૌષધ પ્રતિમા” તેમાં સર્વની ક્રિયા સહિત ચાર માસ સુધી ચાર પર્વોને વિષે એટલે બે આઠમ અને બે ચૌદશે નિરતિચાર પૌષધ કરે. (૫) "પ્રતિમા” નામની પ્રતિમા તેમાં પૂર્વોક્ત કિયા સહિત પાંચ માસ સુધી પૌષધને દિવસે રાત્રે દોષરહિત કાયોત્સર્ગ કરે, પાંચ માસ સુધી સ્નાન ન કરે, રાત્રે ચતુર્વિધ આહારનો ત્યાગ કરે, દિવસે બ્રહ્મચર્ય પાળે અને રાત્રિએ પણ સર્વથા બ્રહ્મચર્ય પાળે ને કાયોત્સર્ગ કરે (૬) છઠ્ઠી "બ્રહ્મચર્યપ્રતિમા” તેમાં પૂર્વોક્ત ક્રિયા સહિત છ માસ સુધી રાત્રિ-દિવસ નિરતિચાર બ્રહ્મચર્ય પાળે અને કચ્છ ધારણ કરે (૭) "સચિત્ત વર્જન પ્રતિમા” તેમાં પૂર્વોક્ત ક્રિયા સહિત સાત માસ સુધી સચિત્ત આહારનો ત્યાગ કરે (૮) આઠમી "આરંભવર્જન પ્રતિમા" તેમાં પૂર્વોક્ત ક્રિયા સહિત આઠ માસ સુધી પોતે કાંઈ પણ આરંભ-સમારંભ કરે નહિ. (૯) નવમી "પ્રણવર્જન પ્રતિમા" તેમાં પૂર્વોક્ત કિયા સહિત નવ માસ સુધી બીજા પાસે પણ આરંભ કરવો નહિ. (૧૦) દશમી "ઉદિષ્ટવર્જન પ્રતિમા" તેમાં પૂર્વની ક્રિયા સહિત દશ માસ સુધી પોતાને ઉદ્દેશીને કરેલો આહારદિક ગ્રહણ ન કરે. (૧૧) અગ્યારમી "સાધુ ભત” સાધુ જેવી પ્રતિમાને તેમાં પૂર્વોક્ત દિયા સહિત અગ્યાર માસ સુધી મસ્તકે મુંડિત થઈ અથવા લોચ કરી શ્રમણની જેમ વિચરે; રજોહરણ અને પાત્રમાં રાખે અને પોતાની જાતિમાં વિચરી ભિક્ષા માગીને ખાય. (આ બધી શ્રાવકપણાની ઉત્કૃષ્ટ કરણી છે અને તેમાં આગળની પ્રતિમામાં પાછળની બધી તો સાથે રાખવાની જ છે.)
કરાતી નાટક આ તકે વિભા