________________
લલિત-વિસ્તરા
ભિક્ષરચિત
૨૮૯
વિધિસંપદાઓ છે અને જ્યાં જ્યાં દ્રવ્યપર્યાયસ્વભાવરૂપ-વસ્તુત્વ નથી ત્યાં ત્યાં ચિત્રસંપદાઓ નથી કારણ કે; અહીં વ્યાપ્તવ્યાપકના ક્ષેત્રે સરખાં છે જેમકે; જ્યાં જ્યાં શેયત્વ છે ત્યાં ત્યાં નામ હોવાપણું છે અથવા જ્યાં જ્યાં પ્રાણ વગેરે છે, ત્યાં ત્યાં ચેતનપણું છે. જ્યાં જ્યાં જ્ઞેયત્વ નથી, ત્યાં ત્યાં નામ હોવાપણું નથી. અથવા જ્યાં જ્યાં પ્રાણ વગેરે નથી ત્યાં ત્યાં ચેતનપણું નથી. એવું અન્વય વ્યાપ્તિ, વ્યતિરેક વ્યાપ્તિ જાણવી. અહીં સહભાવિભૂત, દ્રવ્યપર્યાયસ્વભાવાવચ્છિન્ન અર્હરૂપ વસ્તુનિષ્ઠ વસ્તુત્વનો અને ચિત્રસંપદાનો સહભાવનિયમરૂપ અવિનાભાવવ્યાપ્તિ સમજવી.
જેમકે; પ્રમાણમીમાંસા (૧-૨-૨૦) સમાવિનોઃ સમભાવનિયમોઽવિનાભાવઃ'
અર્થાત્ સહભાવિનો એટલે કે એકવસ્તુરૂપસામગ્રીને આધીન એવા રૂપ અને રસનો વ્યાપ્ય અને વ્યાપકનો તથા શિંશપાત્વ અને વૃક્ષત્વનો જે સહભાવનિયમ તેમજ ક્રમભાવિનો એટલે કે કૃત્તિકાના અને શકટના ઉદયનો તથા કાર્ય અને કારણનો (ધૂમ અને અગ્નિનો) જે ક્રમભાવનિયમ તે, અવિનાભાવનાન્તરીયકત્વ-પ્રતિબંધ-વ્યાપ્તિ જાણવી. વસ્તુનો સ્વભાવ (સ્વરૂપ) દ્રવ્ય (ધ્રૌવ્યયુક્ત-એક) અને પર્યાય (ઉત્પાદવ્યયયુક્તઅનેક) રૂપ છે. અતઃ એકઅનેક સ્વભાવાવચ્છિન્ન અર્હરૂપ વસ્તુ છે. અને આ દ્રવ્યપર્યાયયુક્ત અર્હરૂપ વસ્તુમાં અવિનાભાવ-વ્યાપ્તિરૂપ સંબંધથી ચિત્ર-નાનાવિધ સંપદાઓના ઉપન્યાસરૂપ પ્રપંચ, વર્તમાન કે વિદ્યમાન
છે.
સારાંશ કે; પ્રત્યેક વસ્તુ (પરમાર્થ-તત્ત્વરૂપ વસ્તુ) અનંત ધર્મરૂપસ્વરૂપાવચ્છિન્ન છે. પદાર્થોમાં અનંતધર્મો માન્યા સિવાય પદાર્થોની સિદ્ધિ નથી. તત્ત્વરૂપ વસ્તુને પક્ષ (ધર્મી) કરી અનંતધર્માત્મકત્વ સાધ્ય માનો, સત્ત્વ હોવાથી, એ હેતુ કલ્પો, સત્ત્વરૂપપ્રકારને છોડી બીજા પ્રકારથી વસ્તુતત્ત્વની સિદ્ધિ નથી. અહીં અન્તર્યાપ્તિથી સાધ્યની સિદ્ધિ સમજવી. આ હેતુમાં દ્રષ્ટાંતની આવશ્યકતા નથી. જ્યાં દ્રષ્ટાંત (સપક્ષ) વગર, સાધ્ય અને હેતુમાં વ્યાપ્તિનું જ્ઞાન થાય છે તેને અન્તર્યાપ્તિ કહે છે. દ્રષ્ટાંત વગર પક્ષની અંદર જ હેતુથી સાધ્યની સિદ્ધિ થાય છે, અતએવ અહીં પક્ષની બહાર દ્રષ્ટાંતદ્વારા કોઈ પ્રયોજન સિદ્ધ નથી થતું. જે અનંતધર્માત્મક નથી તે સત્ પણ નથી જેમકે આકાશનું ફુલ, આકાશના ફુલમાં અનંતધર્મો નથી રહેતા માટે તે સત્ પણ નથી. આ હેતુ (સત્ત્વરૂપ હેતુ) કેવલવ્યતિરેકી છે. જ્યાં જ્યાં સાધ્ય નથી રહેતું ત્યાં ત્યાં સાધન નથી રહેતું જેમકે, જ્યાં જ્યાં સત્ત્વ છે ત્યાં ત્યાં અનંતધર્મો છે. આ અન્વયવ્યાપ્તિમાં આપવાના પ્રત્યેક દ્રષ્ટાંત પક્ષમાં જ ગર્ભિત થઇ જાય છે. અતએવ અહીં અન્વયવ્યાપ્તિ ન સમજો, કેવલવ્યતિરેકવ્યાપ્તિ સમજો !
ગુજરાતી અનુવાદક
જો અરિહંતરૂપ વસ્તુમાં એક (દ્રવ્ય) અનેક (પર્યાય) રૂપ સ્વભાવનો અભાવ માનવામાં આવે તો, આ નાનાવિધ સંપદાઓ, કલ્પના માત્ર કપોલકલ્પિત જ થાય ! જ્યારે ચિત્રસંપદાઓ, મનોઘડંત-બનાવટીકલ્પિત-મિથ્યા-અસત્-પ્રમાણ વગરની થવાથી મિથ્યાસ્તવ-સ્તુતિરૂપ થાય ! એટલે સમ્યગ્ (સત્ય) સ્તવ-સ્તુતિથી સાધ્ય (લભ્ય) જે અર્થ-ફલ-પ્રયોજનનો નિરંતર નિર્મૂલ અભાવ થાય !
એવંચ આ નાનાપ્રકારની સંપદાઓ, કપોલકલ્પિત કે મિથ્યારૂપ નથી પરંતુ સત્ય-સરૂપ છે. કેમકે
તીરસરમા