________________
લલિત વિસરણ જ
કરતુદાઇ કાકા સાફરી
*
( ૨૯૬ :
દેખનારને (દ્રષ્ટને) પીતરફતવિગેરે વિષયક સજાતીય (સરખી જાતની) વાસનાઓની ઉત્પત્તિની આપત્તિ પ્રસંગ તો નક્કર આવશેજને !
=તમોએ આપેલી આપત્તિ અમોને ચોટશે જ નહીં કારણ કે; નીલ વિગેરેનો એવો સ્વભાવ છે કે; રૂપત્વે કરી સજાતીય પિત આદિ વાસનાઓને પણ પેદા કરી શકતો નથી. અને નિલ વિગેરે વાસનાઓને પેદા કરી શકે છે. મતલબ કે; નીલરૂપનો એવો સ્વભાવ છે કે નીલ વાસનાને જ જન્મ આપે, રૂપવૅ કરી સજાતીય પીત આદિ વાસનાઓને જન્મ ન આપે એમાં મહત્ત્વ સ્વભાવનું જ સમજવું. અને જ્યાં સ્વભાવનો પુરસ્કાર કરવામાં આવે એટલે ખેલ ખલાસ ! કોઈ ત્યાં પ્રશ્ન પૂછી શકે જ નહીં વળી જાય છે કે “અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. આકાશનો સ્વભાવ બાળવાનો નથી” ત્યાં, કેમ ? એવો પ્રશ્ન-દલીલ ચાલી શકે જ નહીં. સ્વભાવ, સહુથી બલવાન છે. એવંચ નીલરૂપથી પીતાદિ વિષયક વાસનાઓની ઉત્પત્તિરૂપ આપત્તિ પ્રસંગ આવશે જ નહીં. આ
ઉત્તરપક્ષ=આ તમારો પરીવાર અમને સુંદર લાગતો નથી. કારણ કે, આ યુક્તિવગરનું વિવેચન છે. એટલે આ તમારું વચન અમને વાણીવિલાસમાત્ર જ ભાસે છે.
-તમારું કથન યુક્તિ વગરનું જ છે. એ વાતનો સ્ફોટ કરતું વિવેચન
नहि नीलवासनायाः पीतादिवत् पित्रादिवासनाया न भिन्ना पुत्रादिवासनेति, निरूपणीयं, नोपादानभेदोऽप्यत्र परिहारः, एकस्यानेकनिमित्तत्वायोगात् न दर्शनादेवाविरोध इति, अभ्युपगमे विचारोपपत्तेः, न च सोऽप्येवं न विरुध्यत एव तदेकस्वभावत्वेन विरोधात्, न चैकानेकस्वभावेऽप्ययमिति तथादर्शनोपपत्तेरिति, नहि पितृवासनानिमित्तस्वभावत्वमेवपुत्रवासनानिमित्तस्वभावत्वं, नीलपीतादावपि तद्भावापत्तेरिति परिभावनीयमेतत्, एवं उभयथाऽपि उपादाननिमित्तभेदेन न सर्वथैकस्वभावदेकतोऽनेकफलोदयः, केषाञ्चिदहेतुकत्वोपपत्तेः, एकस्यैकत्रोपयोगेनापरत्राभावात्, अनेककार्यकरणैक-स्वभावत्वकल्पना तु शब्दान्तरेणैतदभ्युपगमानुपातिन्येव, | ભાવાર્થ-(ઉત્તરપક્ષ) જેમ નીલવિષયક વાસનાથી પીત, રક્ત, આદિ વિષયક વાસના, જુદી નથી એમ નહીં પરંતુ જુદી જ છે. તેમ પિતૃઆદિવાસનાથી પુત્રાદિવાસના, સાવ જુદી જ છે. આ વિષયનું ખૂબ ઊંડા ઉતરી નિપુણનિરૂપણ પ્રૌઢ આલોચન કરો ! તથાચ જેમ દેખેલ નીલ આદિ (નીલ વિગેરે વસ્તુ) નીલ આદિ સ્વવાસનાને જ અર્થાત્ નીલાદિવાસનાને જ કરે છે, બનાવે છે, તેનાથી સાવ જુદીભિન્ન પીતાદિવાસનાને પણ કરતા નથી તેમ એક સ્વભાવવાળી વસ્તુ, પિતા વિગેરે (પિતા આદિરૂપ વસ્તુ) પિતા આદિ રૂપ એક વાસનાને જ કરે ! બિસ્કુલ જુદી પુત્રાદિવાસનાને ન જ કરે, ન પેદા કરે ! તો પુરૂષરૂપ એકવસ્તુથી વિચિત્ર વાસનાઓનો સર્વથા અભાવ થયે છતે પુરૂષમાં પિતા આદિ વ્યવહારનો પણ અસંભવ જ થાય ! વાસે જ અમે કહીએ છીએ કે; તમારા મતે પિતા આદિ વ્યવહાર, સકલલોકસિદ્ધપ્રસિદ્ધ જે છે તે યુક્તિથી ઘટી શકતો જ નથી.
પૂર્વપક્ષ=વાસનાભેદના પ્રત્યે વ્યવહારવિષય પિતા વગેરે જ કેવલ નિમિત્ત નથી. પરંતુ વાસનાભેદના પ્રત્યે વ્યવહારકર્તા (આત્મા) રૂપ ઉપાદાનરૂપકારણવિશેષ, હેતુ છે. એટલે એકસ્વભાવવાળી વસ્તુમાં અનેક
ગાજરાતી અનુવાદક
મોકરસૂરિ