________________
લલિત્વવિખરા આ
ભાવિ રચિત
(૩૧૮
દ્રવ્યસ્તવનો પ્રતિષેધ કરેલ છે. એટલે "પોતે જાતે સાધુ, દ્રવ્યપૂજારૂપ દ્રવ્યસ્તવને ન કરે” એમ પ્રતિષેધ કરેલ છે. પરંતુ કરણકારણાનુમોદનરૂપ સર્વરૂપ સામાન્યની અપેક્ષાએ નિષેધ કરેલ નથી. કારણ કે; પૂજનસત્કારરૂપ દ્રવ્યસ્તવમાં સાધુને અનુમોદના-પ્રશંસાનો હક્ક-અધિકાર (સત્તા) સોંપેલ છે. એ પ્રમાણવ્યવહારથી સિદ્ધ પ્રસિદ્ધ છે. તથાચ પૂજનસત્કારવિષયક અનુમોદનાપ્રશંસા સાધુઓમાં વ્યવસ્થિત હોઈ સાધુને અનુમતિરૂપ અપેક્ષાથી દ્રવ્યપૂજારૂપ દ્રવ્યસ્તવ છે. તેથી જે ફલ થાય છે તે ફલની કામના-આશંસા, કાયોત્સર્ગથી રાખવી એ બરોબર-પ્રમાણરૂપ-વ્યાજબી જ છે.
હવે શાસ્ત્રકાર, સાધુનો પૂજનસત્કારરૂપદ્રવ્યવિષયક પ્રશંસાનો અભિનય-આકાર ચિતરી ઉપદેશદાન મારફતે દ્રવ્યસ્તવનું કરાવવું કેવી રીતે સાધુઓમાં ઘટમાન થાય છે તે વિષયને પ્રૌઢતાભરી ઢબથી સરલ રીતે છણે છે કે
भवति च भगवतां पूजासत्कारावुपलभ्य साधोः प्रमोदः, साधु शोभनमिदमेतावज्जन्मफलमविरतानामिति वचनलिङ्गगम्यः, 'तदनुमतिरियं, उपदेशदानतः 'कारणापत्तेश्च, ददाति च भगवतां पूजासत्कारविषयं सदुपदेशं कर्तव्या जिनपूजा, न खलु वित्तस्यान्यच्छभतरं स्थानमिति वचनसन्दर्भेण, तत्कारणमेतत, अनवयं च तद, दोषान्तरनिवृत्तिबारेण, अयमत्र प्रयोजकोंऽशः, तथाभावतः प्रवृत्तेः, उपयान्तराभावात्,
ભાવાર્થ-વળી "આ આટલું અવિરતોને જે જન્મનું ફળ પ્રાપ્ત થયેલ છે. તે બહુ જ પ્રશસ્ત સુંદરશોભનરૂપ-સારું છે." આવા વચનરચનારૂપ હેતુથી માલુમ પડે ઓળખી-પીછાની શકાય એવો, ભગવંતોના પૂજા અને સત્કાર મેળવીને-જોઈને સાધુજનને પ્રમોદ (આનંદ ઉદધિ) થાય છે-ઉછળે છે. આવા આકારથીઆ દ્રવ્યસ્તવની અનુમતિ-અનુમોદના-'પ્રશંસાની સિદ્ધિ થાય છે.
વળી બીજાઓને પૂજાસત્કારવિષયક ઉપદેશદાન મારફતે સાધુ-નિગ્રંથનને પૂજાસત્કારકારણ (કરાવવા) ની પ્રાપ્તિ છે-સિદ્ધિ છે.
પૂજાસત્કારવિષયક ઉપદેશદાનનો આકાર "ભો ભવ્યો ! જિનેશ્વરની પૂજા કરો ! ઘનના (લક્ષ્મીના) સવ્યય-સદુપયોગનું જિનેશ્વરપૂજાસત્કાર १ "पूयाफलपरिकहणा पमोयणा चोयणा उ कारवणं । અનુમોr ગાડું પકવેલૂહાર્દિ . (૪૧૧ બુ) २ सुब्बइय वइररिसिणो कारवणंपिय अणुट्टियमिमस्स । વાયાથેસુ તદા જુનવા રેસા વેવ / ૧ / (૪૧૨ બુ)
૧ જેમ દાનધર્મની પ્રશંસાથી આરંભ પરિગ્રહની પ્રશંસા ગણી શકાતી નથી. કારણ કે ત્યાં ત્યાગાંશની પ્રશંસા છે. તેવી જ રીતે અહીં પૂજાસત્કારરૂપ દ્રવ્યસ્તવની પ્રશંસાથી આરંભ પરિગ્રહની પ્રશંસા ગણી શકાતી નથી. કારણ કે અહીં ભક્તિ અંશની પ્રશંસા છે.
બાજરાતી અનુવાદક - આ ભાદરસૂરિ મ.