________________
લલિત-વિકસાવા : હરિભદ્રસર રચિત
(૩૧૬) तत्र वन्दनम्-अभिवादनं' प्रशस्तकायवाङ्मनःप्रवृत्तिरित्यर्थः, तत्प्रत्ययं-तनिमित्तं, तत्फलं मे कथं नाम कार्योत्सग्गदिव स्यादित्यतोऽर्थमित्येवं सर्वत्र भावना कार्या, तथा 'पुयणवत्तियाएति' पूजनप्रत्ययं-पूजननिमित्तं, पूजन-गन्धमाल्यादिभिः समभ्यर्चनं । तथा “सकारवत्तियाएत्ति" सत्कारप्रत्ययं-सत्कारनिमित्तं, प्रवरवस्त्राभरणादिभिरभ्यर्चनं सत्कारः ।
ભાવાર્થ-(૧) “ત્યાં અહંતચૈત્યોના વંદન નિમિત્તક ફલ કાજે કાયોત્સર્ગને હું કરું છું.” આ વાક્યમાં વંદન એટલે અભિવાદન, પ્રશસ્તકાય, પ્રશસ્તવચન, પ્રશસ્તનની પ્રવૃતિ અથવા નમન સ્તવન-અનુચિંતનાદિરૂપ કાય-વચન-મનરૂપ યોગની પ્રશસ્ત પ્રવૃત્તિ એ રહસ્ય જાણવું, અચૈત્યવંદન નિમિત્તવાળા કર્મક્ષયાદિરૂપ ફલ કાજે-અર્થાત અહસ્ત્રતિમાના વંદનથી જેવું કર્મક્ષયાદિરૂપ ફલ થાય, તેવું કાર્યોત્સર્ગથી જ કોઈપણ રીતે મને કર્મક્ષયાદિરૂપ ફલ થાઓ' એટલા ખાતર હું કઉસગ્ન કરું છું.
(૨) ‘તેમજ અઈચૈત્યોના પૂજન નિમિત્તક ફલ કાજે હું કાઉસ્સગ્ન કરું છું.” આ વાક્યમાં “અઈચૈત્યોના પૂજનથી એટલે ગંધપૂજા (ચંદનાદિ પૂજા) માલ્યપૂજા (પુષ્પાદિપૂજા) આદિથી વાસક્ષેપપૂજા, ધૂપપૂજા, દીપપૂજા વિગેરે ૩ પ્રકારની પાંચ પ્રકારની આઠ પ્રકારની ૧૯ ભેદી, ૨૧ ભેદીથી' જેવું કર્મક્ષયાદિરૂપ ફલ થાય તેવું કાર્યોત્સર્ગથી જ મને થાઓ એટલા ખાતર હું કાઉસ્સગ્ન કરૂ છું.
(૩) તેમજ “અહંતચૈત્યોના સત્કારનિમિત્તક ફલ કાજે હું કાઉસ્સગ્ન કરું છું.” આ વાક્યમાં અહંત પ્રતિમાનો સત્કાર એટલે ઉત્તમોત્તમ વસ્ત્ર પહેરાવવા, આભરણ-અલંકાર-ઘરેણાં પહેરાવવાં આદિથી કસ્તૂરી વિગેરેથી પ્રભુના શરીરે પત્ર વિગેરેની રચના-આંગી વિગેરેરૂપ જે અભ્યર્થના-પૂજન તેનું નામ સત્કાર. અર્થાત્ “અહંતચૈત્યના સત્કારથી જેવું કર્મક્ષયાદિરૂપ ફલ થાય તેવું કર્મક્ષયાદિરૂપ ફલ કાયોત્સર્ગથી જ મને થાઓ' આવી મક્કમ પ્રાર્થનાપૂર્વક તે ફલ કાજે હું કાઉસ્સગ્ન કરૂ છું.'
૧ “મમુવીરગાય વાહન વન વન્યુ, વા મિમુહં વાથતે ગાશીન વાયૂન્ય' નામ બોલીને નમવું, વંદન કરવું તે, પગે પડીને અથવા વાણીવડે નમવું તે, પ્રણામ.
૨ આ સૂત્રનો એવો અર્થ છે કે, અહંત અર્થાતુ ભાવઅહંતના જે ચૈત્ય એટલે ચિત્તસમાધિ ઉત્પન્ન કરનાર પ્રતિમા લક્ષણરૂ૫, તેમને વંદનાદિકની પ્રતીતિરૂપ હું કાઉસગ્ન કરું છું. કાયોત્સર્ગ એટલે સ્થાન-મૌન અને ધ્યાન વિના બીજી ક્રિયાનો ત્યાગ, તેને હું આવું છું. ‘વંદણવત્તિયાએ” વંદન અર્થાત્ શ્રેષ્ઠ મન, વચન, કાયાની પ્રવૃત્તિ, તે નિમિત્તે અર્થાત્ વંદનથી જેવું પુણ્ય થાય તેવું કાયોત્સર્ગથી પણ મને પુણ્ય થાઓ. “વત્તિયાએ નિ આર્ષ પ્રયોગ છે.
| (ઈતિ પ્રતિમાશતકે ટીકાયાં) ૩ સાધુ અને શ્રાવક શ્રી જિનેશ્વરોના ચૈત્યોને યથાયોગ્ય વંદના નિરંતર કરે જ છે. તો પણ અધિક અધિક કરવાનો ભાવ પ્રદર્શિત કરવા માટે કાયોત્સર્ગ દ્વારા પ્રાર્થના કરવી, તે પણ વ્યાજબી છે. એ રીતે ભક્તિનો અતિશય પ્રગટ થવા દ્વારા અધિક કર્મનિર્જરા થાય છે.
૪ અહીં મુખ્યત્વે દ્રવ્યપૂજાથી અને દ્રવ્યસત્કારથી જે ફળ પ્રાપ્ત થાય તે ફળ ચૈત્યવંદનાન્તર્ગત કાઉસગ્ગથી પણ થાઓ, એ ભાવાર્થ છે, તો પણ ભાવપૂજાના અધિકારી મુનિમહાત્માને માટે એ પદ સંબંધી દ્રવ્યપૂજાના ફળ સંબંધિ)
કરી જ
વાદક
કસર મસાલો
બાજરાતી