________________
લલિત-વિસ્તરા
૩૧૪
પણ, પ્રશસ્ત સમાધિ-(ધ્યાન કરવા લાયક વસ્તુમાં એકાગ્રપણે મનને સ્થાપવારૂપ એક ધ્યાન, શુદ્ધિ, સ્વસ્થતા, આત્મિક તંદુરસ્તી, વિષયાદિકમાંથી મન વાળી લેવું.) વાળા ચિત્તની અથવા પ્રશસ્ત સમાધિરૂપ ચિત્તની ઉત્પત્તિમાં અસાધારણ કારણ (પ્રતિમા) હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરી "અર્હચૈત્ય” તરીકે નવાજવામાં આવે છે.
- ભદ્ર રચિત
"અર્હચૈત્યોના, કાયોત્સર્ગને હું કરૂં છું” આ મહાવાક્યાન્તર્ગત "હું" કરૂં છું.” એ વાક્યમાં ઉત્તમ પુરૂષ (પુરૂષ ત્રણ છે, પહેલો, બીજો ને ત્રીજો સંસ્કૃત વ્યાકરણમાં એ પુરૂષને અનુક્રમે ઉત્તમ, મધ્યમ, અને પ્રથમ પુરૂષ કહે છે. સંસ્કૃતમાં ત્રીજા પુરૂષથી રૂપાખ્યાન આપવાનો પ્રચાર છે. તેમાં ત્રીજો, બીજો ને પહેલો એવો ક્રમ છે, આ કારણથી ત્રીજો પુરૂષ, પ્રથમ પુરૂષ કહેવાય છે, બીજો મધ્યે હોવાથી મધ્યમ, અને પહેલો બોલનારને લગતો છેલ્લો હોવાથી ઉત્તમ કહેવાય છે.) નો નિર્દેશ પ્રતિપાદન-નિરૂપણ હોવાથી ‘હું' સર્વનામથી આત્માનો સ્વીકાર દર્શાવે છે. (‘મેં કર્યું, હું કરીશ, હું કરૂં છું' ઈત્યાદિ પ્રકારે ત્રણે કાળના વ્યવહારમાં ‘હું' એવી પ્રતીતિ થાય છે. તે પ્રતીતિથી પણ આત્મા પ્રત્યક્ષ સિદ્ધ છે, જો આત્માને ન માનવામાં આવે તો ‘હું' શબ્દથી કોનું ગ્રહણ થાય ? કદાચ ‘હું' શબ્દથી શરીરનું ગ્રહણ કરો તો અર્થાત્ ‘મેં કર્યું' ઈત્યાદિ પ્રતીતિ શરીરને થાય છે. એમ કહો તો મુડદાને પણ એવી પ્રતીતિ થવી જોઈએ. કારણ કે, એ સ્થિતિમાં પણ શરીર તો છે જ. પણ મુડદાને તેવી પ્રતીતિ નથી થતી તેથી માનવું જોઈએ કે ‘મેં કર્યું, હું કરૂં છું' ઈત્યાદિ પ્રતીતિ, શરીરથી જુદા એવા શરીરી આત્માને થાય છે. અને તેજ આત્મા.)
હવે કાયોત્સર્ગપદના મર્મનું ઉદ્ઘાટન કરે છે કે; કાયોત્સર્ગ:-કાય એટલે શરીર, તેનો ઉત્સર્ગ એટલે ત્યાગ,-મતલબ કે-કાયોત્સર્ગ યોગ્ય શરીરની આકૃતિ-રચના-જિનમુદ્રાથી યુક્ત, અથવા કાઉસગ્ગમાં અપવાદરૂપ શરીરની સ્વભાવિક ક્રિયારૂપ શ્વાસોશ્વાસ, છીંક, ઉધરસ, બગાસુ, ઓડકાર, વાછુટ, પિત્તનો ઉછાળો, ચક્કર અથવા તો ફેર ચડવા, સૂક્ષ્મ રીતે શરીરનું હાલવું, સૂક્ષ્મ રીતે દ્રષ્ટિ હલીજવી, અને સૂક્ષ્મ રીતે બળખો કે કફ હાલવો વિગેરે-અથવા તો કોઈ અકસ્માત્ બને અને શરીરનું સંરક્ષણ
१. " उपचारोऽत्यन्तं विशकलितयोः शब्दयोः सादृश्यातिशयमहिम्ना भेदप्रतीतिस्थगनमात्रम्'
અત્યંત ભિન્ન શબ્દને વિષે અમુક પ્રકારની સમાનતા જોવાથી તેમાં રહેલી ભિન્નતાનો ખ્યાલ છોડી દઈ તેમને એક ગણવા તે "ઉપચાર" છે. કારણમાં કાર્યનો ઉપચાર-આને માટે માટી અને ઘડાનું ઉદાહરણ વિચારો જેમકે જે વખતે માટી, માટીની અવસ્થામાં હોય માટીરૂપે જ હોય ઘટરૂપે પરિણત ન થઈ હોય ત્યારે પણ સત્ કાર્યવાદની અપેક્ષાએ અથવા તિરોભાવની વિવક્ષાપૂર્વક માટીને ઘટરૂપ માનવી તે આ ઉપચારનું દ્રષ્ટાંત છે. વિશેષમાં આવી સ્થિતિમાં પણ "આ માટી ઘડો છે" એમ કહેવું તે ખોટું નથી, કેમકે જો કે આમાં ઘટના જલધારણાદિ ધર્મો નથી, અર્થાત્ આ મૃત્તિકાથી કંઈ ઘટનું કાર્ય થઈ શકતું નથી તો પણ રૂપ, રસ, ગંધ વિગેરે કેટલાક સમાન ધર્મો બંનેમાં રહેતા હોવાથી તેમજ ભવિષ્યમાં તે ઘટ બની શકનાર હોવાથી એમ કહેવું ન્યાય્ય છે. પારિભાષિક શબ્દોમાં કહીએ તો અત્ર દ્રવ્યઘટમાં ભાવઘટનો આરોપ કરવામાં આવ્યો છે.
ગુજરાતી અનુવાદક
આ
તીકરસરમાસા,