________________
છે
જામજનક
iલિત વિકસાવી છેવાતાવરણ
(૩૦૫)
રસદોષોની નામાવલી-(૧) રસશબ્દોક્તિ (૨) સ્થાયિશબ્દોક્તિ (૩) વ્યભિચારીશબ્દોક્તિ (૪) પ્રતિકૂલવિભાવાદિગ્રહ (૫) અનુભાવકષ્ટાક્ષેપ (૬) વિભાગકષ્ટાક્ષેપ (૭) અકાંડમથને (૮) અકાંડછેદ (૯) પુનઃપુનર્દીપ્તિ (૧૦) અંગિઅનનુસંધાન (૧૧) અનંગાભિધાન (૧૨) અંગાતિવિસ્તૃતિઃ (૧૩) પ્રકૃતિવિપર્યય (૧૪) અર્થાનૌચિત્ય” આ ચૌદ રસદોષો છે.
આ પેટાભેદપૂર્વક બતાવેલ પદાદિગત પાંચ પ્રકારના દોષોથી જુદા-બીજા અલંકાર દોષોનો સંભવ નથી. પેટા ભેદપૂર્વકના આ પાંચ દોષમાં અલંકાર દોષોનો સમાવેશ થાય છે. કેટલાક દોષો, રસભેદાદિ વિષય પ્રસંગમાં ગુણો પણ થાય છે. (આ વિષયનું સવિસ્તર વર્ણન, સાહિત્ય દર્પણ નામના સાહિત્ય વિષયના ગ્રંથના સાતમાં પરિચ્છેદમાં કરેલું છે. ત્યાંથી જાણી લેવું )
તથાચ દોષ વગરના, (પુનરુક્તવદાભાસ (૧) છેકાનુપ્રાસવૃત્ત્વનુપ્રાસ-બૃત્યનુપ્રાસ-અંત્યાનુપ્રાસરૂપ પાંચ પ્રકારના અનુપ્રાસ (૨) યમક (૩) વક્રોક્તિ (૪) ભાષાસમ (૫) વર્ણ, પ્રત્યય, લિંગ, પ્રકૃતિ, પદ વિભક્તિ, વચન, ભાષારૂપ આઠ પ્રકારનો તેમજ સભંગ-અભંગ-સભંગાભંગરૂપ ત્રણ પ્રકારનો શ્લેષ (૬) પદ્મબંઘ આદિ ભેદભિન્ન ચિત્ર અલંકારરૂપ) શબ્દાલંકાર તેમજ અર્થાલંકાર (ઉપમા આદિરૂપ) થી દીપતા-ઓપતાશોભતા સ્તોત્રો, સાધુ કે શ્રાવકે ભણવા જોઈએ.
(૫) ભાવની વૃદ્ધિને ખાતર, બીજા યોગને (સ્તોત્રપાઠ ભિન્ન-બીજા મોક્ષ ઉપાય ભૂતયોગને) વ્યાઘાત (અંતરાયબાધ-ઘક્કો) ન પહોંચે તેવી રીતે અથવા બીજાઓને (શ્રોતાઓને) પરિશુદ્ધ-પરમપવિત્ર યોગ (મનવચન-કાય વ્યાપાર-રૂપયોગ અથવા સ્થાનાદિયોગ) ની વૃદ્ધિપ્રકર્ષને પમાડતા-કરતા સાધુ કે શ્રાવકે, સદવિધાનથી (યથાયોગ્ય-સારી રચનાથી શબ્દાર્થ શરીરવાળા કાવ્યના આત્મારૂપ રસ વિ. ને ઉપકાર કરનાર, વિશિષ્ટપદ રચનારૂપ વૈદર્ભો-ગૌડી-પાંચાલી-લાટિકા (લાટી) રૂપ ચાર પ્રકારની રીતિપૂર્વક સુંદર ગુંથણી હોઈ અથવા વિદ્યમાન કે સત્યપદાર્થના વિધાન-નિરૂપણથી) સર્વશે રચેલ (અર્થરૂપે) પ્રવચન (નિગ્રંથ પ્રવચન-જૈનશાસન)ની ઉન્નતિ (પ્રભાવના-જાહોજલાલી-ચડતી) કરનારા સ્તોત્રો ભણવા જોઈએ.
(૬) શુભભાવની પ્રધાનતાપૂર્વક, સંગીતશાસ્ત્ર પ્રસિદ્ધતાલ-રાગના નિયમની જાળવણીપૂર્વક ઢબસરના ગંભીર અવાજે, ગુરૂતરઅવાજ નહીં કરવા દ્વારા મૃદંગ વિ. નો ગુરૂઅવાજ અને ગાનારનો અવાજ એકરૂપ થાય-સારી લયઆદિ થાય તેવી રીતે અતિ નિશ્ચલ-કે વિનમ્ર શરીરવાળા બની સાધુ કે શ્રાવકે સ્તોત્રો ભણવા જોઇએ.
(૭) ભગવંતોના પ્રત્યે જ એકમાત્ર ચિત્ત હોવાથી દેહકાયામાં ચટકા દેનાર, દાંશ-મચ્છર વિગેરેના ઉપસર્ગો-ઉપદ્રવને નહીં ગણકારતા સાધુ કે શ્રાવકે સ્તોત્રો ભણવા જોઈએ.
(૮) સ્તવપાઠ (નમોત્થણે બેસીને કહેવાનું હોવાથી નમોત્થણે આદિ સ્તવપાઠ) યોગમુદ્રારૂપ એક જ હસ્તમુદ્રાવડે કહેવાય છે. યોગમુદ્રા એટલે આંગળીઓને પરસ્પર અંતરિત (બે આંગળી વચ્ચે એક આંગળી આવે એવી રીતે) કરવાથી કમળના ડોડાના આકારે જોડેલા એવા બે હાથની (કાંડાથી કોણી સુધી બંને હાથ ભેગા કરીને) બંને કોણીને પેટ ઉપર સ્થાપવાવડે યોગમુદ્રા થાય છે. આવી યોગમુદ્રાપૂર્વક રાગદ્વેષમોહ
કક
કસર
વાતી અનુવાદ
, વાટFa