________________
બસ
લલિત-વિરારા CEભારી
૬૩૦૨ આ સ્થાનયોગમાં યોગમુદ્રા વિગેરે ચાર મુદ્રાઓમાં એકાગ્રચિત્તવાળા બનવું જોઇએ.
મા વર્ણયોગમાં (સૂત્રયોગમાં)-સૂત્રોના અક્ષરો અત્યંત સ્પષ્ટ, શુદ્ધ, સ્વર તથા વ્યંજનના ભેદસહિત, (ભેદ સમજાય તેમ) પદચ્છેદ જુદા પડે (શબ્દો છૂટા છૂટા સમજાય) તેવી રીતે, તથા સંપદાઓ (વિસોમા) પણ સમજી શકાય તેમ અને ઉચિતધ્વનિપૂર્વક બહુ મોટા સ્વરે નહીં તેમ બહુ મંદ સ્વરે નહીં તેવી રીતે) બોલવારૂપ વર્ણયોગમાં એકતાર ચિત્તવાળા થવું જોઇએ.
ફુ અર્થયોગ-સ્તોત્ર બોલતી વેળાએ પોતાના જ્ઞાનના અનુસારે શસ્તવઆદિ સ્તોત્રોના અર્થની વિચારણા (ઉપયોગ) રૂપ અયોગમાં એક ચિત્તવાળા થવું જોઈએ.
આલંબનયોગ ચૈત્યવંદનના સૂત્રોના અર્થમાં આવતા (વિચારાતા) ભાવ અરિહંત આદિનું સ્મરણ કરવું તેમજ જેમની આગળ વંદન કરવાનો પ્રારંભ કર્યો છે તે મૅતિમા આદિ પણ સ્મૃતિ બહાર ન થવા જોઈએ. અર્થાત્ આલંબનભૂત ભાવઅરિહંત આદિ અને સ્થાપના અરિહંતમાં પણ ઉપયોગ રાખવારૂપ આલંબનયોગમાં એકતાન મનવાળા બનવું જોઈએ.
શંકા=સ્થાનમાં, વર્ણમાં, અર્થમાં, આલંબનમાં સર્વત્ર એકસાથે અનેક ઉપયોગ કેવી રીતે ઘટે? કારણ કે; એક સમયમાં કેવલી ભગવંતોને પણ બે ઉપયોગ હોતા નથી.
સમાધાન-ચિત્તની શીઘગતિ હોવાથી, વર્ણથી અર્થમાં, અર્થથી આલંબનમાં ઇત્યાદિ રીતે ભિન્નભિન્ન વખતે ભિન્નભિન્ન ઉપયોગ હોવા છતાં પણ જેમ બળતું ઉંબાડીયું ગોળ ચક્રાવાથી શીઘ્ર ફેરવતાં જ્વાલાછેદ દેખાતો નથી તેમ ઉપયોગભેદ રાખવો પણ ભિન્નસ્થાને ઉપયોગ ન રાખવો એ તાત્પર્ય છે.
(૨) સર્વસારભૂત-સર્વશ્રેષ્ઠતમામ સ્તોત્રોથી ચડીયાતા તેમજ યથાભૂત યથાર્થ-વાસ્તવિક સત્યાર્થથી ભરચક સ્તોત્રો, સાધુ કે શ્રાવકે ભણવા જોઈએ. કારણ કે; સ્તોત્રો વડે વિદ્યમાન કે સત્યગુણોનું સંકીર્તન થવાથી મોક્ષનો અભિલાષ પ્રગટે છે અને તેથી સમરસની-સમતાની પ્રાપ્તિ થાય છે. અન્યથા અસત્યભૂત ગુણોનું કીર્તન, ભયંકર છે-ભવવર્ધક છે.
(૩) ભગવંતોના અસાધારણગુણસંગત, સ્તોત્રો, સાધુ કે શ્રાવકે ભણવા જોઇએ. જે સ્તોત્રોનો આપણે પાઠ કરીએ તેમાં ભગવંતોના અસાધારણગુણો (અબાધ્યસિદ્ધાન્તત્વ અનંત જ્ઞાનાદિગુણો) તરવરતા હોવા જોઈએ. કારણ કે; સ્તોતવ્ય અરિહંત ભગવંત નિષ્ઠ અસાધારણગુણોનું સંકીર્તન, શુભભાવનો હેતુ છે. (સ્તોત્ર પણ અસ્મલિત, અમીલિત, અવ્યત્યાગ્રંડિત, આદિગુણોથી યુક્ત હોવું જોઈએ અથવા અસાધારણ માધુર્ય, પ્રસાદ આદિગુણ સંપન્ન હોવું જોઈએ એમ પણ ધ્વનિત કરી શકાય.) | (૪) દોષવાળા-અલંકારના અભાવપૂર્વક, શુભભાવની વૃદ્ધિને ખાતર. પ્રકૃષ્ટ (ઉત્તમ-સર્વશ્રેષ્ઠ) શબ્દવાળા સ્તોત્રો, સાધુ કે શ્રાવકે ભણવા જોઈએ.
૧ દોષોનું સ્વરૂપ અને તેના પ્રકારોનું વર્ણન મુખ્ય અર્થનો એટલે રસ કે ભાવનો જેથી અપકર્ષ કે પતિ થાય
નજીકમાં
સીબલ