________________
જરા વર
પાન
લિત-વિખરા -
Gભાર
* *
*
{ ૨૯૨
(એક જ દિશામાં રહેલા બે પદાર્થો આશ્રીને જે દૂર હોય તેને પર કહેવો અને પાસે હોય તેને અપર કહેવો એટલે અહી દૈશિક-ક્ષેત્રકૃત પરત્વાપરત્વ સમજવું.)
પાંચે વર્ણ, બંને ગંધ, છએ રસ, આઠે સ્પર્શ, તે સર્વચૂાધિકત્વને લઈને અનંતશઃ સંભવે છે અને તેની તેની તેના તેના પરવર્ણાદિથી વ્યાવૃત્તિ બને છે, એ એ અપેક્ષાથી સ્વપર પર્યાય અનંતા જાણવા. શબ્દ પણ નાના દેશની અપેક્ષાએ ઘટને ઘટાદિ અનેક શબ્દવાચકત્વ છે. તેથી અનેક સ્વધર્મ થાય છે અને ઘટાદિના વાચક નહીં એવા તે તે શબ્દથી વ્યાવૃત્તિ હોવાથી પરધર્મ પણ અનંત થાય છે. અથવા ઘટના જે જે સ્વધર્મ કહા અથવા કહેવાશે તેના વાચક જે જે ધ્વનિ (શબ્દ) છે તે બધા ઘટના સ્વધર્મ છે અને તે વિના જે બીજી બાબતના વાચક ધ્વનિ છે તે પરધર્મ છે. સંખ્યાથી પણ તે તે અપર અપર દ્રવ્યાપેક્ષાએ ઘટનું પ્રથમત્વ-દ્વિતીયત્વ-તૃતીયત્વ એમ વાવતા અનંતતમત્વ સુધી થાય એટલે તે રીતે સ્વધર્મ અનંત થયા, તે તે સંખ્યાના અવાચક એવાથી વ્યાવૃત્તિરૂપે પરધર્મ અનંતા થયા. પરિણામ (પરિમાણ) થકી પણ નાના પ્રકારના દ્રવ્યની અપેક્ષાએ તેનું અણુત્વ-મહત્ત્વવ્સ્વત્વ-દીર્ધત્વ એ આદિ-અનંત સ્વધર્મ થાય હવે એ ઘટને સ્વદ્રવ્યથી વ્યાવૃત્તિ હોવાને લીધે જે પરપર્યાય થાય તે જુદા જાણવા જોઇએ. • પરત્વઅપરત્વથી અન્યોઅન્ય અનંતદ્રવ્યની અપેક્ષાએ તે ઘટની સમીપતા, અધિકસમીપતા, બહુસમીપતા, દૂરતા, બહુદૂરતા, એક બે કે અસંખ્યપર્યત તે જોજન જેટલી સમીપતા, દૂરતા થાય એટલે સ્વપર્યાય અનંત થાય, અથવા પરવસ્તુની અપેક્ષાએ તે પૂર્વે, તેનાથી બીજાની અપેક્ષાએ પશ્ચિમે, એમ દિશાવિદિશાનો આશ્રય કરી દૂરસમીપ આદિ માનતાં સ્વપર્યાય અનંતા થાય, આવી જ રીતે જ્ઞાનથી પણ ઘટનું અનંત ધર્માત્મકત્વ સિદ્ધ થાય. કર્મથી જોઇએ તો પણ ઉત્ક્ષેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ, ભ્રમણ, સ્પંદન, રેચન, પૂરણ, ચલન, કંપન, અન્ય સ્થાન, પ્રાપણ, જલાવરણ, જલાદિપ્રાપણ ઇત્યાદિકિયાના કાળભેદથી કે તેના અધિકન્યૂનત્વ થકી અનંતક્રિયાના હેતુરૂપે ઘટના ક્રિયારૂપ સ્વપર્યાય થાય છે. તેને વિષે રહેલા એક બે ત્રણ આદિ અનંતપર્યંત ધર્મથી સદ્ગશ એવા અનંત ભેટવાળા ઘડાના અનંતભેદ સાદ્રશ્યના અભાવ થકી સ્વધર્મ અનંત થાય છે અને વિશેષતઃ વિચારતાં અનંતદ્રવ્યમાં અપરાપર અપેક્ષા થકી એક બે ત્રણ કે અનંત એવા જેટલા ધર્મ થકી ઘટ વિલક્ષણ હોય તેટલા અનંત વૈલક્ષણ્ય હેતુ એવા ધર્મ થકી અનંત સ્વધર્મવાળો મનાય. અનંતદ્રવ્યની અપેક્ષાએ ઘટ, સ્કૂલ, કૃશ, સમ, વિષમ, સૂક્ષ્મ, બાદર, તીવ્ર ચકચકિત, સૌમ્ય, પૃથુ, સંકીર્ણ, નીચો, ઉંચો, વિશાલમુખવાળો, એમ પ્રત્યેકપ્રતિ અનંત પ્રકારનો હોય માટે તે તે પ્રકારે પણ તેના સ્વધર્મ અનંત છે. હવે સંબંધ થકી જોઇએ. અનંતકાળને વિષે અનંત પરવસ્તુની સાથે પ્રસ્તુતઘટને આધાર આધેયભાવ રૂ૫ સંબંધ અનંત પ્રકારનો બને માટે તેની અપેક્ષાથી
સ્વધર્મ અનંત થાય, એજ પ્રમાણે સ્વસ્વામિત્વ, જન્યજનકત્વ, નૈમિત્તિકત્વ, પોઢાકારત્વ, પ્રકાશ પ્રકાશકત્વ, ભોજ્યભોજકત્વ, વાહ્યવાહકત્વ, આશ્રયઆશ્રયિત્વ, વિધ્ય વધકત્વ, વિરોધ્યવિરોધકત્વ, શેયજ્ઞાયકત્વ ઇત્યાદિ અસંખ્ય સંબંધો થકી પણ પ્રત્યેક પ્રત્યેક અનંત સ્વધર્મ સિદ્ધ થાય. વળી અત્ર ઘડાના સ્વપરપર્યાય જે અનંતાનંત કહ્યા તેમના પણ ઉત્પત્તિ-વિનાશનસ્થિતિ પુનઃપુનઃ અનંતકાળમાં અનંતવાર થયાં થાય છે અને થશે માટે તેની અપેક્ષાથી પણ ધર્મ અનંત છે. આ પ્રમાણે પીતવર્ણથી આરંભી આટલે સુધી જોતાં ભાવતઃ અનંત ધર્મો સિદ્ધ થયા. અહીં જે દ્રવ્યક્ષેત્ર વિગેરે આશ્રયીને ઘર્મો કહ્યા તેનાથી ઘટતો અવક્તવ્ય રહે, કેમકે એવો કોઈ શબ્દ નથી કે જેનાથી ઘટના સ્વધર્મ અને પરધર્મ કહેવાતાં યુગપત (એકીસાથે) કહેવાઈ શકાય. શબ્દથી જે કહેવાય તે તો કમથી જ કહી શકાય છે, એટલે દ્રવ્યક્ષેત્રાદિ પ્રત્યેક પ્રકારે અવક્તવ્ય ધર્મ અને અન્ય દ્રવ્ય થકી વ્યાવૃત્ત હોવાથી અવક્તવ્ય એવા પરધર્મ પણ અનંત છે. એ પ્રકારે જેમ એક ઘટનું અનંતધર્મત બતાવ્યું તેમ આત્મા આદિ સર્વ વસ્તુમાં પણ ઘટાવવું. ધર્મો ઉત્પન્ન થાય છે, પાછા વ્યય પામે છે પણ જે ધર્મી છે તે દ્રવ્યરૂપે નિત્ય રહે છે. ધર્મ અને ધર્મીનું કાંઈ અનન્યત્વ હોવાથી ધર્મી સદા સત્ત્વરૂપે છે, કાલત્રયવર્તી જે ધર્મો તે પણ શક્તિરૂપે સદા સતુ છે.
વાલી ચાના