________________
લલિત-વિખરા -
Gરભદ્વારિરર
(૨૯)
આ સંપદાઓનું પ્રણયન-રચના-ઉપન્યાસ-ગૂંથણી, જેઓનો આરંભ (પ્રવૃત્તિ) સદા સફલ છે એવા મહાપુરૂષોએ કરેલ છે.
તથાચ આ અરિહંતરૂપ વસ્તુ હોય તો જ ચિત્રસંપદાઓના ઉપન્યાસરૂપ પ્રપંચ હોય, અરિહંતરૂપ વસ્તુ ન હોય તો ચિત્ર સંપદાઓના ઉપન્યાસરૂપ પ્રપંચ ન હો, એમ તથોડપત્તિ અને અન્યથાનુપપત્તિદ્વારા હેતુનું સ્વરૂપ સમજવું.
જેમકે આ અગ્નિવાળું રસોડું છે કારણ કે; તે અગ્નિવાળું હોય તો ધૂમાડાવાળું હોઈ શકે અથવા તો અગ્નિવાળું ન હોય તો ધૂમાડાવાળું ન હોય જે કોઈ જગતભરમાં ચિત્રસંપદાઓનો ઉપન્યાસરૂપ પ્રપંચ છે, તે સર્વ તાદ્રશ પ્રપંચ અરિહંતરૂપ વસ્તુ હોય તો જ હોય છે. અને અરિહંતરૂપ વસ્તુ ન હોય તો ચિત્રસંપદાઓના ઉપન્યાસરૂપ પ્રપંચ પણ નથી જ હોતો. -
હવે સામાન્યથી ચિત્રરૂપ વસ્તુની સાબિતી કરવા સારૂ અનુમાન પ્રયોગ કહે છે કે, અહીં વસ્તુનું એકાનેકસ્વભાવપણું વસ્તુનિષ્ઠ એક અનેક સ્વભાવ, સાધ્ય છે. (પદાર્થના વ્યાપ્તિજ્ઞાન વખતે સાધ્ય તરીકે ધર્મ હોય છે. અને અનુમાનજ્ઞાન વખતે વ્યાપ્તિજ્ઞાનના સાધ્યધર્મનો આધાર “ધર્મી” સાધ્ય તરીકે હોય છે. એટલા માટે અનુમાનજ્ઞાનમાં સાધ્યના બે ભાગ પડે છે. એક ધર્મ અને બીજો ઘર્મી. પરંતુ અનુમાનમાં જે ધર્મી હોય છે તે ધર્મયુક્ત ધર્મી હોય છે. કેવળ ધર્મી કે કેવળ ધર્મ, સ્વતંત્ર સાધ્ય નથી હોતા. એ બેમાં ઘર્મી પ્રમાણ પ્રસિદ્ધ હોવો જોઈએ. કારણ કે, ઘર્મીને પ્રમાણ સિદ્ધ ન માનીએ તો ધર્મની સિદ્ધિ કઈ જગ્યાએ કરવામાં આવે ?). - અહી હેતુ-સાધ્યધર્મી (પક્ષ)થી ભિન્ન-અન્ય વસ્તુઓની સાથેનો જે દ્રવ્યપર્યાયરૂપ-વસ્તુસ્વભાવના અપેક્ષાલક્ષણ સંબંધથી (ઉપાધિભેદથી - ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી - અવચ્છેદકભેદથી) પ્રગટ થયેલા અનેક સંબંધવાળી વસ્તુ હોવાથી આ હેતુ સમજવો.
જેમકે, દ્રવ્યરૂપથી (દ્રવ્યની અપેક્ષાએ) વિશિષ્ટ એક પુરૂષ, પર્યાયની અપેક્ષાએ ભિન્ન ભિન્ન સંબંધોની અપેક્ષાએ) પિતા, પુત્ર, ભાઈ, મામો, ભાણેજ, કાકો, દાદો, પૌત્ર (પુત્રનો-પુત્ર) દૌહિત્ર (દીકરીનો દીકરો) વિગેરે, પરસ્પર વિરૂદ્ધ વિશેષણોથી વિશિષ્ટ કહેવાય છે. કારણ કે; બીજી વસ્તુઓની (પુત્ર આદિની) સાથે પૂર્વકથિત અપેક્ષા લક્ષણ સંબંધથી પ્રગટેલ અનેક સંબંધવાળો-વિશિષ્ટ આ પુરૂષ છે.
ચાલુ વિષયની સજ્જડ મજબૂતાઈના સારૂ બીજું પ્રચલિત કે પ્રસિદ્ધ દ્રષ્ટાંત રજૂ થાય છે.
એક જ ઘડો, તે તે અપેક્ષાએ- ભિન્ન ભિન્ન અપેક્ષાએ (એક ઘડો, અન્ય ઘડાઓથી વિશિષ્ટ, વાચ્યત્વરૂપે જુદી જુદી અપેક્ષાથી ભિન્ન થાય છે.) પંચદશઆદિરૂપ છે. તેનું વર્ણન
૧ અહીં સવર્ણઘટનું એક દ્રષ્ટાંત દેવામાં આવે છે. સદરહ, ઘટ, સ્વદ્રવ્ય ક્ષેત્રકાલભાવથી વિદ્યમાન છે અને પરદ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અવિદ્યમાન છે. જ્યારે એક ઘટનું સત્વ જોયત્વ, પ્રમેયત્વ એ આદિ ધર્મથકી ચિંતન થાય છે ત્યારે તેનાં જે સત્ત્વાદિ એ સ્વપર્યાય છે કોઈપણ પરપર્યાય નથી. કેમકે; વસ્તુ માત્ર, સત્ત્વાદિ ધર્મને લઇને સજાતીય છે. અને અભાવ તો વિજાતીયનો
ગાજરાતી અનુવાદક -
મહેસૂરિ મ.