________________
લલિતકવાણા વાવવામાં
(૨૮૭)
નમસ્કાર હો ! આ રૂપ, ચાર પદવાળી, આઠમી આત્મ-તુલ્યપરફલકર્તુત્વસંપદાની સ્થાપના કરેલ છે. આ સંપદામાં, અરિહંત ભગવંતો, પોતાના જેટલું જ, જેવું જ પોતે દર્શાવેલ શાસનપંથે ચાલનાર બીજાને ફલ કરનારા (આપનારા) છે એમ દર્શાવેલ છે. એટલે ભગવાન, મહાન-ઉદાર-અત્યંત ગંભીર-કારુણિક મહાશય છે માટે એમની સ્તુતિ પરમ આદરણીય-કરણીય છે.
જિજ્ઞાસુ પ્રશ્નઃ આ પ્રમાણે આઠમી સંપદાનું સુંદર-સમ્યગુ અને સ્વચ્છજ્ઞાન થવા છતાં, દીર્ઘદર્શી(લાંબી નજરે-અગમચેતી કે દૂરંદેશીથી જોઈ વિચારી શકે એવો, પ્રેક્ષા પૂર્વકારીને જિજ્ઞાસા ઊઠે છે કે; સર્વજ્ઞતા સર્વદર્શિતારૂપ પ્રધાનગુણની અક્ષયસ્થિતિના સંપાદનથી શિવ અચલ આદિરૂપ સિદ્ધિગતિ સ્થાનરૂપ પ્રધાન ફલના પરમલાભવાળા તે અરિહંત ભગવંતો છે કે નહીં ? અને તે આ અત્યંત સુદુર્લભ લાભ થવાથી સદા ભયવિજેતા (ઐકાન્તિક અને આત્યન્તિક ભયના ક્ષયવાળાઓ) છે કે નહીં ?
સમાધાન= આવી જિજ્ઞાસાને શાંત કરવાનું સૂત્રકારે, “તવનૂળ સવસિ, શિવમયતમયગમનંતમરીયમવીરહિમપુરાક્ષિત્તિસિદ્ધિનામાં કા સંપત્તા” “સર્વજ્ઞ સર્વદર્શી, શિવ અચલ અરૂજ અનંત અક્ષય અવ્યાબાધ અપુનરાવૃત્તિ સિદ્ધિગતિ નામકસ્થાનને પામેલા અરિહંત ભગવંતોને નમસ્કાર હો !' આ રૂપ, ત્રણ પદવાળી નવમી પ્રધાનગુણઅપરિક્ષય-પ્રધાનફલઆપ્તિરૂપ અભય સંપદાનો વિશિષ્ટ વિન્યાસ કરેલ છે.
અર્થાત્ આ અરિહંત ભગવંતો, સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું એ ગુણ, સદા સર્વદા, સર્વથા અખંડિતઅક્ષીણ હોઈ, શિવ અચલ અરુજ અનંત અક્ષય અવ્યાબાધ અપુનરાવૃત્તિરૂપ સિદ્ધિગતિ નામકસ્થાનરૂપ પ્રધાન ફલનો પ્રબલ લાભ થવાથી જિતભયત્વ (ભયક્ષયરૂપ ભયવિજય)રૂપ અભયને પામેલા છે એટલે જ સદા સર્વથા સર્વત્ર અરિહંત ભગવંતો સ્તોતવ્ય છે.
આજ ક્રમથી પ્રેક્ષાપૂર્વકારીઓની જિજ્ઞાસાની પ્રવૃત્તિ છે. એટલે જ જિજ્ઞાસા પ્રમાણે સંપદાઓનો ઉપન્યાસ છે. આ સંપદાઓના ચતુરજનચિત્તચમત્કારકારક, સુંદર ખૂબી ભરેલા વિન્યાસની શૈલી-પદ્ધતિ-યોજના, મંથનીય, મનનીય, મઘુર માર્મિક એવું મહાન છે.
વળી આટલી (નવ સંખ્યાવાળી) નવ સંપદાઓથી સમન્વિત-મંડિત-ભૂષિત અરિહંત ભગવંતો, નિઃશ્રેયસમહોદય-મોક્ષ-બ્રહ્માના પરમ બીજ-અસાઘારણ-મુખ્ય-કારણ-હેતુ-બીજ છે. આ સ્તોતવ્ય સંપદા વિગેરે નવ સંખ્યાવાળી સંપદાઓના ગુણોના બહુમાન (આંતરિક પ્રીતિ-ભક્તિ) ના સાર (તાત્પર્ય-ઉદેશ-લાભ-પ્રધાનતા)વાળું અનુષ્ઠાન ક્રિયા, સમ્યરૂપ બને છે. અથવા બહુસંપદાઓના બહુ ગુણોના બહુમાનની મુખ્યતા-પ્રઘાનતાવાળું અનુષ્ઠાન, અનુષ્ઠાન ગણાય છે.
-ચિત્રા-નાનાવિઘ સંપદાઓના ઉપચાસરૂપ પ્રપંચનું પ્રયોજનદર્શાવી, સ્યાદ્વાદ-અનેકાન્તવાદની દ્રષ્ટાન્તસહિત પ્રબલપુષ્ટિ કે સિદ્ધિ કરતા વિવરણ કાર
- 'विशेषप्रणिधाननीतितस्तत्तब्दीजाक्षेपसौहित्येन सम्यगनुष्ठानमिति च ज्ञापनार्थं, एकानेकस्वभावप्रतिबद्धश्चायं प्रञ्च इति
१ विशुद्धभावनासारं, तदार्पितमानसम् ।
यथाशक्तिक्रियालिङ्गं प्रणिधानं मुनिर्जगौ ॥
મા વારાહી થાય છે કે AિK