________________
લિત-વિસરા -
બિહાર
'
(૨૮૫)
આત્માઓ સદાકાળ-અનાદિકાળથી સર્વદા સર્વત્ર-સર્વગતિઓમાં સર્વ પ્રાણીઓ કરતાં ઉત્તમ ચઢિયાતાસ્થાનસંપન્ન હોય છે. અરિહંત ભગવંતની કયા વિશિષ્ટ કારણથી સ્તુતિ કરવી ?
આના જવાબમાં વિશેષહેતુ જણાવે છે કે; પુરૂષસિંહ, પુરૂષવરપુંડરીક, પુરૂષવરગંઘહસ્તી હોઈ પુરૂષોત્તમ છે. અત એવ અરિહંત ભગવંતો વિશેષતઃ સ્તોતવ્ય છે. વીતરાગની સ્તુતિના હેતભૂત જે ચાર હેતુઓ દર્શાવ્યા છે તે અસાધારણ-તીર્થંકર આત્મદ્રવ્ય ભિન્ન અન્ય આત્મદ્રવ્યોમાં વર્તમાન કે વિદ્યમાન નહીં હોવાથી અસાધારણરૂપ છે. એટલે આ સંપદાનું નામ “અસાધારણરૂપ હેતુસંપદા' છે.
(૪) જિજ્ઞાસુ પ્રશ્ન-અસાધારણરૂપ હેતુસંપદાનો સમ્યગુબોધ થયો છતાં, “ત્તપ્રધાન સારતિ સણોજનીતિતઃ” ફલની મુખ્યતાવાળો આરંભ કરવો” નિષ્ફલ કર્મ નહીં કરવું' વગેરે પ્રકારની સત્ પુરૂષોની નીતિ-રીતપદ્ધતિ છે અર્થાત શિષ્ટજનનો એવો આચાર છે કે “કાર્યના ફલનો નિશ્ચય કરી કાર્ય આરંભવું” (વળી પ્રાણીઓ કે પ્રેક્ષાવંતો પ્રવૃત્તિના અંગભૂત ફલને જાણી પ્રવૃત્તિ કરે છે.) તથાચ પરંપરાએ પ્રધાન ફલવાળા આરંભ (પ્રવૃત્તિ) ને કરવાના સ્વભાવવાળા પ્રેક્ષાપૂર્વકારીઓ હોય છે એટલે તેઓને જાણવાની આતુરતા થાય છે કે; સામાન્યપણે સર્વલોકમાં પરાર્થ-પરમાર્થ સંપદાનરૂપ ઉપયોગફલસંપાદન કરનારા આ અરિહંતભગવંતો છે કે નહીં ?
સમાધાન=આ સવાલના જવાબરૂપે “તોપુરમાશં, તો નાહાબં, તો દિવાળ, તો પફવા, તોપખ્ખોયારા” લોકોત્તમ, લોકનાથ, લોકહિત, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતકર અરિહંત-ભગવંતને નમસ્કાર હો આ રૂપ, સ્તોતવ્યસંપદાની જ સામાન્યથી ઉપયોગસંપદાનો સંદર્ભ કરેલ છે. આ સંપદાના પાંચ પદોમાં પરાર્થસંપાદનરૂપ ઉપયોગ ફલ સમાયેલ હોઈ, આ “સામાન્યોપયોગસંપદા' કહેવાય છે અર્થાત્ સર્વલોકમાં પરમાર્થ સંપાદનરૂપ ઉપયોગ ફલના સંપાદકો હોઈ-સર્વલોકના ઉપકારકો હોઈ સદાકાળ અરિહંત-ભગવંતો સ્તોતવ્ય છે.
(૫) જિજ્ઞાસુપ્રશ્ન-સ્તોતવ્યસંપદાની સામાન્યથી ઉપયોગ સંપદારૂપ ચોથી સંપદાનું જ્ઞાન થયું છતાં, વિશુદ્ધિથી નિપુણ આરંભ કરનાર (પવિત્રતાપૂર્વક પાવરધા આરંભ કરનારા-વિશેષ પ્રકારની શુદ્ધિ-શોધતપાસ કર્યા પછી કુશલ-સમર્થ-આરંભ-પ્રવૃત્તિ કરનારા) ચોખ્ખાઈપૂર્વક, ચતુરાઈ કે ચોકસાઈ ભર્યા આરંભપ્રવૃત્તિ કરનારા પ્રેક્ષા પૂર્વકારીઓ છે પૂછે કે; જે અરિહંત-ભગવંતો, સર્વલોકમાં સામાન્યથી પરમાર્થ સંપાદન કરે છે તે કોના દ્વારાએ ? અર્થાત લોકોને ક્યું કર્યું દાન આપવા દ્વારાએ ઉપકાર કરે છે ? ઉપયોગસંપદાનો હેતુ-ઉપાય-સાધન હોય તે જણાવો ?
સમાઘાન આ પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે, સૂત્રકારે “ગમયાબં, વહgયાબં, માયાળું, વોદિયાનં,” “અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, બોધિદાતા, અરિહંત-ભગવંતોને નમસ્કાર હો' આ રૂપ, ઉપયોગસંપદાની હેતુસંપદાની વ્યવસ્થા કરેલ છે. આ અરિહંત-ભગવંતો, અભયને આપી, ચક્ષુને સમર્પ, માર્ગને અર્પ, શરણનું વિતરણ કરી બોધિનું દાન કરી, સકલલોકમાં સામાન્યથી પરમાર્થ-પરોપકાર સંપાદનરૂપ ઉપયોગરૂપ ફલ કરનાર હોઈ પરમ દાનવીર-મહા મહોદાર-સમર્થ સખાવતી સદા સ્તોતવ્ય છે.
શારાતી અનુવાદક
તરીકે વિજય