________________
આ ભારરચિત
૨૮૨
આ સંઘઆદિપૂજાવિષયક આશય-ભાવોલ્લાસ, (તે તે ક્ષેત્રઆદિગતસંઘઆદિપૂજા કરનારનો આશયભાવ) વ્યાપક છે. (સર્વક્ષેત્ર-સર્વકાલીન સર્વપૂજનીયરૂપવિષયગત છે.)કારણ કે; એક પૂજનીયવ્યક્તિરૂપ વિષયની પૂજાના કાલેસમયે જેની આ સમયે સાક્ષાત્ પૂજા થઈ રહી નથી એવા જે બીજા,તત્કાલ (બુદ્ધિમાં કે સાક્ષાત્ ઉપસ્થિત થયેલ સાધુસંઘાદિ પૂજનીય પદાર્થો છે, તેના પ્રત્યે હર્ષ (ચિત્તની પ્રસન્નતા) પૂજા વિષયક અભિલાષ (મનોરથ) વગેરે લિંગ ચિલ્ડ્રન-લક્ષણોની સિદ્ધિ-સદ્ભાવ-સત્તા છે.
લલિત-વિસ્તરા
અતએવ આ વિશિષ્ટ વ્યાપક સંઘાદિપૂજાવિષયક શુભ આશય, ભાવશ્રાવકમાં જ સંભવી શકે છે એમ જાણવું. બીજામાં (દ્રવ્યશ્રાવકઆદિમાં) નહીં. કારણ કે; તથા પ્રકારના-વિશિષ્ટ વિવેકનો અભાવ હોઇ, પૂજાતી એક પૂજ્યવ્યક્તિભિન્ન બીજી બધી પૂજ્ય વ્યક્તિઓના પ્રત્યે પૂજાના આશયના ઘોતક હર્ષ, પૂજામનોરથ વગેરે લક્ષણોનો દ્રવ્યશ્રાવકઆદિમાં અભાવ છે.
ઇતિ-નમસ્કાર ક્રિયાના વિષયભૂત અરિહંતો, બહુ-અનેક-નાના હોઈ, નમસ્કાર કરનારમાં શુભ આશયની વૃદ્ધિ છે. અતએવ ફલનો અતિશય, વિશિષ્ટ-ઉત્કૃષ્ટ ફલની સિદ્ધિ, સુતરાં સિદ્ધ છે.
આ પ્રમાણે (જેમ સ્તોતવ્ય અરિહંતોમાં બહુવચન સફલ છે તેમ) આત્મામાં (સ્તોત્ર કર્તા સ્તોતારૂપ આત્મામાં) અને ગુરુઓમાં (તેના સરખા ગુણોને-તેના સરખા ગુણવંતોને લઈ) બહુત્વવાચક બહુવચનની સફલતા-સાર્થકતા સમજવી. કારણ કે; તેના સરખા બીજા ગુણોના સમાવેશથી (સંગ્રહથી) તેના સરખા ગુણવાળાઓમાં (સ્તોતા સદૃશ ગુણવાળા સર્વ આત્મામાં, ગુરુસદૃશ ગુણવાળા સર્વગુરુઓમાં) પરમાર્થથી સ્તોત્રકર્તૃત્વરૂપ આત્મપણું તથા ગુરુપણું છે.
વળી મોક્ષને અનુકૂલ અનુષ્ઠાન કરનારા-કુશલ-કાબેલ-જ્ઞાનવંત પુરૂષોની (એક ગુણવંતની પૂજાથી સર્વ ગુણવંતની પૂજા થાય છે સબબ કે ગુણીના ગૌણ ભાવપૂર્વક, ગુણના પ્રધાન ભાવપૂર્વકની પ્રવૃત્તિરૂપ) પ્રવૃત્તિ, ગુણ અને ગુણાધાર (ગુણી)ની ચિંતા-વિચારણારૂપ સૂક્ષ્મ આભોગ-ઉપયોગ-જ્ઞાનપૂર્વકની જ હોય છે. એટલે જ આ એક ગુણવંતગુણપૂજાના પ્રધાન ભાવથી એક ગુણીરૂપ વ્યક્તિની પૂજા કરવાથી સકલ ગુણવંતની પૂજા કરેલ ગણાય છે. આ વિષય-વસ્તુ, અત્યંત નિપુણ-સમર્થ, બુદ્ધિ-પ્રતિભાથી ગમ્ય છે.
અર્થાત્ આ વિષય, ત્યારે જ માલુમ પડે કે જ્યારે અતિનિપુણ બુદ્ધિનો પ્રયોગ થાય ! હવે વ્યાખ્યાકાર કહે છે કે, ‘આ પ્રસંગથી સરો !' અર્થાત્ આ વિષય-પ્રસંગને ચર્ચાના મોરચેથી ખસેડે છે.
‘ભયોને જીતનાર જિનોને નમસ્કાર થાઓ' આ પદથી એ નિરૂપણ કરે છે કે; શિવ-અચલ આદિસ્થાનની સંપ્રાપ્તિ હોઈ સર્વજ્ઞ-સર્વદર્શીઓ જ જિતભય-ભયવિજેતા છે. અર્થાત્ સર્વજ્ઞ-સર્વદર્શીઓમાં જ સર્વથાભયક્ષયસ્વરૂપ જિતભયત્વરૂપ અભયત્વના પ્રતિપાદનથી, પ્રધાન (સર્વજ્ઞપણું આદિ હેાવાથી) ગુણ અપરિક્ષય-પ્રધાન (શિવ આદિસ્થાનની પ્રાપ્તિ હોવાથી) ફલઆપ્તિઅભય નામક સંપદા પ્રતિપાદિતનિરૂપિત થાય છે.
ગુજરાતી અનુવાદક
આ
ત કર