________________
૨૭૫
વળી કૂપપતિતનું ઉદાહરણ, તે પણ કહેવારૂપ છે, અર્થસાધક નથી. કારણ કે; ત્યાં તદ્દન ન્યાયની ઘટના નથી.
–આજ વસ્તુસ્થિતિને સમજાવતા શાસ્ત્રકાર
तद्भतादेरपि तथादर्शनाभावात्, तत्र चोत्तारणे दोषसम्भवात् तथाकर्तुमशक्यत्वात्, प्रयासनैष्फल्यात्, न चोपायमार्गणमपि न विचाररूपं तदिहापि विचारोऽनाश्रयणीय एव, दैवायत्तं च तद्, अतीन्द्रियं च दैवमति युक्तेरविषयः, शकुनायागमयुक्तिविषयतायां तु समान एव प्रसङ्ग इतरत्रापीति, तस्मायथाविषयं त्रिकोटिपरिशुद्धविचारशुद्धितः प्रवर्तितव्यमिति.
ભાવાર્થ= તે કુવામાં પેદા થયેલ માછલાં, દેડકાં વિગેરેને (આદિ શબ્દથી કુવામાં નહીં પેદા થયેલા પણ કારણવશાત્ કુવામાં રહેનારા બીજાઓને પણ) પતનના કારણની વિચારણા કર્યા સિવાય બહાર કાઢવાનાનીકાળવાના ઉપાયની શોધ-ગવેષણા જોઈ નથી, અનુભવી નથી. (એવચ પૂર્વકથિત તથા દર્શનાત” “કૂપપતનકારણની વિચારણાવગર, ઉતારવાના ઉપાયની શોધનું દર્શન હોવાથી આ હેતુરૂપ પ્રતિજ્ઞાના એક દેશની અસિદ્ધિ
શંકા= તે કુવામાં પેદા થયેલા માંછલાં વિગેરને બહાર કાઢવામાં શો વાંધો છે ? બહાર કાઢવાથી પ્રતિજ્ઞાની એક દેશની અસિદ્ધિ પણ નહિં થાય ને ?'
સમાધાન=જો ત્યાં પેદા થયેલા માંછલાં વિગેરેને બહાર નીકાળવામાં આવે તો, બીચારા બીનવ્હેગાર, તે માછલાં વિગેરેને, મરણને શરણ થઈ જવારૂપ વિગેરે મહાન અનર્થોનો સંભવ છે. તેમજ તમામને બહાર કાઢવા એ અશક્ય-શક્તિ બહારનો વિષય છે કેમકે; બહાર કાઢવાના પ્રયાસો નિષ્ફલ છે. (જેઓને બહાર કાઢવાના છે તેઓને બહાર કાઢવારૂપ ફલનો અભાવ છે એટલે એ વિષયનો પ્રયાસ, નિષ્કલ છે.) વળી બહાર કાઢવાના ઉપાયની ગવેષણા” પણ જે પરવાદીએ કહેલ છે તે પણ વિચારરૂપ નથી એમ નહીં અર્થાત્ વિચારરૂપ જ છે. તો ઉત્તારણના (બહાર કાઢવાના) ઉપાયની ગવેષણારૂપ વિચાર પણ (પ્રકૃતવચનાર્થ વિષયકવિચાર તો દૂર રહો પણ એ અપિનો અર્થ અહીં સમજ્યો) અનાદેય-હેય હોઈ છોડવો જોઇએ (પરમતમાં પણ ઉપરોક્ત ગવેષણારૂપ વિચાર, અકરણીય છે.)
શંકા= હવે વચનગમ્ય અર્થ, અતીન્દ્રિય હોઈ યુક્તિનો અવિષય ભલે હો પરંતુ આ કૂપપતિતોતારણ, યુક્તિનો અવિષય નહિ થાય ! અર્થાત્ યુક્તિનો વિષય તો થશે જ ને ?
સમાધાન–આ કૂપપતિતોત્તોરણ, દૈવ-કર્મને આધીન-તાબેદાર છે, અને કૂપપતિતોત્તારણહેતુભૂતકર્મ, (દેવ) અતીન્દ્રિય છે, (ઇન્દ્રિયના વિષયથી અતીત-પર છે) એટલે વિચારરૂપ યુક્તિનો અવિષય છે, (તમારા મતે વચન માત્રનો વિષય અર્થ છે. અર્થનો વિષય કરનાર વચન છે.) તો તે અતીન્દ્રિયકર્મને સારી રીતે જાણ્યા વગર કર્માધીન ઉત્તારણ-ઉગારવાને-કુવામાંથી બહાર કાઢવાને પ્રવૃત્તિ કેવી રીતે થાય ? અર્થાત્ ન જ થાય
વળી શકુન આદિ (આદિ શબ્દથી જ્યોતિષ્ક આદિ) આગમનો તથા યુક્તિનો વિચારનો, અનુકૂલ, પ્રતિકૂલ (શુભ અશુભ ફલદાયક) દૈવ-કર્મ, વિષય બને છે એમ જો માનો તો, અતીન્દ્રિય-વચનગમ્ય અર્થભૂત
બાજરાતી અનુવાદલ- એ ઘણા