________________
લિવિરા જવાબદારી
૨૬૭) સ્થાન, સતત-શાશ્વત-અવિનાશી છે. (એક વ્યક્તિની અપેક્ષાએ સાદિ અનંતરૂપ છે. અને સમષ્ટિની અપેક્ષાએ અનાદિ અનંતરૂપ છે.)
(૬) જેમ આ સ્થાન અક્ષય છે તેમ વ્યાબાધા-પીડાનો સર્વથા અભાવ હોઈ અવ્યાબાધ છે. (સ્વાભાવિક અનંત સુખમય છે.) કારણ કે; સ્વસ્વરૂપ, આત્મસ્વભાવ હોઈ અમૂર્ત-અરૂપી- રૂપ, રસ, ગંધ, સ્પર્શ રહિત છે. અમૂને વ્યાબાધ હોય જ નહીં દુઃખ, અસતાવેદનીય કર્મજન્ય છે, સાંસારિક સુખ, સાતવેદનીય કર્મ જન્ય છે. એટલે જન્ય હોઈ સાન્ત-વિનાશી-દુ:ખરૂપ-દુઃખજનક-પરરૂપ છે તથાચ આત્મિક અનંતસુખ પ્રતિબંધકવેદનીય કર્મનો સમૂળગો નાશ હોવાથી સ્વાભાવિક અનંતસુખમય અવ્યાબાધરૂપ સ્થાન છે)
(૭) અપુનરાવૃત્તિ=જેમ આ સ્થાન, અવ્યાબાધ આદિરૂપ છે, તેમ, જ્યાંથી ફરી અવતાર લેવાનો હોતો નથી. એવું (પુનઃઆવર્તન-પુનઃઆગમનરહિત) હોઈ “અપુનઃઆવૃત્તિ' છે. અર્થાત તે તે પ્રકારે (સંસારી અવસ્થાની જેમ) સંસારસાગરમાં ફરીથી ફેરો (આંટો-ચક્કર) લગાવવો તે પુનરાવૃત્તિ કહેવાય છે. જે સ્થાનથી સ્વશાસન-સ્વતીર્થનો ધ્વંસ થવા છતાં સર્વથા સંસારબીજકર્મલપરહિત સિદ્ધ પરમાત્માઓને, સંસારસાગરમાં ફરીથી અવતાર-જન્મ લેવાનો-પાછા ફરવાનું હોતું નથી એટલે તે અપુનરાવૃત્તિ છે.
(૮) જેમ સ્થાન, શિવાદિરૂપ છે તેમ સિદ્ધિગતિ નામવાળું છે તથાહિ.
સિદ્ધિ=જેમાં પ્રાણીઓ, (કેવલજ્ઞાનાદિરૂપ ભાવ પ્રાણ વિશિષ્ટ પ્રાણીઓ) નિષ્ક્રિતાર્થ (કૃતકૃત્ય-સિદ્ધ અર્થ પ્રયોજનવાળા) થાય છે. આવી વ્યુત્પત્તિથી લોકાંતક્ષેત્રલક્ષણવાળી સિદ્ધિ સમજવી. વળી જવાનો (એક સ્થળેથી કોઈપણ રીતે ગતિ કરીને બીજે સ્થળે-પહોંચવાનો-પ્રાપ્તિનો) વિષય-મેળવવાને યોગ્ય હોઈ તે સિદ્ધિ ગતિરૂપ કહેવાય છે. જે સ્થાનનું નામ (સંકેતસંજ્ઞા) સિદ્ધિગતિ છે તે, પૂર્વકથિત શિવઆદિ વિશેષણ વિશિષ્ટ છે. વળી તે સ્થાન, વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર અને નિશ્ચયથી સિદ્ધાત્મસ્વરૂપ જ સમજવું. એવંચ અહીં શિવઆદિ જે સ્થાનના વિશેષણો કહ્યાં તે મુક્તઆત્માના સમજવાં કારણ કે; સ્થાન (સિદ્ધિક્ષેત્ર કે સ્વસ્વરૂપ) અને સ્થાની જે મુક્તઆત્મા, તેનો અભેદ ઉપચાર (વિવફા-અપેક્ષા) છે. એટલે જ આ પ્રમાણે કહે છે કે “સિદ્ધિગતિનામક સ્થાનને સમ્યગુ–સારી રીતે પામેલા' અર્થાત સમ્યગુસકલકર્મના ક્ષયપૂર્વક સ્વસ્વરૂપાવસ્થાનકારા, સિદ્ધત્વરૂપ પરીણામાંતરને (બીજા પર્યાયને પ્રાપ્ત થયેલા-પામેલા “સંપ્રાપ્ત' કહેવાય છે.
૧ તે અયોગી ભગવાન, નિશ્ચયથી અંત્યસમયે કોઈપણ એક વેદનીયકર્મ, આયનામકર્મ, પર્યાપ્તનામકર્મ, મનુષ્યગતિનામકર્મ મનુષ્યાનુપૂર્વીનામકર્મ, સૌભાગ્યનામકર્મ, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિયનામકર્મ, તીર્થંકર નામકર્મ એ (૧૩) પ્રકૃતિનો ક્ષય કરીને તેજ સમયે સિદ્ધત્વપર્યાય પ્રાપ્ત કરીને સનાતન એવા પરમેશ્વર પરમાત્મા થાય. ત્યારબાદ તે શાશ્વત એવા યોગી ભગવાનવડે ચૌદ રાલોકના પર્યત ભાગમાં જવાય છે. અતએ ગમ્યમાન હોવાથી સિદ્ધિ ગતિ કહેવાય છે.
૨ સમસ્ત લોકવ્યાપ્ત સૂક્ષ્મનિગોદ આદિનો વ્યવચ્છેદ કરવા સારું “સમ્યગુનો ઉપયોગ છે. કારણ કે, સકલ લોકવ્યાપક હોઈ સૂક્ષ્મનિગોદ આદિ વિવલિતક્ષેત્રમાં પણ પ્રાપ્ત છે માટે તદુવ્યવચ્છેદ સારૂ “સં-પ્રાપ્ત’ છે.
- ૩ પરીણામ એટલે અર્થાતર-ધમાંતરની પ્રાપ્તિ, પરંતુ એકાંતે એક જ ધર્મમાં અવસ્થાન અથવા તે ધર્મનો સર્વથા વિનાશ નહીં તેને જ બુદ્ધિમંતોએ પરીણામ કહેલા છે. જેમ જીવનો પરીણામ દેવ મટીને મનુષ્ય થવું, અને અજીવનો પરીણામ સ્થિરત્વાદિ ધર્મમાંથી ગત્યાદિ ધર્મમાં જવું તે અર્થાતુ એક અવસ્થા છોડીને બીજી અવસ્થામાં જવું તે પરીણામ.
રાજરાતી અનુવાદ - ૪ o
.