________________
લલિત-વિસ્તરા
Iરભદ્રસૂરિ રચિત
૨૬૮
—જો આત્માઓને વિભુ (સર્વત્રવ્યાપક) અને નિત્ય માનવામાં આવે તો, સિદ્ધિગતિનામકસ્થાનની સંપ્રાપ્તિ (સકલકર્મક્ષયપૂર્વક સ્વસ્વરૂપાવસ્થાનરૂપ સિદ્ધત્વ પર્યાયાન્તર પ્રાપ્તિરૂપ સંપ્રાપ્તિ) નો અસંભવ છે. આ વિષયની શાસ્ત્રકારે કરેલ વિગતવાર છણાવટ-
न विभूनां नित्यानां चैवं प्राप्तिसम्भवः, सर्वगतत्वे सति सदैकस्वभावत्वात्, विभूनां सदा सर्वत्र भावः, नित्यानां चैकरूपतयाऽवस्थानं, तद्भावाऽव्ययस्य नित्यत्वात् अतः क्षेत्रासर्वगतपरिणामिनामेवैवं प्राप्तिसम्भव इति भावनीयं तत्तेभ्यो नम इति क्रियायोग इति ॥३२॥
ભાવાર્થ—વૈશેષિકો અને નૈયાયિકો, પ્રત્યેક આત્માને વિભુ (સર્વ આકાશવ્યાપી-જ્યાં જ્યાં આકાશ ત્યાં ત્યાં સઘળે સ્થાને પ્રત્યેક આત્મા છે) અને નિત્ય (અપ્રચ્યુત-અનુત્પન્ન-સદાસ્થિરત્વ-સ્થિર એક સ્વભાવરૂપ) છે એમ પ્રતિપાદન કરે છે.
જૈનો—જે દેશમાં સ્થાનમાં (યદેશાવચ્છેદેન) જેના ગુણોનો કે ધર્મોનો પ્રત્યક્ષ-આદિ પ્રમાણથી અનુભવ થયો હોય, તે જ વિવક્ષિત દેશમાં (તદ્દેશાવચ્છેદેન) તે પદાર્થની ઉપલબ્ધિ-પ્રાપ્તિ થાય છે, બીજા અવિવક્ષિત દેશમાં નહીં. આવો અબાધિત સિદ્ધાન્ત (વ્યાપ્તિ) હોવાથી દેહ-શરીરમાં (શરીરરૂપ-દેશાવચ્છેદેન) જ આત્માના (આત્મદ્રવ્યના) ચૈતન્યઆદિ ગુણો દેખાય છે, શરીરના બહારના દેશમાં નહીં અતએવ શરીરપરિમાણ (બરોબર) આત્મા છે. (વિવક્ષિત શરીરરૂપ-દેશાવચ્છિન્ન આત્મા પ્રતીત થાય છે.) વળી જે નષ્ટ અને ઉત્પન્ન ન થાય અને એકરૂપથી સદા સિથર કાયમ રહે તેને ‘નિત્ય' કહે છે. આવી નિત્યવિષયની જે નૈયાયિક-વૈશેષિકની માન્યતા છે, તે યુક્તિયુક્ત નથી. કારણ કે; એવો કોઇ પદાર્થ નથી કે જે ઉત્પત્તિ અને નાશથી રહિત હોય અને સદા એકરૂપ હોય, અતઃ પદાર્થના સ્વરૂપનો નાશ નહીં થવો એજ નિત્યત્વ- નિત્યનું લક્ષણ છે, આ માન્યતા વ્યાજબી છે. કારણ કે; ઉત્પાદ અને વિનાશનું રહેવું હોવા છતા પોતાના સ્વરૂપને નથી છોડતો તે પદાર્થ ‘નિત્ય' છે. આવી જૈન દર્શનની માન્યતા હોઇ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, વૈશેષિક-નૈયાયિકને પડકારતાં કહે છે કે; ‘વિભુ અને નિત્ય આત્માઓને સિદ્ધિગતિનામકસ્થાનપ્રાપ્તિનો (સકલ કર્મક્ષયપૂર્વક સ્વસ્વરૂપાવસ્થાનરૂપ સિદ્ધત્વપર્યાયાન્તર-પ્રાપ્તિરૂપ સંપ્રાપ્ત) નો સંભવ નથી. કારણ કે; તે આત્માઓ સર્વગત (સકલ આકાશવ્યાપી) હોવાની સાથે સદા એકરૂપ છે. એવંચ વિભુ-આત્માઓનું સઘળા સ્થાનમાં (આકાશમાં) વિદ્યમાનપણું છે અને નિત્ય આત્માઓનું એકરૂપપણે (એક રીતિએ) રહેવું છે.
તથાચ ઉત્પાદવ્યય હોવા છતાં સ્વસ્વરૂપના નહીં છોડવારૂપ નિત્યત્વનું જૈનશાસનમાં વિધાન હોઇ સંસારિત્વપર્યાયના ત્યાગરૂપ વ્યય, અને સિદ્ધત્વપર્યાયાન્તરપ્રાપ્તિરૂપ ઉત્પાદ હોવા છતાં આત્મામાં કેવલજ્ઞાનઆદિરૂપ ચૈતન્યસ્વસ્વરૂપ કાયમ-નિત્ય છે. અતએવ-એજ વસ્તુની ઘટના કરતા કહે છે કે; આત્મા, (આધારભૂત) ક્ષેત્રરૂપ આકાશના સર્વભાગમાં નહીં વર્તનાર હોઇ (ક્ષેત્રથી)ક્ષેત્રા-સર્વગત છે અને એક અવસ્થાને છોડી બીજી અવસ્થામાં જનાર હોઇ પરીણામી છે. એટલે જ શિવઅચલ આદિ વિશેષણ વિશિષ્ટ લોકાંતક્ષેત્રલક્ષણ
૧ ‘સમાવાઽવ્યયં નિત્યં’ તત્ત્વાર્થસૂત્ર અ. ૫. સૂ. ૩૦
ગુજરાતી અનુવાદક
આ
ત કરસૂરિ મ.સા.