________________
લલિત-વિસ્તરા
ભદ્રસૂરિ રચિત
૨૬૪
તથાચ-વિષયગ્રહણપરિણામનું આકા૨પણું હોઈ સામયિક વિવક્ષાથી (સમયાંતરની અપેક્ષાથી) સાકાર-વિશેષગ્રહણપરીણામવાળું જ્ઞાન. અર્થાત્ ઉપયોગવિશેષરૂપ, વિશેષગ્રહણ-પરીણામવાળા જ્ઞાનને ‘સાકાર' કહે છે. અને ઉપયોગ વિશેષરૂપ, સામાન્યગ્રહણ પરિણામવાળા દર્શનને ‘અનાકાર' કહે છે. આ પણ સિદ્ધ થાય છે.
અતએવ ‘સકલવિશેષગ્રહણપરીણામવાળા-સાકાર ઉપયોગ વિશેષરૂપ કેવલજ્ઞાનવાળા - સર્વજ્ઞ ભગવંતોને નમસ્કાર હો તથા સકલસામાન્યગ્રહણપરીણામવાળા અનાકારદર્શનરૂપ ઉપયોગ વિશેષરૂપ કેવલદર્શનવાળાસર્વદર્શી અરિહંતભગવંતોને નમસ્કાર હો' આ પ્રમાણે શક્રસ્તવની ૩૧ મા પદની વ્યાખ્યા પૂરી થાય છે. –શક્રસ્તવની ૩૨ મા પદની વ્યાખ્યાની શરૂઆત કરતાં પહેલાં વ્યાખ્યાકારે કરેલ અવતરણિકાનું વિધાન— एते च सर्वेऽपि सर्वगतात्मवादिभिर्द्रव्यादिवादिभिस्तत्त्वेन सदा लोकान्तशिवादिस्थानस्था एवेष्यन्ते “विभुर्नित्यआत्मे” ति वचनाद्, एतदपोहायाह
ભાવાર્થ=આત્મા, સર્વગત (વિભુ-સર્વઆકાશવ્યાપી-સર્વમૂર્તદ્રવ્ય-સંયોગી) છે. એમ બોલનારા
દ્રવ્ય, જગુણ, ષકર્મ, સામાન્ય, વિશેષ, સમવાયરૂપ છ (૬) પદાર્થો છે એમ બોલવાના સ્વભાવવાળા વૈશેષિક (લૂક) લોકો, સર્વજ્ઞ-સર્વદર્શી આત્માઓને, સદા લોકાંત (લોકના અગ્ર-ભાગરૂપ) અને શિવાદિ સ્થાનમાં રહેનાર માને છે. એ વૈશેષિક્લોકોનું વચન છે કે આત્મા, નિત્ય છે. વિભુ (સર્વગત, સર્વમૂર્તદ્રવ્યસંયોગી) છે.
१ एकस्मिन् समये ज्ञानं दर्शनं चापरक्षणे । सर्वज्ञस्योपयोगौ द्वौ समयान्तरितौ सदा ॥ ९७४ ॥
" नाणंमि दंसणंमि य, एतो एक्कतरयंमि उवउत्ता । सव्वस्स केवलिस्सवि जुगवं दो नत्थि उपयोगा ॥ ९७६ ॥ (सा. २१० ) इदं सैद्धान्तिकमतम् ।
અર્થ=સર્વપર્યાય અને સર્વદ્રવ્યને જાણવાવાળા સર્વજ્ઞને પણ જ્ઞાન અને દર્શનનો ઉપયોગ અનુક્રમે જ હોય છે. પ્રથમ સમયે જ્ઞાન, અને બીજે સમયે દર્શન, એ પ્રમાણે સર્વજ્ઞને સદાકાળ એકૈક સમયને આંતરે બંને ઉપયોગ હોય છે. કહ્યું છે કે ‘જ્ઞાનને વિષે અને દર્શનને વિષે એ બંનેમાંથી કોઇપણ એને વિષે જીવો ઉપયોગવાળા હોય છે. કારણ કે; સર્વજીવોને અને કેવલીને પણ સમકાળે બે ઉપયોગ હોતા નથી આવી સૈદ્ધાંતિકમતની વિવક્ષાથી.
२ 'जीवस्तु प्रतिशरीरं भिन्नो विभुर्नित्यश्चे 'ति तर्कसङ्ग्रहे ।
‘નવાત્મવિશાં સર્વાતત્યં પરમં મહત્' રદ્દ॥ હારિવહાવત્યાં ॥
૩ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા, મન એમ નવ ૯ દ્રવ્યો છે.
૪ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરૂત્વ, દ્વવત્વ, સ્નેહ,
શબ્દ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર એમ (૨૪) ગુણો છે.
૫ ઉત્સેપણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ, ગમન એમ પાંચ (૫) કર્યો છે.
૬ પર (સત્તા) અપર (દ્રવ્યાત્વદિ) રૂપે બે પ્રકારે સામાન્ય છે.
૭ નિત્ય દ્રવ્યમાં રહેનાર, અત્યંતવ્યાવૃત્તિરૂપ જ્ઞાનનું કારણ છે.
૮ નિત્ય સંબંધરૂપ સમવાય છે. અવયવ અને અવયવનો, ગુણ અને ગુણીનો, ક્રિયા અને ક્રિયાવાનનો, જાતિ અને વ્યક્તિનો, વિશેષ અને નિત્ય દ્રવ્યનો સંબંધ સમવાય' કહેવાય છે.
ગુજરાતી અનુવાદક
તકરસૂરિ મ.સા.
આ