________________
લલિત-વિતરા
હરાજી Rભાર ચરિત
(૨૪૧) કેટલાક મીમાંસકોનું વચન છે કે “અમારી બુદ્ધિ - જ્ઞાન, અપ્રત્યક્ષ - અતીન્દ્રિય - પરોક્ષ છે અને અર્થ પ્રત્યક્ષ છે'
આવું પ્રતિપાદન કરનાર મીમાંસકવિશેષરૂપ કુમારિલભટ્ટના મતનું ખંડન કરવા સારૂ કહે છે કે
"बुद्धेभ्यः बोधकेम्यः" अज्ञाननिद्राप्रसुप्ते जगत्यपरोपदेशेन जीवाजीवादिरूपं तत्त्वं बुद्धवन्तो बुद्धाः, स्वसंविदितेन ज्ञानेन, अन्यथा बोधायोगात् ।
ભાવાર્થ-જાણનાર અને અન્યને જણાવનાર એવા અરિહંત ભગવંતને નમસ્કાર હો !' અર્થાત્ અરિહંત પરમાત્મા અજ્ઞાન (મિથ્યાત્વસહિતજ્ઞાન) રૂપ-મોહનિદ્રારૂપભાવનિદ્રામાં સુતેલા જગ-વિશ્વમાં, બીજાના ઉપદેશ સિવાય (સ્વય) સ્વસંવિદિત (સ્વપ્રકાશક-જ્ઞાનવિષયકજ્ઞાનરૂપ) જ્ઞાનદ્વારા જીવઅજીવઆદિતત્ત્વને જાણનારા હોઈ “બુદ્ધ કહેવાય છે.
–સ્વપપ્રકાશકશાનની ચર્ચા
જેમ દીવો, પોતે પોતાને તથા બીજા ઘટાદિપદાર્થોને પ્રકાશિત કરે છે. તેમ જ્ઞાન, પોતે પોતાને (જ્ઞાનને સ્વસ્વરૂપને) તથા પરપદાર્થોને જાણે છે. તથાચ સ્વસંવિદિત (સ્વપ્રકાશક-જ્ઞાનવિષયકજ્ઞાનરૂપ) જ્ઞાન હોય છતેજ જીવઅજીવઆદિતત્ત્વવિષયક જ્ઞાનની સત્તા છે. સ્વસંવિદિત (સ્વપ્રકાશક) જ્ઞાનનો અભાવ હોય છતે જીવઅજીવઆદિતત્ત્વવિષયક બોધરૂપ જ્ઞાનનો અભાવ છે. આવા અન્વયવ્યતિરેકરૂપ સહચારજ્ઞાનથી એ સિદ્ધ થાય છે કે, સ્વસંવિદિત (પ્રકાશક) જ્ઞાન કારણ છે જ્યારે જીવઅજીવઆદિતત્ત્વવિષયકબોઘરૂપજ્ઞાન કાર્ય છે. જો જ્ઞાનને સ્વસંવિદિત (સ્વપ્રકાશક) ન માનો તો, પોતાનું જ્ઞાન કરવા માટે બીજા જ્ઞાનની અપેક્ષા, બીજા જ્ઞાનને જાણવા ત્રીજા જ્ઞાનની આવશ્યકતા થવાથી અનવસ્થા દોષ આવી પડે !
ચાલુ ચર્ચાનું કરાતું વિશેષતઃ વિશ્લેષણनास्वसंविदिताया बुद्धेरवगमे कश्चिदुपायः, अनुमानादिबुद्धेरविषयत्वात्,
ભાવાર્થ-(શંકા) બુદ્ધિના સંવેદનમાં જ્ઞાનવિષયક જ્ઞાનના પ્રત્યે બીજી બુદ્ધિ-બીજું જ્ઞાન કારણ માની, પ્રકૃતસિદ્ધિ-જીવઅજીવ-આદિતત્ત્વવિષયકબોધની સિદ્ધિ માનીએ તો કાર્યનિર્વાહ થઈ જાય છે તો જ્ઞાનને સ્વસંવિદિત માનવાની શી જરૂર છે ?
સમાધાન જે જ્ઞાન સ્વસંવિદિત (સ્વપ્રકાશક) નથી તે અસ્વસંવિદિત બુદ્ધિ સમજવી. કેવલ પઅકાશક
.१ 'अप्रमाणिकानन्तपदार्थपरिकल्पनाया विश्रान्त्यभावोऽनवस्था'
અર્થ-જ્યાં ઉત્તરોત્તર-એક પછી એક નવી નવી જૂઠી કલ્પનાઓ કરવી પડે અને કલ્પનાઓનો પૂર્ણવિરામ કદી ન થાય એવા દોષને ‘અનવસ્થા” દોષ કહે છે.
ફાટક
ગજરાતી અનુવાદક - આ ભદકરસૂરિ મા