________________
ક
લિત-વિખરા આ હરિભકાર રચિત
૬ ૨૪૩) દોષ નથી પરંતુ જ્ઞાનરૂપ વ્યક્તિના અગ્રહણમાં જ્ઞાન સામાન્યનું ગ્રહણ પણ ચિંત્ય-અસંભવિત બને છે. જેમ કે; વૃક્ષ આદિ વ્યક્તિના અભાવમાં વૃક્ષ આદિ સામાન્યનો અભાવ છે. તથા વૃક્ષ આદિ વ્યક્તિના અગ્રહણમાં વૃક્ષ આદિ સામાન્યનું અગ્રહણ છે.
–અથ ભાટ્ટસિદ્ધાન્ત
પદાર્થના પ્રાકટ્યથી (જ્ઞાતતા-અર્થપ્રત્યક્ષતાથી) જ્ઞાનનું સંવેદન હું જ્ઞાનને જાણું છું એવું જ્ઞાન) થાય છે. અર્થાત્ ઘટનું જ્ઞાન થયા પછી (અર્થવિષયક પ્રત્યક્ષજ્ઞાન થયા પછી) ઘટનું (અર્થનું) પ્રાકટ્ય (અર્થપ્રત્યક્ષતાજ્ઞાતતા) પેદા થાય છે. આ ઘટનું પ્રાકટ્ય, ઘટના જ્ઞાન પહેલાં ઉત્પન્ન થયેલું નથી હોતું, ઘટના જ્ઞાન થયા પછી પેદા થયેલું હોય છે. અતએવ આ ઘટપ્રાકટ્ય, ઘટજ્ઞાનથી પેદા થાય છે. આ ઘટ (અર્થ)ના પ્રાકટ્યથી જ્ઞાનનું સ્વસંવેદન (જ્ઞાનવિષયકજ્ઞાન) થાય છે. અર્થપ્રાકટ્યરૂપ કાર્યને જોઈ અર્થજ્ઞાનરૂપ કારણનું જ્ઞાન-અનુમાન થાય છે. જેમ ઘૂમરૂપ કાર્ય જોઈ અગ્નિનું જ્ઞાન-અનુમાન થાય છે તેમ અર્થપાકટ્યરૂપ કાર્યથી અર્થજ્ઞાનરૂપ કારણનું જ્ઞાન થાય છે. અથવા “દેવદત્ત, ઋષ્ટપુષ્ટ છે અને તે દિવસમાં ખાતો નથી” આવા વાક્યમાં પુષ્ટત્વની અન્યથા અનુપપત્તિથી જેમ રાત્રિભોજનનું જ્ઞાન-અનુમાન થાય છે તેમ અહી ઘટજ્ઞાન સિવાય ઘટપ્રાકટ્યનુ ઉપલબ્ધિ-પ્રાપ્તિ નથી થતી એટલે ઘટપ્રાકટ્યની અન્યથા અનુપપત્તિથી ઘટજ્ઞાનનું જ્ઞાન મનાય છે-જણાય છે-કલ્પાય છે. સાધ્યની સાથે અવિનાભાવ સંબંધવાળા (સાધ્યનિરૂપિતવ્યાતિવિશિષ્ટ) અને નિશ્ચિત (અસંદિગ્ધ) લિંગ-હેતુ-સાધન દ્વારા, જે જ્ઞાન, સાધ્યનો નિર્ણય કરે તે જ્ઞાન “અનુમાન” કહેવાય છે.
તથાચ “પ્રત્યક્ષાદિબુદ્ધિ ગૃહ્યતે, અર્થપ્રત્યક્ષતાવાત,” (આ અનુમાન પ્રયોગમાં જ્ઞાનવિષયત્વ, સાધ્ય છે અને અર્થપ્રત્યક્ષતા હેતુ છે).
અર્થાતુ પ્રત્યક્ષઆદિબુદ્ધિવિષયક ગ્રહણ (જ્ઞાન)રૂપ સાધ્યના પ્રત્યે અર્થપ્રત્યક્ષતા, હેતુ છે. અર્થપ્રત્યક્ષતારૂપ હેતુથી પ્રત્યક્ષઆદિબુદ્ધિવિષયક ગ્રહણ (જ્ઞાન) સિદ્ધત્સાબિત કરાય છે. અથવા પ્રત્યક્ષઆદિ બુદ્ધિમાં જ્ઞાનવિષયવરૂપ સાધ્ય, અર્થપ્રત્યક્ષતારૂપ હેતુથી સધાય છે.
પરંતુ વ્યાખ્યાનકાર, ઉપરોક્ત ભાસિદ્ધાંતને પડકારે છે કે “અર્થપ્રત્યક્ષતારૂપ લિંગ હેતુ વાસ્તવિક પોતાના સ્વરૂપવાળો-નિશ્ચિત નથી' તથાહિ
नार्थप्रत्यक्षता लिङ्गं, यत्प्रत्यक्षपरिच्छेद्योऽर्थ एवार्थप्रत्यक्षता, प्रत्यक्षकर्मरूपतामापनेऽर्थ एव, न चायमस्म विशिष्टावस्था विशेषणाप्रतीतौ प्रतीयत इति परिभावनीयम् ॥
ભાવાર્થ–બીજા બધા લિંગો-હેતુઓનો અસંભવ હોઈ વાદીએ લિંગાણાએ કલ્પલ-રજૂ કરેલ (જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવનાર છે.) અર્થપ્રત્યક્ષતા (જ્ઞાતતા) રૂપ લિંગ, બુદ્ધિગ્રાહક અનુમાન (બુદ્ધિવિષયકજ્ઞાનસાધ્યકાનુમાન)નું નિશ્ચાયક-સાધક નથી. કારણ કે, પ્રત્યક્ષજ્ઞાનયભૂત અર્થ જ અર્થપ્રત્યક્ષતા છે. (અર્થવિષયકપ્રત્યક્ષજ્ઞાન પણ નહીં) અર્થાત્ “અર્થ પ્રત્યક્ષીકરોતિ આવી પ્રતીતિથી સિદ્ધ, ઈન્દ્રિયજ્ઞાનરૂપપ્રત્યક્ષની
ગુજરાતી અનુવાદ છે, ભાકરસૂરિ મ. સા.