________________
લલિત-વિજ
અને
GRભાવ
(૨૪૯) ભાવાર્થ - જિનજાપક ભાવથી, તીર્ણતારક ભાવથી, બુદ્ધબોધકપણાએ, તથા મુક્તમોચક ભાવથી સ્વપરહિત (કલ્યાણ લાભ-ગુણ) ની સિદ્ધિ (પરિપૂર્ણતા-જય-ફત્તેહ-પ્રકર્ષ) થવાથી “જિણાણંથી મુત્તાણું મોયગાણ સુધીની જ (૪) ચાર પદવાળી સંપદાને “સ્વતુલ્યપરફલકર્તુત્વ' સંપદા કહે છે, કારણ કે; આ (૪) ચારપદોમાં અરિહંતોનું પોતાનું જેવું સ્વરૂપ છે, તેવું સ્વરૂપ-ફળ, અન્ય-યોગ્ય ભવ્યજીવોને અરિહંત ભગવંતો આપે છે. (કરે છે) આ સંપદાનું નિજ સમફલદ' એવું બીજું નામ પણ છે.
-અથ ત્રણ પદોવડે અનુક્રમે ભગવાનના પ્રધાન ગુણ, અક્ષયસ્થિતિ અને ઉત્કૃષ્ટ ફલને બતાવનાર પ્રધાનગુણાપરીક્ષય-પ્રધાન ફલાવાત્મભય અથવા “મોક્ષ' નામની (૯) નવમી સંપદાનું વિવેચેન કરતાં પહેલાં, પ્રથમપદની વ્યાખ્યા કરતાં પહેલાં તેની અવતરણિકાનો રજૂ કરાતો અવતાર
___ एतेऽपि बुद्धियोगज्ञानवादिमिः कापिलैरसर्वज्ञा असर्वदर्शिनश्चेष्यन्ते, "बुद्धयध्यवसितमर्थं पुरुषश्चेतयते” इति वचनाद्, एतनिराकरणायाह
ભાવાર્થ–બુદ્ધિ (મહત્તત્ત્વ જેનું નામ છે એવી બુદ્ધિ)નો યોગ સંબંધ થયે છતે, આત્મામાં જ્ઞાન પેદા થાય છે. અર્થાત્ બુદ્ધિના સંબંધથી પેદા થતું જ્ઞાન છે, આમ બોલવના સ્વભાવવાળા કપિલના અનુયાયીઓ આ અરિહંત ભગવંતોને” અસર્વજ્ઞ અને અસર્વદર્શીમાને છે. કારણકે;
–અથ સાંખ્યપ્રક્રિયા
(૧) પરસ્પર ઉપકાર કરનાર સત્ત્વ, સજ, તમન્સ આ ત્રણ ગુણોની જે સરખી અવસ્થા તે પ્રકૃતિ કહેવાય છે.
ગ સત્ત્વગુણ જેનું લક્ષણ સુખ છે. એનાથી પ્રસાદપ્રસન્નતા થાય છે. એના ચિહ્નો પ્રસાદ, બુદ્ધિપાટવ, અલઘુતા-ગૌરવ, અષ-પ્રીતિ છે.
a રજોગુણ જેનું લક્ષણ દુઃખ છે. એનાથી તાપ થાય છે. તાપ, શોષ, ભેદ, ચિત્તની ચંચલતા જડતા, ઉદ્વેગ એ એનાં ચિહ્નો કે કાર્યો છે. | # તમોગુણ જેનું સ્વરૂપ મોહ છે. આનાથી દીનતા થાય છે. દૈન્ય, મોહ, મરણ, લઘુતા, અજ્ઞાન વિગેરે તમોગુણના ચિહનો કે કાર્યો છે. ' અર્થાત આવી ત્રણેય ગુણો સુપ્રમાણથી જેમાં રહેલાં હોય તેવી અવસ્થા પ્રકૃતિ' કહેવાય છે. પ્રધાન, અવ્યક્ત પણ નામ જેનાં છે.
(૨) આ પ્રકૃતિથી બુદ્ધિ પેદા થાય છે જેનું બીજું નામ મહત્વ છે. જેમકે, આ ગાય છે. ઘોડો નથી. અથવા આ ઠુંઠું છે. પુરૂષ નથી. આવા નિશ્ચયરૂપ જ્ઞાનને “બુદ્ધિ ' કહે છે. બુદ્ધિના, ધર્મ, જ્ઞાન,
૧ સાંખ્યદર્શનના આદ્યપ્રણેતા કપિલ” પરમર્ષિ કહેવાય છે.
આ સાલી અને
કાકા અને
કે
કટકા