________________
છે
.
કારણ
લલિત-વિખરા - આ રિભદ્રસૂરિ રચિત
{ ૨૫૬) છે. (સ્થાપનીય નથી) તે પ્રમાણે જીવની સાથે વિજ્ઞાન અનાદિકાળથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ રહેલ છે. તેમજ જેમ ચંદ્રમાની ઉપર વાદળી-વાદળાં આવવાથી ચંદ્રમાનો શુદ્ધ સ્વરૂપ પ્રકાશરૂપ ઘર્મ, જેમ આચ્છાદિત થાય છે તેવી રીતે આત્માના શુદ્ધ સ્વરૂપ કેવલજ્ઞાનરૂપ ધર્મને, વાદળાં જેવા જ્ઞાનાવરણીયાદિ આવરણો દાબી દે છે. આત્માનું શુદ્ધસ્વરૂપ સચિદાનંદરૂપ અનાદિકાળથી આત્મામાં રહેલું છે-સ્થિત છે (સ્થાપનીય નથી) તે ઉપરનું આવરણ ખસી જતાં તે જ બહાર આવે છે. બાકી આત્મામાં જે ન હોય તે કદાપિ બહારપ્રાદુર્ભત થાય જ નહીં આથી એ જણાવ્યું કે કેવલજ્ઞાનશ્રી આત્મામાં જ છે તે જ આવરણ ઊડી કે ખસી જતાં બહાર આવે છે.
તથાચ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયરૂપ ઘાતિકર્મરૂપી વાદળાંને ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા આત્મા શ્રેણી પૂરી થતાં વિખેરી નાંખે છે કે દૂર કરે છે એટલે શ્રીમાન આ આત્મા. આત્મિક પુરૂષાર્થના યોગથી જ્ઞાનકેવલી-સર્વજ્ઞ-સર્વદર્શી બને છે.
શંકા પુરૂષને પદાર્થવિષયકજ્ઞાનમાં પ્રકૃતિજન્યબુદ્ધિ, કારણઅસાધારણકારણ છે. અને મુક્ત અવસ્થામાં પ્રકૃતિનો ધ્વંસ કે વિયોગ થયેલ હોઈ બુદ્ધિરૂપ કરણનો અભાવ છે. અતએવ (કારણના અભાવમાં કાર્યનો અભાવ થતો હોઈ) મુક્તોમાં સર્વપદાર્થવિષયક વિશેષાવબોધરૂપ કેવલજ્ઞાનનો-સર્વપદાર્થ (દ્રવ્યપર્યાયરૂપ) વિષયક સામાન્યવબોધરૂપ કેવલદર્શનનો સંભવ કેવી રીતે ? કરણ વગર કર્તા, કરણસાધ્યફલનો સાધક કેવી રીતે થાય ?
ઉપરોક્ત શંકાનું સમાધાન કરતા વ્યાખ્યાકાર કહે છે કે, न करणाभावे कर्ता तत्फलसाधक 'इत्यनैकान्तिकं, परिनिष्ठतप्लवकस्य तरण्डकाभावे प्लवनसन्दर्शनादिति,
ભાવાર્થ (સમાધાન)=છાઘસ્થિક (લાયોપથમિક) જ્ઞાનના પ્રત્યે સ્પર્શનઆદિકરણો હોય તે બરોબર છે. અર્થાત્ સ્પર્શન આદિકરણજન્ય છાઘસ્થિમજ્ઞાન છે. જ્યારે સ્વભાવ (કેવલજ્ઞાયિક) જ્ઞાનના પ્રત્યે સ્વની જ કરણતા છે. અર્થાત્ સ્વ (આત્મ) રૂપ કરણજન્ય સ્વભાવજ્ઞાન છે. અહીં સ્વને છોડી પર સ્પર્શનઆદિ કરણથી આવી વસ્તુસ્થિતિ હોવાથી કહેવાય છે; કે આ કંઈ એકાંતે નિયમ નથી કે; “કરણના અભાવમાં ક, કરણસાધ્યફલને સાધનાર ન બની શકે કારણ કે; સુનિપુણ નિર્ધામક (તરણકલાપારંગત-તરણકલાની પરાકાષ્ઠાને પામેલ ખલાસી-સુકાની-ખારવો) નૌકા (નાવ, હોડી) વગર, સાગર આદિને તરી જાય છે
૧ પર્વ જ્ઞાનાત્મનોર, રથા સર્પ માત્માનમત્મિના વેષ્ટયતીત્રા મેરે રૃરમાવસ્તથSત્રપ-સાપ, પોતે, પોતાને પોતાનાથી વીર છે. અહીં કર્તા અને કરણનો અભેદ હોવાથી પણ કર્તૃકરણભાવ ઘટે છે. તેમ આત્મા અને જ્ઞાન અભિન હોવાથી પણ, કર્યા અને કરણભાવમાં કોઈ બાધા નથી આવતી. જેમ વૃક્ષથી વૃક્ષ સ્વરૂપ ભિન્ન નથી તેમ આત્માનું ચૈતન્યસ્વરૂપ જ્ઞાન ભિન્ન નથી એ સ્વતઃ સિદ્ધ છે. વળી છઘસ્થિક-ક્ષાયોપથમિક જ્ઞાનના પ્રત્યે સ્પર્શનઆદિ કરણ છે. અને સ્વભાવજ્ઞાનમાંક્ષાયિકજ્ઞાનમાં સ્વની જ કરણતા છે. પોતે જ કરણરૂપ છે.
ગજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મ આ જાણકારી