________________
વિત વિસ્તરા - આ ભવસારિ રચિત
૨૫૫ અહીં દ્રવ્યાર્થિકનયની ગૌણતાથી અને પર્યાયાર્થિકનયની પ્રધાનતાથી “ભેદ સમજવો. દ્રવ્ય અને ગુણ (પર્યાય) ના અભેદનું નિરૂપણ=“: '=હું આધાર છું જેઓનો તે મારા “ગુણો' કહેવાય છે. અર્થાત્ મારા ગુણો મારા આધારે રહેનાર છે.
(अहमित्यात्मद्रव्यनिष्ठाधिकरणतानिरूपकाधेयताविशिष्टा गुणाः अथवा गुणनिष्ठाधेयतानिरूपिताधिकरणतावदात्मद्रव्यमहमिति
શાજવી :)
તથાચ પર્યાયાર્થિકનયની ગૌણતાપૂર્વક દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાએ કરી દ્રવ્યની સાથે-આધારની સાથે એકાપારવૃત્તિત્વરૂપથી સકલધર્મોની અભેદ સ્થિતિ છે.
એવંચ જેઓનો હું સાધ્ય (આધાર-પ્રયોજન-લક્ષ્ય-ઉપયોગ) છું. તે મારા ગુણો છે. (અથવા મારા અર્થરૂપસ્વઉપયોગ-કાર્યરૂપ-સમૃદ્ધિરૂપ-રમણતાસ્થાનરૂપ ગુણો છે.) કેમકે; ગુણોમાં વૃત્તિ (વર્તન-વર્તવું-રમણતા) થી જાદી કોઈ, ઐકાન્તિક મારી પણ પ્રવૃત્તિ (વ્યવસાય-વ્યાપાર) નથી. અર્થાત્ હું પણ ગુણોમાં રહું છું-મારી વૃત્તિરૂપ પ્રવૃત્તિ ગુણોમાં જ છે. (શ્રી ભગવાન કહે છે કે, હું અને મારા ગુણો-અમે બંને ભિન્ન નથી, હું એટલે ગુણો અને ગુણો એટલે હું એમ અમે અભિન્ન છીએ કેમ કે; જેમ મારામાં ગુણો છે તેમ હું ગુણોમાં રમું છું. અમારામાં ભેદ નથી. અમે બંને અભિન્નરૂપે છીએ. મારી સાચી સનાતન સમૃદ્ધિ-મારું અતિ રમણીય ક્રીડાનું સ્થાન ગુણો છે. હું ગુણો સિવાય ક્યાંય જતો નથી, રહેતો નથી, રમતો નથી. મારું રહેવાનું ભવ્યભવન કહો કે મારું રમવાનું રમ્ય ઉપવન કહો કે મારું સ્થિરતાનું સ્થાન કહો કે મારી સનાતન વિશ્રામભૂમિ કહો તો આ મારા ગુણો જ છે.)
દ્રવ્યથી કથંચિભિન્ન-કથંચિઅભિન્ન સ્વરૂપવાળા ગુણો હોય છે. આવા નિરૂપણથી ગુણોમાં-જ્ઞાનાદિગુણોમાં આત્મદ્રવ્ય સ્વભાવતાની સિદ્ધિ સમજવી.
કહ્યું છે કે જેમ ચંદ્રમા, અનાદિકાળથી નિર્મળ અને શુદ્ધ છે, તેવી રીતે આ જીવ પણ અનાદિકાળથી પોતાના શુદ્ધ સ્વભાવને લઈ ચંદ્રની માફક પ્રકૃત્યા-સ્વાભાવિક નિર્મળ અને (તત્ત્વ) ભાવશુદ્ધિથી શુદ્ધ રહેલ છે (સ્થાપનીય નથી) તેમ જ ચંદ્રમાની જેમ ચંદ્રિકા-જ્યોન્ના (ચાંદની) સ્વભાવસિદ્ધ અનાદિકાળથી સ્થિત
१ 'य एव चाधारोऽर्थो द्रव्याख्योऽस्तित्वस्य स एवान्यपर्यायाणामित्यर्थेनाभेदवृत्तिः'
જેમ અસ્તિત્વનો આધાર દ્રવ્ય છે તેમ તમામ ધર્મોનો આધાર પણ એ જ છે. આથી જ-આધારની અપેક્ષાએ અસ્તિત્વ આદિ ધર્મ અભિન્ન છે તેમ અહીં પણ આધારથી દ્રવ્યથી ગુણો અભિન્ન છે.
'कालष्टांतर्गतार्थेन, धर्मधर्मिणोरभेदस्य प्राधान्यमङ्गीक्रियते तदा तेनाऽर्थेन समस्तधर्माणांतादात्म्येनावस्थितत्वात, य एव च घटद्रव्यरूपोऽर्थोऽस्तित्वस्याधारः स एवान्यधर्माणामप्याधारः इत्येकाधारवृत्तित्वमर्थेनाभेदवृत्तिः'
જે ઘટરૂપ દ્રવ્યપદાર્થ, અસ્તિત્વધર્મનો આધાર છે તે ઘટદ્રવ્ય, અન્ય ધર્મોનો પણ આધાર છે. આવી રીતે એક આધારવૃત્તિતારૂપથી અર્થની સાથે સકલધર્મોની અભેદથી વૃત્તિ છે.
રાતી અનુવાદક -
કરરિ મ. સા.