________________
૨૫૯)
છે અને (ગણરૂપથી) વિશેષ છે. એટલે કેવલજ્ઞાનનો વિષય, સામાન્ય અને વિશેષ એમ બંને હોવાથી વિશેષસામાન્યોભયરૂપ સર્વઅર્થ વિષયવિષયકતા કેવલજ્ઞાનમાં છે. અને કેવલદર્શનનો વિષય, સામાન્ય અને વિશેષ એમ બંને હોવાથી સામાન્યવિશેષઉભયરૂપ સર્વઅર્થવિષયવિષયકતા, કેવલદર્શનમાં છે. તથાચ બંને સ્વતંત્ર રીતે, ઉભયરૂપ-સામાન્ય વિશેષ અવગાહી હોવાથી કેવલજ્ઞાનકેવલદર્શનોભયરૂપ જ્ઞાનાંતર માનવાની જરૂર નથી. એકલું કેવલજ્ઞાન, વિશેષસામાન્યઉભયઅવગાહી છે. અને એકલું કેવલદર્શન, વિશેષસામાન્યઉભયઅવગાહી છે.
–પારિભાષિક સામાન્ય-વિશેષની વ્યાખ્યા
જ્યારે સામાન્ય-વિશેષમાં ભેદ નથી તો સામાન્ય વિશેષ એવા સંજ્ઞાશબ્દભેદમાં શો ગર્ભિતાર્થ છે? આવી સ્વાભાવિક શંકા પેદા થાય જ. તેનો ખુલાસો કરે છે કે પદાર્થોને જ સામાન્ય અને વિશેષ તરીકે પરિભાષિત કરવામાં આવેલ છે. તથાપિ-એના એ જ પદાર્થો સમત્વેને (સમત્વધર્મવચ્છેદન) વિષમત્વેન (વિષમત્વધવચ્છેદન) સામાન્યધર્માવચ્છિન્ન વિષમતાધવચ્છિન્ન પદાર્થો, જ્યારે સંપ્રજ્ઞાન-અવબોધ-ઉપયોગના વિષયભૂત થાય છે ત્યારે-બોધરૂપ ઉપયોગ વિષયભૂત-સામાન્યધર્મવિશિષ્ટ પદાર્થો, સામાન્ય શબ્દથી વાચ્ય બને છે. અને બોધરૂપ ઉપયોગ વિષયભૂત-વિષમતાધર્મવિશિષ્ટ પદાર્થો, વિશેષશબ્દથી વાચ્ય બને છે. અતએ એના એ જ પદાર્થો, જણાય છે, તેના તે જ પદાર્થો દેખાય છે. વાસ્તે ઠીક જ કહ્યું છે કે, કેવલજ્ઞાન અને કેવલદર્શન, બંને સ્વતંત્ર રીતે સામાન્ય વિશેષરૂપસર્વપદાર્થવિષયવિષયક છે.
ફરીથી આ વિષય ઉપર વાદી દ્વારા ઊઠાવાતી શંકા
आह-एवमपि ज्ञानेन विषमताधर्मविशिष्टा एव गम्यन्ते, नतु समताधर्मविशिष्टा अपि, तथा दर्शनेन च समताधर्मविशिष्टा एव गम्यन्ते, न विषमताधर्मविशिष्टा अपि, ततश्च ज्ञानेन समताख्यधांग्रहणादर्शनेन विषमताख्यधर्माग्रहणाद् धर्माणामपि चार्थत्वादयुक्तमेव तयोः सर्वार्थविषयत्वमिति,
ભાવાર્થ= (પૂર્વપક્ષ:) ભલે પદાર્થોને સામાન્ય વિશેષ તરીકે માનો, તો પણ શાનદ્વારા વિશેષ ધર્મવિશિષ્ટ પદાર્થોનું જ ગ્રહણ કરાય છે. (જણાય છે.) સામાન્ય ઘર્મવિશિષ્ટ પદાર્થોનું ગ્રહણ કરાતું નથી. તેમજ દર્શનદ્વારા સામાન્ય ઘર્મવિશિષ્ટ પદાર્થોનું ગ્રહણ થાય છે. વિશેષ ધર્મવિશિષ્ટ-પદાર્થોનું ગ્રહણ થતું નથી.
તથાચ જ્ઞાનનો વિષય, સામાન્ય નામનો ધર્મ થતો નથી અને દર્શનનો વિષય, વિશેષ નામનો ઘર્મ થતો નથી. અતએવ કેવલજ્ઞાન, વિશેષધર્મવિશિષ્ટ પદાર્થોને વિષય કરે છે. પરંતુ સામાન્ય નામના ઘર્મને કે સામાન્ય વિશિષ્ટ પદાર્થને) વિષય તરીકે ગ્રહણ કરતું નહીં હોવાથી સર્વ અર્થ વિષયવિષયક કેવી રીતે? તથા કેવલદર્શન સામાન્યધર્મવિશિષ્ટ-પદાર્થોને દેખે છે. પરંતુ વિશેષ નામના ઘર્મને (ક વિશેષવિશિષ્ટ પદાર્થોને) વિષય તરીકે ગ્રહણ કરતું નહીં હોવાથી સર્વ-અર્થ-વિષયવિષયક કેવી રીતે ?
- વળી ધર્મો પણ અર્થ-વિષય છે. અતએવ કેવલજ્ઞાનમાં સામાન્યધર્મરૂપ વિષયનો અને કેવલદર્શનમાં વિશેષધર્મરૂપ વિષયનો ગ્રહણરૂપે અભાવ હોઈ કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સર્વ-અર્થરૂપ-વિષયવિષયકતા, અયુક્ત-ગેરવ્યાજબી છે.
આ
ગુજરાતી અનુવાદક. ભદ્રકપ્રસાર