________________
આ રિભદ્રસુરિ રચિત
૨૫૨
ઉપરોક્ત સાંખ્યમતનું નિરાકરણ કરવા સારૂ કહે છે કે;
“सर्वज्ञेभ्यः' सर्वदर्शिभ्यः " सर्वजानन्तीति सर्वज्ञाः सर्व्वं पश्यन्तीति सर्वदर्शिनः, तत्स्वभावत्वे सति निरावरणत्वात्, ભાવાર્થ=‘સર્વજ્ઞ, સર્વદર્શી અરિહંત ભગવંતોને નમસ્કાર હો''
સર્વજ્ઞપદનો અર્થ દ્રવ્યથી રૂપી અને અરૂપી સર્વદ્રવ્યને જાણે, ક્ષેત્રથી સર્વક્ષેત્રને, કાળથી સર્વકાળને, અને ભાવથી પ્રત્યેકદ્રવ્યના ભૂત-ભાવિ-વર્તમાન સર્વ અનંતપર્યાયોને સમ્યક્ પ્રકારે જાણે તે ‘સર્વજ્ઞ'.
લલિત વિસ્તરા
સર્વદર્શીપદનો અર્થ= દ્રવ્યથી રૂપી અને અરૂપી સર્વદ્રવ્યને દેખે, ક્ષેત્રથી સર્વક્ષેત્રને, કાળથી સર્વકાળને, અને ભાવથી પ્રત્યેક દ્રવ્યના ભૂત-ભાવિ-વર્તમાન સર્વ અનંત પર્યાયોને સમ્યક્ત્રકારે દેખે તે ‘સર્વદર્શી.’ સર્વજ્ઞત્વ સર્વદર્શિત્વ સિદ્ધિ–
અરિહંતભગવંતો, સર્વજ્ઞ-સર્વદર્શી છે. (સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વ અહીં સાધ્ય છે.) કેમકે, આત્માનો (કેવલ)જ્ઞાન અને (કૈવલ) દર્શન, એ સ્વભાવ છે અને કેવલજ્ઞાન કેવલદર્શન પ્રતિબંધક (આવાક) આવરણનો ક્ષય છે અર્થાત્ ‘તત્ત્વભાવત્વવિશિષ્ટ નિરાવરણત્વ' અહીં હેતુ સમજવો.
જો (નિરાવરણત્વરૂપ વિશેષ્યદલ છોડી) ‘તત્ત્વભાવત્વ' રૂપ વિશેષણદલને હેતુ તરીકે રાખવામાં આવે તો, સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વરૂપ સાધ્ય જ્યાં નથી એવા છદ્મસ્થ આદિ આત્મામાં, જ્ઞાનદર્શનરૂપ આત્મસ્વભાવ છે અતો વ્યભિચાર નામનો દોષ આવે વાસ્તે ‘નિરાવરણત્વ' રૂપ વિશેષ્યદલનો નિવેશ કરવો અતએવ છદ્મસ્થ આદિમાં તત્ત્વભાવત્વ (આત્મસ્વભાવ જ્ઞાનદર્શન) હોવા છતાં આવરણ (કેવલજ્ઞાનાવરણ-કેવલદર્શનાવરણ) સહિત છે. અર્થાત્ છદ્મસ્થ જ્ઞાનદર્શન રૂપ આત્મસ્વભાવ, સાવરણ છે, માટે છદ્મસ્થ આત્માઓ, સર્વશ સર્વદર્શી કહેવાય નહીં.
જો (તસ્વભાવત્વરૂપ વિશેષણ દલ છોડી) ‘નિરાવરણત્વ' રૂપ વિશેષ્યદલને હેતુ તરીકે રાખવામાં આવે તો, જ્યાં સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વરૂપ સાધ્ય નથી તેવા ધર્માસ્તિકાય વગેરેમાં આવરણરહિતપણું છે માટે વ્યભિચા૨ નામક દોષ આવે અતએવ ‘તત્ત્વભાવત્વ' રૂપ વિશેષણદલની અતિ અગત્ય કારણ કે, (વલ) જ્ઞાન (વલ) દર્શનરૂપ સ્વભાવ, આત્માનો જ છે. ધર્માસ્તિકાય આદિનો છે જ નહીં. એટલે વ્યભિચાર નામનો દોષ નહીં આવે.
પોતે (ચિત્ શક્તિ) પોતાને બુદ્ધિથી અભિન્ન-એક જાણે છે માટે જ પુરૂષમાં ‘હું સુખી છું-દુઃખી છું' એવું જ્ઞાન થાય છે. ચિત્ત્શકિતનું પ્રતિબિંબ પડવાથી આ અચેતન બુદ્ધિ ચેતનની માફક ભાસે છે.
૧ સર્વજ્ઞ સિવાયના-છદ્મસ્થજીવોને પ્રથમ દર્શન ઉત્પન્ન થાય, અને ત્યારબાદ (અન્તર્યુ. બાદ) જ્ઞાન પેદા થાય છે. જ્યારે સર્વજ્ઞોને પ્રથમ સમયે જ્ઞાન અને ત્યારબાદ (બીજે-ચોથે-છઠે ઈત્યાદિ બેકી સમયે) દર્શન પેદા થાય છે. આ હેતુથી (શ્રી ભગવતીજી આદિ સૂત્રમાં પણ) સવનૂળ સવ્વરસીણં' એવો અનુક્રમ છે.
ગુજરાતી અનુવાદક
આ
ત કરસૂરિ મ.સા.