________________
કારક
તુલિત-વિરારા ) હરિભવસર :
૬ ૨૪૭ આવું જ કર્તાનું લક્ષણ છે તે નથી ઘટતું. તથાહિ-બીજાની અપેક્ષા રાખી જે પ્રવૃત્તિ કે નિવૃત્તિ નથી. કરતો પરંતુ પોતાની ઇચ્છાનુસારે સ્વતંત્ર રીતે જે પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરે છે તે જ દરઅસલમાં સ્વતંત્રતાનામક સ્વલક્ષણ વિશિષ્ટ કર્તા છે. બીજાની અપેક્ષા રાખી પરતંત્ર રીતે પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરે છે તે સ્વતંત્રતાનામક સ્વલક્ષણ વિશિષ્ટ કર્તા નથી કહેવાતો અર્થાત્ અકર્તા કહેવાય છે.
-એકબીજામાં મળી કે ભળી જવારૂપલય, બ્રહ્મભિન્ન મુક્તોમાં ઘટી શકતો નથી એ વિષયનું વિશદીકરણ
नच द्वयोरेकीभावोऽन्यतराभावप्रसङ्गात्, न सत्तायाः सत्तान्तर प्रवेशेऽनुपचयः, उपचये च सैव सेत्ययुक्तं, तदन्तरमासन्नः स इति नीतिः।
ભાવાર્થ–બંનેમાં મુક્ત (જીવ) અને પરમપુરૂષરૂપબ્રહ્મમાં લયરૂપ એકીભાવ (એક થવારૂપલય રૂપમુક્તિ) બરોબર યુક્તિયુક્ત નથી. કારણ કે, બંને એક થવાથી, બંનેમાંથી કોઈ એક સત્તાનો અભાવ છે-તથાતિબંને મટીને એકરૂપ થવાથી બેમાંથી એકના-મુક્ત કે કાંતો પરમપુરૂષના અભાવનો પ્રસંગ (આપત્તિ) આવે ! કારણકે; ત્યાંજ લીનતા-લય કે એકીભાવ ઘટી શકે છે કે; જે બેમાંથી એક બીજાના સ્વરૂપમાં પરિણમી જાય અર્થાત્ બેમાંથી કોઈ એકનું બીજાના સ્વરૂપમાં પરિણમવું (તદ્રુપ બનવું) તે જ લય કહેવાય છે.
જો મુક્ત કે પરમપુરૂષની સત્તાના અભાવનો સ્વીકાર ન કરો તો જે બીજું દૂષણ આવે છે તે બતાવે છે. -તથાહિ- પરમપુરૂષરૂપસત્તામાં મુક્તરૂપ બીજી સત્તાનો પ્રવેશ (એકરૂપ બનવારૂપ પ્રવેશ) થયે છત, પરમપુરૂષરૂપસત્તાનો અનુપચય નથી અર્થાત્ સ્કંધાન્તરમાં પ્રવિષ્ટ સ્કન્ધની માફક અવશ્ય ઉપચય (વૃદ્ધિવધારે-ઉમેરો) છે.
તથાચ વૃદ્ધિરૂપ ઉપચય હોયે છતે પરમપુરૂષની કે મુક્તની સત્તા, પ્રાતની (પૂર્વકાલીન-પહેલાંની) હતી તેની તે જ છે એમ કહેવું અયુક્ત છે. કારણ કે; પરમપુરૂષરૂપતત્સત્તાથી અપેક્ષાથીઅર્થાત્ પૂર્વની સત્તાની અપેક્ષાથી વૃદ્ધિ થયે, તે સત્તા જુદી-બીજી સત્તા છે એમ મનાય છે.
એવંચ વૃદ્ધિ પહેલાની સત્તા-પરમપુરૂષસત્તા, વૃદ્ધિ વગરની હોઈ જુદી જાતની છે. જ્યારે વૃદ્ધિ થયા બાદની પરમપુરૂષસત્તા, વૃદ્ધિવાળી હોઈ તેની તેજ છે એમ કહી શકાય નહિં અર્થાત્ વિલક્ષણસત્તા-સત્તાંતર થાય છે એમ આપત્તિ સમજવી. અહીં આવી નીતિ-ન્યાયમુદ્રા છે એમ જાણવું.
૧ ઈશ્વર, સ્વતંત્ર નથી. જો ઇશ્વર સ્વાધીન થઇ જગતને રચે છે અને તે પરમ દયાલુ છે તો તે સર્વથા સુખસંપદાથી ભરપૂર સૃષ્ટિને નહીં બનાવી સુખદુઃખથી મિશ્ર-વિચિત્ર જગતુને કેમ બનાવે ? જો તેમ કહો કે જીવોના જન્માંતરમાં ભેગા કરેલ શુભ-અશુભ કર્મોથી પ્રેરણાવાળો બનેલો ઇશ્વર જગતુને રચે છે તો ઇશ્વરની સ્વતંત્રતાનો સદંતર - લોપ થઈ જાય છે. જો ઈશ્વર જગતુને રચવામાં જીવોના કર્મોની અપેક્ષા રાખે છે, તો જગતુની વિચિત્ર સૃષ્ટિના કારણમાં કર્મો જ સમર્થ છે. કર્મોને રચનાર ઈશ્વર નહીં હોવાથી ઈશ્વર અસમર્થ છે. કર્મજન્ય જ જગતુની વિચિત્રતાના સ્વીકારમાં બુદ્ધિની સમર્થતા છે.
જરાતી અનુવાદક ભદકરિ મ. સાબાજુ