________________
લલિત-વિસ્તરા - અ.
ભદ્રસૂરિ રચિત
૨૪૬
સમાધાન=જગતને રચવાનું બનાવવાનું સર્જવાનું) કાર્ય કામ અધૂરું હોવાથી આધારસ્વરૂપબ્રહ્મરૂપજગતકર્તામાં અભિન્ન રૂપે રહેનાર તે મુક્તો તમારા મતે કૃતકૃત્ય-નિષ્ઠિતાર્થ થઈ શકતા નથી.
વળી હીન (નારક વિગેરે) મધયમ (મનુષ્ય, તિર્યંચ) ઉત્કૃષ્ટ (દેવઆદિ)રૂપ જગતુ કે સૃષ્ટિનું સર્જન-રચવાનું હોવાથી અપરિમિત ઈચ્છા, દ્વેષ વિગેરે દોષોનો પ્રસંગ-આપત્તિ તમારા મતે બ્રહ્મ કે તદભિન્ન મુક્તોમાં આવે ! કારણ કે; અપરિમિત ઇચ્છાષ આદિ દોષો વગર, જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ સૃષ્ટિરૂપ વિચિત્ર રચના કદી સંભવી શકે જ નહીં. આવી જ સ્થિતિ જ્યારે વિચિત્ર સૃષ્ટિ સર્જવામાં છે ત્યારે સામાન્ય સંસારી-મનુષ્ય કે તિર્યંચ આદિની કક્ષા કરતાં ઘણી હલકી કોટીમાં મુક્તો આવી પરેજને ? હીનાતિહીન જે આની સ્થિતિ છે તો તેઓમાં મક્તત્વની વાત પણ કેમ થાય ? ઇત્યાદિ આ. વિષયની ગંભીર આલોચના કરો ! અર્થાત તમારા મતે પરિમિત ઈચ્છાઢેષ આદિ દોષવાળા બીજા આત્માઓ, સૃષ્ટિ સર્જનમાં સમર્થ નથી. અને સૃષ્ટિકર્તારૂપે બ્રહ્મા કે તદભિન્ન મુક્ત આત્માઓ માનેલ છે. પરંતુ એમ માનવા જતાં બ્રહ્મ કે તદભિન્ન મુક્તોને અપરિમિત ઇચ્છાઢેષ આદિ દોષ સંપન્ન માનવા પડશે અને એમ માનતાં, સામાન્ય સંસારી કરતાં પણ હીન અતિહીન કક્ષાસંપન્ન માનવાનો મહાદોષ આવી પડશે ! ઈત્યાદિ આ વિષયને બુદ્ધિથી ખૂબ ચકાશો એમ વ્યાખ્યાનકાર ભલામણ કરે છે.
શંકા= આ નજરે ચડતી જગતની વિચિત્ર લીલા, કર્મ વિગેરેએ કરેલી છે. એમ માનવા છતાંય તે વિચિત્રસૃષ્ટિના સંચાલક, બ્રહ્મ કે દભિન્ન મુક્તો નિમિત્ત કારણરૂપે છે. એમ કબૂલવામાં શો બાધ આવે ? ઉપાદાનકર્તૃપક્ષમાં ભલે બાધ રહો !
આવી શંકાનું સચોટ સમાધાન કરતા વ્યાખ્યાનકાર કહે છે કેनिमित्तकर्तृत्वाभ्युपगमे तु तत्त्वतोऽकर्तृत्वं, स्वातन्त्र्यासिद्धेः,
ભાવાર્થ=(સમાધાન) ઇચ્છા આદિ દોષ દૂર કરવાના ઇરાદાથી જે વાદીએ કહ્યું કે; “નિમિત્ત કારણરૂપે આ પુરૂષ જગતનો કર્તા છે' આ વિષયનું ખંડન કરે છે કે; નિમિત્ત કારણરૂપે સ્વીકારેલું પુરૂષમાં કર્ણપણું, તે તત્ત્વકોટીથી વિચારીએ તો વાસ્તવમાં અકઝૂંપણું જ છે. કેમકે; નિમિત્તકારણરૂપ કર્તાપુરૂષમાં “સ્વતંત્ર કર્તા
૧ “તત્ર વર્તા' સિ. ૨/૨/૪૩. શિયાસિદ્ધી કરો ઘઃ સ વ ચાતુ=અર્થ-ક્રિયાનો હેતુ છતાં ક્રિયાની સિદ્ધિમાં જે મુખ્યકારક તે “કર્તા' સંજ્ઞાવાળો થાય છે.
यस्या गुणभावेन धातुना व्यापार उच्यते स स्वतन्त्र इति तात्पर्यम् । ‘स्वतन्त्रः कर्ता' (पा. सू. १-४-५४) स्वातन्त्र्यं च धात्वर्थव्यापाराश्रयत्वम्,
वैयाकरणभूषणसारे-सुबर्थनिर्णये । इतरव्यापारानधीनव्यापारवत्त्वं स्वातन्त्र्यम् । 'एवं च स्वेच्छाधीनप्रवृत्तिनिवृत्तिकत्वमपि' इति कलाटीकासहितलघुमंजूषायां सुबर्थविचारे पृ. १३४५ पं. ५
ગજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મ. સાશાળા