________________
લલિત-વિસ્તરા - આ હરિભસૂરિ રચિત વાયો
૨૪૮ –ઉપરોક્ત વિષયનો ઉપસંહારनैवमन्यस्यान्यत्र लय इति मोहविषप्रसरकटकबन्धः,
ભાવાર્થ=એવંચ પરમપુરૂષરૂપબ્રહ્મ અને મુક્તને એકરૂપ થવામાં, બેમાંથી એકના અભાવરૂપ આપત્તિ અથવા વૃદ્ધિરૂપ ઉપચય થયે છતે વિલક્ષણ-જુદી સત્તારૂપ સત્તાંતરના સ્વીકારરૂપ આપત્તિ આવવાથી, સામાન્યતઃ મુક્ત આદિરૂપ અન્યનો, બીજામાં-પુરૂષ આકાશ વગેરેમાં લય-એકીભાવ-પ્રવેશરૂપ જે મુક્તિ માનેલ છે તેનો અહીં નિષેધ કરવામાં આવેલ છે. આ લયરૂપ મુક્તિનો નિષેધ, મોહ-અજ્ઞાનરૂપી ભાવવિષ (ઝેર)ના વિસ્તારને ફેલાવાને) દૂર કરવામાં કટકબંધ જેવો છે. (મંતરેલા દોરા-રક્ષાસૂત્રના બંધ જેવો છે.) અર્થાતુ. જેમ કટકબંધ, બાહ્યરનો ફેલાવો થવા દેતો નથી તેમ આ લયનો નિષેધ, મોહરૂપી ભાવઝેરના ફેલાવાને રોકી દે છે.
–શક્રસ્તવના ૩૦ મા પદનો ઉપસંહારतदेवं निमित्तकर्तृत्वपरभावनिवृत्तिभ्यां तत्त्वतो मुक्तादिसिद्धिः ॥ ३० ॥
ભાવાર્થ-આ પ્રમાણે-ઉપરોક્તનીતિ-ન્યાયમુદ્રાથી એ ફલિત થાય છે કે, (સાક્ષાત્ક-ઉપાદાનકર્તા માનવામાં રાગ આદિની આપત્તિ આવતી હોઇ) મુખ્ય-સ્વતંત્ર કર્તાપણાનો અભાવ છે એટલે-જેમાં ભાવના-ચિત્તનો આશય વિશુદ્ધ છે, જેમાં મને તેના અર્થને વિષે અર્પિત છે તથા જેમાં ક્રિયા શક્તિથી હીન પણ નથી તેમજ અધિક પણ નથી, આવા સ્વરૂપવાળા-પરિશુદ્ધ પ્રણિધાન આદિ પ્રવૃત્તિ-ક્વિામાં ભવ્યોને અરિહંત ભગવંતો આલંબન (આશ્રય-સહાય-આધાર-ધ્યેયરૂપ) હોઈ તેઓમાં નિમિત્તકર્તીપણું ઘટી શકે છે. અને પરમપુરૂષમાં એક થવારૂપ લયના અભાવરૂપ પરભાવનિવૃત્તિ (પરમપુરૂષમાં એક થવારૂપ લયને અહી પરભાવ સમજવો તેની નિવૃત્તિ અભાવ તે પરભાવ નિવૃત્તિ, અથવા કેવલ સમ્યકત્વઆદિ આત્મભાવોનું નિત્યત્વ-અનંતત્વ-અનિવૃત્તિ તથા દ્રવ્યકર્મભાવ કર્મરૂપ પરભાવ, તેની નિવૃત્તિ) ઘટી શકે છે. એવંચ નિમિત્ત કપણાથી “મોચક' (અન્યને સંસાર બંધનથી મુકાવનાર) અને પરભાવ નિવૃત્તિથી “મુક્ત' (પરભાવનિવૃત્તસ્વયાવત્ સ્વરૂપસ્થિત) તત્ત્વથી-મુખ્યવૃત્તિથી અરિહંત ભગવંતો હોય છે એમ સિદ્ધિ-સાબિતી જાણી લેવી.
–શકસ્તવની “આત્મતત્યપરફલકર્તુત્વરૂપ' ૮મી સંપદાનો ઉપસંહારएवं जिनजापकतीर्णतारकबुद्धबोधकमुक्तमोचकभावेन स्वपरहितसिद्धेरात्मतुल्यपरफलकर्तृत्वसम्पदिति ॥ ८ ॥
૧ જેમ કોઇ શેઠ કરોડો રૂપીયા કમાય પણ એની વફાદારીથી સેવા કરનાર જો એ કાંઇજ લાભ ન આપી શકતો હોય બલ્બ એને પણ પોતાના જેવી ધનિક સ્થિતિમાં ન મૂકતો હોય તો એની શેઠાઇ નિરર્થક ગણાય છે. અને એવાની નોકરી કરવાની કોઇ બુદ્ધિશાળીને ઇચ્છા થતી નથી. એ જ રીતે ઇશ્વરની ઉપાસના સંબંધી છે. જે ભગવાનની સેવા કરવાથી પરીણામે એના જેવું પદ પ્રાપ્ત ન થતું હોય તો એ સેવા, એ ભક્તિ, પરિશ્રમરૂપ જ લેખાય પરંતુ અરિહંત ભગવંતરૂપ દેવાધિદેવ તો પોતાના ભજનારને પોતાના જેવા જ બનાવે છે-કરે છે.
બાજરાતી અનુવાદક - અ, ભદ્રકરસૂરિ મ. સા