________________
ક
શ- વિરા - હરિભદ્રસાર થત
૬ ૨૪૦ ભાવાર્થ– જેમ મરેલો, અમૃતભાવસંપન્ન મનાતો નથી-જીવનભાવસંપન્ન કહેવાતો નથી, કેમકે મરણભાવની સાથે અમૃતભાવનો વિરોધ છે. તેમ મુકતો (સર્વથા કર્મરહિત આત્માઓ) ફરીથી સંસારમાં અવતરતા નથી. મરણ કે; મુક્તત્વની સાથે પુનર્ભવાવતારનો વિરોધ છે. જ્યાં મુક્તત્વ (મુક્તિ) છે. ત્યાં પુનર્ભવાવતાર નથી. મુક્તત્વ અને અમુક્તત્વ બંને પરસ્પર અત્યંત વિરોધી તત્ત્વો છે. વળી મુક્તિ તેજ કહેવાય છે કે; સર્વથા સર્વપ્રકારાવછેદન) કષાયયોગ પરિણતિરૂપકર્મબંધયોગ્યતા રૂપભવાધિકારની નિવૃત્તિ, આત્યંતિકધ્વસ) આજ સાચી મુક્તિ છે. મુક્તો આ મુક્તિભાવથી યુક્ત હોવાથી ભાવથી (તત્ત્વતઃ, વસ્તુતઃ) અરિહંત ભગવંતો તીર્ણતારક-તરણતારણહાર છે એમ સિદ્ધ-સાબિત છે. આ પ્રમાણે શક્રસ્તાવના (૨૮)મા પદની વ્યાખ્યા પૂરી થાય છે.
–શક્રસ્તાવના (૨૯)મા પદની વ્યાખ્યા શરૂ કરતાં પહેલાં રજૂ કરાતો તેની અવતરણિકાનો અવતાર
एतेऽपि परोक्षज्ञानवादिभि'र्मीमांसकभेदै र्नीत्या अबुद्धादय एवेष्यन्ते, 'अप्रत्यक्षा च नो बुद्धिः, प्रत्यक्षोऽर्थः' इति वचनाद्, एतद्व्यवच्छेदार्थमाह
ભાવાર્થ= જ્ઞાન, પરોક્ષ (અતીન્દ્રિય) છે. (જ્ઞાન, પ્રત્યક્ષ-સ્વસંવિદિત નથી) એમ બોલવાના સ્વભાવવાળા મીમાંસકવિશેષો-કેટલાક મીમાંસકો-કુમારિલભટ્ટાનુયાયીઓ (જ્ઞાન, પોતે, પોતાને જાણતું નથી સ્વસંવિદિત નથી) કારણ કે, જ્ઞાનમાં ક્યિા થઈ શકતી નથી. જેમ હોંશીયારમાં નટ પણ પોતે પોતાના ખભા ઉપર ચડી શકતો નથી. જેમ અણીદાર તલવારની ધાર પણ પોતે પોતાને કાપી શકતી નથી. તેમ જ્ઞાનમાં ક્રિયા થઈ શકતી નહીં હોવાથી જ્ઞાન અતીન્દ્રિય (પરોક્ષ-અનુમાન ગમ્ય-અનુમેય) છે. વળી (૧) પદાર્થોની સાથે ઇન્દ્રિય જ્ઞાન પેદા થાય છે પછીથી (૨) પદાર્થોનું પ્રાકટ્ય (અર્થપ્રાકટ્ય) પેદા થાય છે. તેના પછીથી (૩) એવું જ્ઞાન થાય છે કે, “મને પદાર્થોનું જ્ઞાન થયું છે' જેમ ઘટની સાથે ઇન્દ્રિય અને બુદ્ધિનો સંબંધ થવાથી ઘટનું જ્ઞાન થયા પછી એવું જ્ઞાન થાય છે કે, “મેં ઘટ જામ્યો છે ત્યારબાદ ઘટજ્ઞાન થયે છતે ઘટનું પ્રાકટ્ય (જ્ઞાતતા) પેદા થાય છે. આ ઘટપ્રાકટ્ય, જ્ઞાનના પહેલાં નથી થતું, જ્ઞાન પેદા થયા પછીથી જ થાય છે એથી જ આ ઘટપ્રાકટ્યજ્ઞાનથી પેદા થયેલું છે એમ કહેવાય છે. આ અર્થપ્રાકટ્ય, જ્ઞાનથી પેદા થાય છે. અતએવ અને અર્થપ્રાકટ્યનું અન્યથાઅનુપપત્તિરૂપ હેતુથી જ્ઞાનને જાણીએ છીએ. જ્ઞાનનું જ્ઞાન (સંવેદન) કરીએ છીએ આમ બોલનારા કુમારિલભટ્ટના અનુયાયીઓ નીતિથી ન્યાયયુક્તિથી અરિહંતભગવંતોને અબુદ્ધ (સ્વસંવિદિતજ્ઞાન વગરના) આદિથી અબોધક તરીકે માને છે.
१ 'भाट्टानां मते ज्ञानमतीन्द्रियम्, ज्ञानजन्या ज्ञातता प्रत्यक्षता, तया च ज्ञानमनुमीयते' न्यायसिद्धान्तमुक्तावल्यां । कुमारिलभट्टानां मते ज्ञानजन्यया ज्ञानविषयत्वातिरिक्तया, प्रत्यक्षविषयीभूतया, घटादिविषयनिष्ठया प्राकट्यापरपर्यायया ज्ञाततया ज्ञानप्रामाण्यमनुमेयम् । ज्ञानस्यातीन्द्रियतया ज्ञाततालिङ्गकानुमितेरेव प्रामाण्यं गृह्यते । अनुमानप्रयोगस्तु घट, घटत्ववद्विशेष्यक घटत्वप्रकारज्ञानविषयः घटत्वप्रकारज्ञाततावत्त्वात्, यनैवं तनैवं यथा पट इति अथवा ज्ञाततां पक्षीकृत्य इयं ज्ञातता, घटत्ववद्विशेष्यकघटत्वप्रकारकज्ञानजन्या, घटवृत्तिघटत्वप्रकारकज्ञाततात्वात्, या यवृत्तिः यताकारिकाज्ञातता सा तद्विशेष्यक तत्प्रकारज्ञानजन्या यथा पटे पटत्वप्रकारिका ज्ञाततेति
રામા અાવાદક ૨ ભકરસૂરિ મ