________________
લલિત-વિસ્તરા આ હરિભદ્રસારરચિત
૨૩૮ તો જ ભવાધિકારાંતરથી આ સંસારમાં તીર્ણો-મુક્તો-સિદ્ધો, ફરીથી આવૃત્તિ કરે-આ-ફરીથી ચક્કર લગાવે ! તેમ તે બનતું જ નથી.
તથાચ તમામ પ્રકારના આયુષ્યવિશેષોનો અભાવકૂટ હોવાથી જીવિતાવનો પુનર્જીવનસામાન્યનો અભાવ જેમ છે તેમ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય આદિ અષ્ટકર્મના ઉદયરૂપ ભવજનક કષાયયોગ-પરિણતિરૂપ કર્મબંઘયોગ્યતારૂપભવાધિકાર વિશેષનો સર્વથા અભાવ હોવાથી ભવાવર્તનો સંસારમાં પુનઃ આવૃત્તિનો (ફરીથી પાછા ફરવાનો) સામાન્યભાવ છે. જો નારકઆદિઆયુષ્ય વિશેષરૂપઆયુષ્કાંતરની સત્તા હોય ત્યારે સર્વ પ્રકારના જીવન વિશેષોના ક્ષય જન્ય જીવન સામાન્યાભાવરૂપ અત્યંતમરણની જેમ અસિદ્ધિ થાય ! તેમ ભવાધિકારાંતરની સત્તા માનો તો, સકલ કર્મ વિશેષોના ક્ષય જન્ય મુક્તિ-તીર્ણતાની અસિદ્ધિ થાય ! પરંતુ આ તીર્ણ આત્માઓમાં સર્વપ્રકારોના જીવનવિશેષોના ક્ષયજન્ય અત્યંત મરણની સિદ્ધિ છે એટલે આયુષ્કાંતર-સાધ્યભાવરૂપે (જીવન-ભાવે) જીવન પરીણામ-અવસ્થા-દશાનો અભાવ છે. તથા સકલકર્મવિશેષોના ક્ષયજન્ય મુક્તિની સિદ્ધિ છે. એટલે ભવાધિકારાંતર-સાધ્યભાવરૂપે (સંસારીભાવે) સંસાર-ભવપરિણતિ દશાઅવસ્થાનો અભાવ છે. કારણ કે, પ્રથમમાં આયુષ્પાંતર રૂપ કારણનો અભાવ છે, બીજામાં ભવાધિકારમંતરરૂપ મરણનો અભાવ છે.
આ જ બીના પ્રતિવસ્તુ (તાદ્રેશ અન્ય વસ્તુ)ની ઉપમાદ્વારા વિચારાય છે. नहि मृतः तद्धावेन भवति, मरणभावविरोधात् ।
ભાવાર્થ–અર્થાતુ પ્રાણપંખેરું જેનું ઊડી ગયું છે એવો મરેલો, પહેલાંના વીતી ગયેલા અમૃત-જીવનભાવથી જીવવાવાળો થતો નથી એવો નિયમ છે. કારણ કે મરણ અને અમરણ (જીવન) પરસ્પર અત્યંત વિરોધી છે. જ્યાં મરણ છે, ત્યાં પૂર્વકાલીન જીવનરૂપ અમરણ નથી. પૂર્વકાલીન જીવન અને મરણ એ બંને વિરોધી તત્ત્વો છે.
–મરેલો અગાઉના અમૃત-જીવનભાવે કરી, ફરીથી જીવવાવાળો નથી થતો એવા નિયમરૂપ, પ્રતિવસ્તૂપમાના ઉપન્યાસથી જે ફલિત થાય છે તે દર્શાવાય છે–
एतेन ऋत्वावर्त्तनिदर्शनं प्रत्युक्तं न्यायानुपपत्तेः, तदावृत्तौ तदवस्थाभावेन परिणामान्तरायोगात्, अन्यथा तस्यावृत्तिरित्ययुक्तं तस्य तदवस्थानिबन्धनत्वात् ॥ अन्यथा तदहेतुकत्वोपपत्तेः,
ભાવાર્થ-જેમ મરેલા અગાઉના અમૃત-જીવનભાવથી ફરીથી જીવવાવાળો નથી થતો” એવા નિરૂપણથી “વીતી ગયેલી વસન્ત આદિ ઋતુ, એની એ પાછી ફરે છે–ફરીથી ચક્કર કે આંટો લગાવે છે વિગેરે રૂપ દ્રશ્ચંતનું પણ સાથે ખંડન થઈ જાય છે. કારણ કે; ન્યાય-યુક્તિ, અહીયાં સંગત થતી નથી.
–ઋત્વાવર્તદ્રાંતમાં દર્શાવાતી ન્યાયની અસંગતિવ્યતીત (વીતી ગયેલ) વસન્ત આદિ છ ઋતુઓ એની એ ફરીથી આવે છે-ફરી ચક્કર લગાવે
કાકા :
બાજરાતી અનુવાદક - અ. ભદ્રકરસૂરિ મ ણ