________________
કાકા ને
લિલિત-વિરારા આ હરિભદ્રસારિ રશ્ચિત
૬ ૨૩૭) તારનારા) તરીકે માને છે. કારણ કે તેઓનું વચન છે કે “આખા-સકલ સંસાર-જગતને આવનાર (ફેરવનારબદલનાર-બદલાવનાર-પલટાવનાર-ઉલટાવનાર-ઘેરીલેનાર-ઢાંકનાર કે તેમાં ફરી વળનાર-ફેરફાર કરનાર) બલ
તથાચ–ભવાવર્તવાળા અરિહંતો છે કારણ કે; કાલ, એ ભવાવનું કારણ મોજાદ છે તીર્ણ ત્યારે જ બને કે જ્યારે ભવાવનું કારણ કાલ જ ન હોય ! કાલ છે એટલે ભવાવર્ત છે અને ભવાવર્ત છે એટલે જ તેઓ અતીર્ણાદિ છે. આવા આવર્તકાલકારણવાદી અનંતના શિષ્યોના મતનું નિરસન કરવા કહે છે કે
"तीर्णेभ्यस्तारकेम्यः" ज्ञानदर्शनचारित्रपोतेन भवार्णवं तीर्णवन्तस्तीर्णाः, नैतेषां जीवितावर्त्तवद्भवावा, निबन्धनाभावात्,
ભાવાર્થ = “જ્ઞાન-દર્શનચારિત્રરૂપી જહાજ (સ્ટીમર) કે નૌકાવડે સંસાર સાગરને તરનારા અને બીજાને તારનાર એવા અરિહંત ભગવંતોને નમસ્કાર હો !”
(અર્થાત ઉપરોક્ત વિશિષ્ટ કે વિલક્ષણ નાવવડે પોતે સંસાર સાગરથી અરિહંત ભગવંતો તરી ગયેલ છે-પાર પામી ગયેલ છે અને બીજાઓને-પોતાના અનુયાયીઓને તારે છે.) તથાચ આ વિશ્વમંડલમાં ઉપરોક્ત રત્નત્રયીરૂપ યોગપોતથી સંસાર સાગરને સ્વયં તરનાર અને અન્યોને તારનાર એટલે ત્રિભુવનતરણતારણહાર, જગદુદ્ધારક, વિશ્વ પાવનકારી, વિશ્વેશ્વર, પરમેશ્વર, દેવાધિદેવ શ્રી અરિહંત ભગવંતો જ છે.
(૧) એવંચ સંસારસાગરથી પાર પામેલા સત્યસ્વતંત્ર-મુક્ત-તીર્ણ આત્માઓમાં જેમ પહેલાં અનુભવેલ પ્રાણધારણરૂપ જીવનનું ફરી થવું અસંભવિત છે. તેમ ક્ષીણ થયેલ ક્ષયભાવને પામેલ આઠ કર્મોના ઉદયરૂપ ભવનું ફરી થવું અસંભવિત છે. અર્થાત્ જેમ તીર્ણો, જીવનધારી નથી થતા. તેમ ભવાવતારી નથી બનતા કારણ કે; આગળ કહેવાતા ભવાવર્તના કારણકૂટનો અભાવ છે.
–પુનર્જીવન કે પુનર્ભવાવતારના કારણો દર્શાવી કારણોનો અભાવ હોઈ કાર્યનો અભાવ છે. એ વિષયની કરાતી પુષ્ટ કે સ્પષ્ટ ચર્ચા
न ह्यस्यायुष्कान्तरवद्भवाधिकारान्तरं, तद्भावेऽत्यन्तमरणवन्मुक्त्यसिद्धेः, तत्सिद्धौ च तद्भावेन भवनाभावः, हेत्वभावात्,
ભાવાર્થ= અર્થાત્ જીવિતાવર્તરૂપ કાર્ય (પૂર્વાનુભૂતજીવનની પુનઃ પ્રાપ્તિ)ના પ્રત્યે આયુષ્કાંતર (નારક વિગેરે આયુષ્ય વિશેષ) કારણ છે. ભવાવર્ત (પુનર્ભવાવતાર) રૂપ કાર્ય પ્રત્યે ભવાધિકારાંતર કારણ છે. જેમ આયુષ્ઠાંતરરૂપ કારણનો અભાવ હોવાથી જીવિતાવર્તરૂપ કાર્યનો અભાવ છે. તેમ ભવાધિકારાંતરરૂપ કારણના અભાવમાં ભવાવર્તરૂપ કાર્યનો અભાવ છે. જેમ નારક વિગેરે રૂપ આયુષ્ય વિશેષ હોય તો પહેલાંની માફક જીવનઘારી બને ? તેમ ક્ષીણ બનેલ (ક્ષયભાવને પામેલ) ભવાવર્ત કારણરૂપ (કષાયયોગ પરિણતિરૂપ કર્મબંધ યોગ્યતારૂપ) ભવાધિકારથી જુદો બીજો ભવાધિકાર હોય
કાફિક ગુજરાતી અનુવાદક
ભદ્રકરસૂરિ મ