________________
ક
સાહિત-વિરારા આ હરિભકાર રચિત
૨૦૮) અથવા કપિલાદિપ્રણીત અન્ય ધર્મચક્રોની અપેક્ષાએ અર્થાત્ કપિલ વિગેરે સ્વસ્વદર્શનરૂપ ધર્મચક્ર (ધર્મસમુદાય) ના કરતાં આ ધર્મચક્ર, વિશિષ્ટતમ-પ્રધાન છે. કારણ કે; આ ઘર્મવરચક્રમાં ત્રણકોટીની શુદ્ધિ-સર્વતઃ સ્વચ્છતાપૂર્ણપવિત્રતા સમાવિષ્ટ-સમાયેલી છે.
તથાચ પ્રકૃતચારિત્રરૂપ ધર્મચક્ર, ચક્રવર્તીના ચક્ર કરતાં અથવા કપિલ આદિ કથિતદર્શન સમુદાયરૂપ ધર્મચક્રના કરતાં વર-પ્રધાન છે. કારણ કે, આ ઘર્મચક્ર, બને લોકમાં ઉપકારી છે. ત્રણ કોટીથી શુદ્ધ છે. હવે ચતુરંતનો મર્મ સમજાવે છે કે; નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ ચાર ગતિઓના અંતઉચ્છેદનો હેતુ હોવાથી આ ધર્મચક્ર, “ચતુરંત' કહેવાય છે. અર્થાત્ શ્રી તીર્થંકરદેવ, આ ધર્મરૂપી શ્રેષ્ઠચક્રવડે જ ચારેય ગતિનો ઉચ્છેદ કરી “ધર્મચક્રવર્તી' નું બિરૂદ ધારણ કરે છે. અથવા શ્રોતૃગણની અપેક્ષાએ
૧ આદિ (શરૂમાં) સંવાદ, મધ્ય (વચમાં) સંવાદ, અંત (છેવટના) સંવાદ એ રૂપ સંવાદસ્વરૂપત્રિકોટી જાણવી સંવાદ એટલે પૂર્વાપરવિરોધિ સત્ય સંભાષણ, અવિરૂદ્ધ અર્થજ્ઞાન, નિયત ફલપ્રાપ્તિ જનકત્વ સમજવું. ' અથવા કષ-છેદ-તાપરૂપ ત્રણકોટીની કસોટીથી ઉત્તીર્ણ આ વીતરાગ શાસનરૂપ ધર્મચક્ર છે. તથાપિ (૧) કષ=પ્રાણિવધાદિપાપસ્થાનોના ત્યાગરૂપનિષેધ, અને ધ્યાન-અધ્યયનાદિ ધર્મસ્થાનોના વિધાનરૂપવિધિ જે ધર્મમાં હોય તે ધર્મ, કષશુદ્ધ કહેવાય છે. (૨) છેદ=વિધિમાર્ગ અને પ્રતિષેધ માર્ગને અનુકૂળ જે બાઘક્રિયા તે છેદ છે. તે બાહ્યશુદ્ધક્રિયાથી અતિચાર અને અનાચાર રહિતપણે વિધિ અને પ્રતિષેધમાર્ગને ઉત્તેજન મળે છે. માટે જે ધર્મમાં ઉપર જણાવેલ વિધિપ્રતિષેધમાર્ગને સહાયકારી શુદ્ધ ધાર્મિકક્રિયાનું વર્ણન યથાર્થ રીતે કરેલું હોય તે ધર્મ, છેદશુદ્ધ જાણવો. (૩) તાપ કષ અને છેદનો આધાર તાપ ઉપર રહેલો છે. જો સોનાનો રંગ તાપ આપવાથી બદલાઈ ગયો તો તે સોનું નકામું છે. તેમ ધર્મની તાપથી પરીક્ષા કરી અને તેમાં જો તે ન ટકી શકે તો કષ અને છેદશુદ્ધિ નકામી છે. વસ્તુઓમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે, જે સોનાનું કુંડલ બનાવવામાં આવે છે તે જ સોનાની થોડા સમય પછી કંઠી બનાવવામાં આવે છે. આ પ્રમાણે તેનો આકાર-પર્યાય પલ્ટાય છે. પણ સોનું તો તેનું તે જ રહે છે. તેમ જે શાસ્ત્રમાં દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય એવા જીવાદિપદાર્થોનું વર્ણન કરેલું હોય તે ધર્મ, તાપશુદ્ધ કહેવાય છે. અને તેવા ધર્મમાં વિધિપ્રતિષેધમાર્ગને સહાયકારી ધાર્મિકક્રિયાઓ ઘટી શકે છે.
અથવા કયણ (ખરીદવું) હનન (મારવું) પચન (પકાવવું-રાંધવું) આ રૂપ ત્રણકોટીથી આ ધર્મચક્ર વિશુદ્ધ છે.
આહારસંજ્ઞા-ભયસંજ્ઞા-મૈથુનસંજ્ઞા-પરિગ્રહ સંજ્ઞા એ ચાર સંજ્ઞા જીવને અનાદિકાળથી સાથે લાગેલ છે. જીવ, તેમાં એક થઈ ગયો છે. તે જાણે આત્માના સ્વાભાવિક ગુણ હોય એમ તેમાં પ્રવૃત્તિ કરે છે. એ ચારમાં જે જે પ્રવૃત્તિ કરવી તે બહિરાત્મભાવ છે. એમ જીવને પોતાને લાગતું નથી. ઔદયિકભાવે વર્તતી, જીવની આ અનાદિની અશુદ્ધ પ્રવૃત્તિને, સાયોપથમિક આદિ ભાવરૂપે બદલાવીને શુદ્ધ આચાર શીખવનાર ચાર પ્રકારનો ધર્મ જિનેશ્વરોએ કહ્યો છે. દાન-શીલ-તપ અને ભાવ, એ ચારપ્રકારના ધર્મના આરાધનથી આત્મધર્મ પ્રગટ થાય છે. એટલું જ નહીં પણ ચારનું આરાધન, પરંપરાએ મોક્ષ જ છે. પરિગ્રહસંજ્ઞામાં મૂચ્છિત આત્માને દાન, એ અદ્વિતીય સાધનરૂપ છે. અનાદિકાળથી જીવને લેવાનો-સંઘરવાનો સ્વભાવ પડી ગયો છે. શીલ એ મૈથુન સંજ્ઞાનો પ્રતિસ્પર્ધી ગુણ છે, જેમ જેમ જીવ શીલગુણમાં વધતો જાય છે તેમ તેમ તેનામાં રહેલી મૈથુન કામના કમી થતી જાય છે. આહારસંજ્ઞાનો પ્રતિસ્પર્ધી ગુણ તપોગુણ છે. મૈત્રી આદિ ચાર ભાવનાઅનિત્યાદિ બાર ભાવની તથા ક્ષાયિક આદિ ભાવરૂપ જે ભાવધર્મ, તે અનાદિની જીવની ભયસંજ્ઞાને તોડનાર છે.
ગુજરાતી અનુવાદ : , મકરસૂરિ મ. સા. રજા