________________
કે કાજ
લિત-વિખરા - GRભદ્વાર રશ્ચિત
૨૨૨ )
તથાચ ચાર ઘાતિકર્મક્ષય-વિષયમાં બારપ્રકારનો તપ આચાર પણ ખૂબ ઉપયોગી છે. તેનું સ્વરૂપ બીન ગ્રંથોથી જાણી લેવું. એવંચ જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર વીર્યાચાર અને બારભાવનાઆદિ, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય મોહનીય-અંતરાય કર્મબંધના વિશેષ હેતુઓના વિરોધીઓ પ્રતિપક્ષરૂપ છે. માટે તેનો અભ્યાસ અવિરત કરવો જોઈએ. જેથી આવરણક્ષયરૂપ અતિ અદ્દભુત-ઈષ્ટતમફલ સંપાદિત થાય છે. ઇતિ પ્રતિપક્ષસેવનાપ્રકાર.
આવરણ ક્ષયસાધક અનુમાન પ્રયોગ=
આ આત્મામાં, આવરણ નથી, સમ્યગુ દર્શનઆદિ ગુણગણ હોવાને લીધે. (અહિં સમ્યગદર્શન આદિ ગુણગણની ઉપલબ્ધિ એ હેતુ છે) આ અનુમાનમાં આવરણ, પ્રતિષેધ્ય છે, અને તેનું કારણ મિથ્યાદર્શન આદિ છે. અને તેના વિરોધી પ્રતિપક્ષરૂપ સમ્યગદર્શન આદિ ગુણકલાપ છે. અને તે સમ્યગદર્શન આદિ ગુણકલાપની ઉપલબ્ધિરૂપ હેતુ હોવાથી આ પ્રકૃતહેતુ, “કારણ વિરૂદ્ધોપલબ્ધિ” તરીકે પંકાય છે એટલે આવરણનો નિષેધ પ્રતીત થાય છે.
અર્થાત્ જે કારણ, જે કાર્યના કારણ સાથે વિરૂદ્ધ-વિરોધી હોય છે તે કાર્ય, તે કાર્યના કારણના વિરોધરૂપ કારણના સેવનથી-અભ્યાસથી ક્ષય પામે છે. આવી અહી “વ્યાપ્તિ' સમજવી દ્રષ્ટાંતપૂર્વક દાન્તિકમાં પ્રકૃતવ્યાપ્તિનો સમન્વય
જેમ કે; અગ્નિરૂપ કારણ, રોમાંચ-રૂવાં ઉભાં થવાંરૂપ-વિકારરૂપ કાર્યના કારણભૂત શીતની સાથે વિરોધી થાય છે. અએવ રોમાંચરૂપ કાર્યને કારણભૂત શીતના વિરોધી એવા અગ્નિરૂપ કારણના સેવનથી રૂવાં ઉભાં થવાં વિગેરે વિકારરૂપ કાર્ય, નાશ પામે છે. તેમ આ સમ્યગદર્શન આદિગુણ કલાપરૂપ કારણ, આવરણરૂપ કાર્યના કારણભૂત-મિથ્યાદર્શન આદિના વિરોધી-પ્રતિપક્ષરૂપ છે. એટલે આવરણ કારણભૂત મિથ્ય દર્શન આદિ પ્રતિપક્ષરૂપ સમ્યગદર્શન આદિ ગુણકલાપરૂપ કારણના સેવનથી-અભ્યાસથી આવરણરૂપ ઉપાધિ-કાર્ય વિલીન કે વિનષ્ટ થાય છે. અએવ પ્રતિપક્ષ-સેવનથી આવરણનો ક્ષય, સૂપપાદસુબોધ અર્થાત્ સુગમ કે હૃદયંગમ છે. એમ પૂરવાર થાય છે.
૧ અનશન, ઊનોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયલેશ, સંલીનતા એ છે, બાહ્યતપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ એ છ, અત્યંતર તપ છે.
૨ અનિત્યત્વભાવના, અશરણભાવના, સંસારભાવના, એકત્વભાવના, અન્યત્વભાવના, અશુચિસ્વભાવના, આશ્રવભાવના, નિર્જરાભાવના, ધર્મસુવચનભાવના, લોકસ્વરૂપભાવના, બોઘીદુર્લભભાવના.
૧ દા. ત. આ વ્યક્તિનું વચન, અસત્ય નથી, તેનું જ્ઞાન રાગદ્વેષ આદિ કલંકથી રહિત હોવાને લીધે અસત્યનું કારણ રાગદ્વેષ આદિ કલંક છે એટલે આ કારણ-હેતુ છે.
ગુજરાતી અનુવાદક આ ભકરસૂરિ મ.