________________
લલિત-વિસ્તરા
આ ઉરિભદ્રસરિ રચિત
૨૩૦
—પ્રકૃતવિષયની ચાલુ ચર્ચા—
अन्यथा सकलमुक्तिभावेनेष्टसंसारिवदुपचरितसंसारभाजः सर्वसंसारिण इति बलादापद्यते, अनिष्टं चैतदिति, व्यावृत्तच्छद्मान इति २६ ॥
ભાવાર્થ-જો ભવ્યોના અનંતાનંતને ઉચ્છેદરૂપ માનો તો, તમામ ભવ્યોની મુક્તિ હોઇ-સર્વજીવોની મુક્તિ હોઇ, તમારા મતે તીર્થનિકારને જોઇ સંસારમાં પાછા ફરેલ ઇષ્ટ (મુક્તભગવાન્ ગોશાલ-વિવક્ષિતગોશાલક આદિ) સંસારીની માફક, સમસ્ત સંસારીઓ ઉપચરિત (આરોપિત-અસત્ય) સંસારને ભજવાવાળાઓ છે અર્થાત્ સર્વસંસારીઓ, ઔપચારિક-અસત્ય-કલ્પિત-મિથ્યા સંસારીઓ કહેવાય ! એમ બલાત્કારથી-અનિચ્છાએ આપત્તિ આવી પડે છે. આ આપત્તિને ઇષ્ટાપત્તિરૂપ બનાવી શકો એમ નથી. કારણ કે; કોણ શ્રોતા (ઉપદેશ્ય) ? કે કોણ વક્તા ? ઉપદેશક) તેનો અભાવ છે. અર્થાત્ ઉપદેશ્યઉપદેશકપણાનો અભાવ હોઇ આ આપત્તિ અનિષ્ટરૂપ છે.
એટલે જ અમો કહીએ છીએ કે જેઓના ઘાતિકર્મરૂપ છદ્મ અને તેના કારણરૂપ ઘાતિકર્મબંધયોગ્યતારૂપ ભવાધિકારરૂપ છદ્મ,એમ ઉભયનો ક્ષય કરનાર એવા અરિહંત પરમાત્માને નમસ્કાર હો !' ઈતિ-આ પ્રમાણેનું અવ્યયપદ, ૨૬ મા પદની વ્યાખ્યાની સમાપ્તિની સૂચના કરે છે.
—શક્રસ્તવની (૭) મી સંપદાનો કરાતો ઉપસંહાર–
एवमप्रतिहतवरज्ञानदर्शनधरत्वेन, व्यावृत्तच्छद्मतया चैतद्रूपत्वात् स्तोतव्यसम्पद एव सकारणा स्वरूपसम्पदिति, ।
ભાવાર્થ-અરિહંતભગવંતનું એવું કયું સ્વરૂપ છે કે જેથી તે સતત સ્તુતિ કરવા યોગ્ય નિયત બને છે ? આવા પ્રશ્નના સમાધાનરૂપ, અરિહંત ભગવંતો, અનંતજ્ઞાન અનંતદર્શન અને ઉપરોક્ત કર્મરૂપ છદ્મક્ષયમય હોઇ તેમનું અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરત્વ, વ્યાવૃત્તછદ્મત્વ (ક્ષીણકર્મત્વ-સકલ-કર્મક્ષય) રૂપસ્વરૂપ, ‘‘અપ્પડિહયથી વિયટ્ટછઉમાણં'' સુધીના બે પદોમાં દર્શાવ્યું છે. માટે આ બે પદવાળી (૭) મી સ્વરૂપ સંપદા, તે પહેલી સ્તોતવ્યસંપદાના જ કારણવાળી છે-કારણ ગર્ભિત સ્વરૂપ સંપદા છે.
—હવે ચાર પદોવડે આત્મતુલ્યપરફલકર્તૃત્વ અથવા નિજસમલદ નામની (૮)મી સંપદાનું વિવરણ કરતાં પહેલાં પ્રથમ પદની વ્યાખ્યાની આદિમાં શાસ્ત્રકારવડે કરાતી રોચક અવતરણિકા
અર્થ-વાર્તિકકારે પણ કહ્યું છે કે “આ બ્રહ્માંડમાં અનંત જીવો છે, માટે સંસારમાંથી જ્ઞાની જીવો મુક્તિમાં જતા રહે છતાં આ સંસાર, જીવોથી ખાલી થતો નથી. જે વસ્તુનું પરિમાણ હોય છે તેનો અંત થાય છે, તે ઘટે છે અને સમાપ્ત પણ થાય છે. અપરિમિત-અનંતાનંતાત્મક વસ્તુનો કદી અંત થતો નથી, તે ઘટતી નથી, અને સમાપ્ત પણ થતી નથી.
૧ જીવોને પરિમિત માનવામાં મુક્તજીવો સંસારમાં પાછા ફરવા જોઇએ એ એક આપત્તિ, અથવા આ સંસાર કોઇ દિવસ સંસારીજીવોથી શૂન્ય થઇ જાય એ બીજી આપત્તિ છે. એ બે મહા આપત્તિઓની પણ સંગતિ કરવી.
૨ જે જીવોના કર્મ નષ્ટ થઇ ગયા છે તે ફરીથી સંસારમાં આવતા નથી, કહ્યું છે કે જેમ જેમ બીજ બળીને ખાખ થા પછી અંકુર પેદા કરી શકતું નથી. તેમ કર્મરૂપી છદ્મબીજ, બળીને ખાખ થયા પછી સંસારરૂપી અંકુર પેદા કરી શકતું નથી.
ગુજરાતી અનુવાદક
આ
ત કરસૂરિ મ.સા.