________________
લલિત-વિસ્તરા આ ઉરિભદ્રસરિ રચિત.
૨૩૩
જો આ રાગ વિગેરે, અસત્-અવિદ્યમાન છે. (શશશૃંગ કે આકાશકુસુમની માફક અસત્ છે) તો રાગ વિગેરેરૂપ અંતર અરિઓનો જય-નિગ્રહ (જીત મેળવવી તે-જીત-ફત્તેહ-કાબૂમાં રાખવું તે) સંભવી શકે જ નહીં. કારણ કે; રાગ વિગેરે ભાવશત્રુઓની સત્તાનો (અસ્તિત્વનો-હોવાપણાનો) અભાવ હોવાથી જ તે રાગાદિમાં સકલ વ્યવહારની વિષયતારૂપ યોગ્યતાનો અભાવ છે. અર્થાત્ અનુગ્રહ-કૃપા કરવી તે અને નિગ્રહ-કાબૂમાં રાખવું તે વિગેરેરૂપ સકલ લોકવ્યવહારની યોગ્યતારહિતપણું હોવાથી જેમ વાંઝણીનો છોકરો એવો વ્યવહાર થતો નથી તેમ અસત્ હોવાથી રાગાદિ, લોકના સકલ વ્યવહારની બહાર છેલાયકી વગરના છે.
એટલે જય રૂપ ક્રિયાના (જીતવાની ક્રિયાના) પ્રત્યે રાગ વિગેરેમાં વિષયભાવ (વિષયતા) નો અભાવ છે. રાગાદિને અસત્ માનવાથી રાગાદિનો જય (વશીકરણ) અસત્-મિથ્યા ઠરે છે.
–રાગાદિ, ભ્રાંતિરૂપ છે આ કલ્પના (સિદ્ધાંત-મંતવ્ય) જ ભ્રાંતિથી જન્મેલી છે એ વિગતની વિસ્તારપૂર્વક સમજુતી શ્રાન્તિમાત્રત્વના પ્લેષામ તૈવ, નિમિત્તમત્તોળ પ્રાન્તેયોતુ,
ભાવાર્થ—‘‘ભ્રાન્તિમાત્ર, અસદ્-અવિદ્યમાન છે'' આવા વચનોથી રાગાદિ, ભ્રાંતિમાત્ર રૂપ છે કલ્પના (મંતવ્ય-માન્યતા) પણ (રાગાદિના કેવલજયની વાત તો દૂર રહી પણ તે ભ્રાન્તિની કલ્પના પણ એ ‘અપિ' શબ્દનો અર્થ સમજવો) અસંગત જ-અઘટતી જ છે-બરોબર બંધબેસતી નથી જ. અર્થાત્ રાગાદિમાં (અસત્તાના કારણરૂપે) ભ્રાંતિની કલ્પના, યુક્તિ કે વાદ વગરની છે. કારણ કે; જીવથી ભિન્ન-જુદા કર્મરૂપ નિમિત્ત સિવાય ભ્રાંતિનો અભાવ છે.
૫ દેવકૃત-મનુષ્યકૃત-તિર્યંચકૃત, અનુકૂલ કે પ્રતિકૂલ ઉપસર્ગ-ઉપદ્રવોને અણનમ રહી જિતનારા તે ‘જિન’. તથાચ ઋષભાદિ કે જિનેશ્વરોએ પ્રરૂપેલા જ્ઞાન દર્શન ચારિત્રરૂપ સરલ માર્ગ વડે પરિષહોની સેનાને હણી (જીતી) પરમપદરૂપી મોક્ષસ્થાનને પ્રાપ્ત કરો, હે ક્ષત્રિયોને વિષે ઉત્તમ વૃષભસમાન ! તમે જય પામો ! ઘણા દિવસો સુધી, ઘણાં પખવાડીયાં સુધી, ઘણાં મહીના સુધી, બબ્બે માસ પ્રમાણ હેમંતાદિ ઘણી ૠતુઓ સુધી, છ છ માસ પ્રમાણ દક્ષિણાયન અને ઉત્તરાયન લક્ષણવાળાં ઘણાં અયનો સુધીતથા ઘણાં વર્ષો સુધી પરિષહો અને ઉપસર્ગોથી નિર્ભય રહીને વિજળી, સિંહ વિગેરેના ભય અને ભૈરવોને ક્ષમાપૂર્વક સહન કરીને તમે વિજય પ્રવર્તાવો' વિગેરે વચનો કલ્પસૂત્રમાં મહાવીર ચરિત્રમાં છે તે જોવાથી આ વાત બંધબેસતી આવશે કે ‘પરિષહજેતા-ઉપસર્ગ વિજેતા એ જિન' કહેવાય છે.'
૬ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય-અંતરાયરૂપ ચાર ઘાતિકર્મનાં જે જેતા તે જિન' કહેવાય છે.
૧ જય શબ્દ, ક્રિયાવાચક શબ્દ છે, જીતવા માત્રને જય કહે છે. અભિભવરૂપ જયક્રિયાનું કર્મ અવશ્ય હોવું જોઇએ. અભિભવ રૂપ જય ક્રિયા, વિષય વગરની નથી હોતી.
२ भ्रान्तिर्हि मुख्येऽर्थे क्वचिद् दृष्टे सति करणापाटवादिनाऽन्यत्र विपर्यस्तग्रहणे प्रसिद्धा यथा शुक्तौ रजतभ्रान्तिः ।
અર્થ:—કોઇ જગ્યાએ મુખ્ય અર્થ યથાર્થ જોયે છતે ઇન્દ્રિયોમાં રોગ આદિ થઇ જવાથી મુખ્ય અર્થભિન્ન પદાર્થમાં, વિર્યસ્ત બુદ્ધિ, ભ્રાંતિ તરીકે પ્રસિદ્ધ છે. જેમકે, ચાંદીમાં છીપનું જ્ઞાન.
ગુજરાતી અનુવાદક
આ
ત કરસૂરિ મ.સા.