________________
લલિત-વિક જ હરિભકર રાચિત
૬ ૨૩૧ एतेऽपि कल्पिताविद्यावादिभिस्तत्त्वान्तवादिमिः परमार्थेनाजिनादय एवेष्यन्ते “भ्रान्तिमात्रमसदविद्ये" ति वचनाद्, एतद्व्यपोहायाऽऽह.
ભાવાર્થ=કલ્પિત અવિદ્યાવાદીઓ (વેદાંતપક્ષે પ્રપંચકારણરૂપ માયા (અવિદ્યા) નું અનિર્વાચ્યપણું હોવા છતાં અસદુ અવિદ્યા માયા) વાદીઓ-અદ્વૈતવાદુઓ) એવા કલ્પિત (કલ્પેલી-કૃત્રિમ) અવિદ્યા છે એમ બોલનારાઓ, તત્વાંતવાદીઓ (સ્વસ્વરૂપાવચ્છિન્નપૂર્ણાવસ્થાજ્ઞાનમાત્ર-તત્ત્વનિષ્ઠારૂપ તત્ત્વાંત એટલે વસ્તુતઃનિરાકારસ્વચ્છસંવેદનરૂપ જ્ઞાન જ, વસ્તુ છે. એમ બોલવાના સ્વભાવવાળા-તત્ત્વાંત વાદીઓ) બુદ્ધશિષ્યો પૈકી ચોથા પ્રસ્થાનવત માધ્યમિકો છે. એમ સંભાવના કરાય છે.
१ "नाऽन्योऽनुभाव्यो बुद्धयास्ति, तस्या नाऽनुभवोऽपरः । ग्राह्यग्राहकवैधुर्यात, स्वयं सैव प्रकाशते ॥ बाह्यो न विद्यते ह्यर्थो, यथा बालैर्विकल्प्यते, वासनालुठितं चित्तमर्थाभासे प्रवर्त्तते" इति कस्मिंश्चिद् बौद्धग्रन्थे ॥ ' અર્થ-બુદ્ધિમાં પ્રતિભાસિત થનાર પદાર્થ, (અનુભાવ્ય) બુદ્ધિથી જુદી કોઈ વસ્તુ નથી, તેમ અનુભવ પણ બુદ્ધિથી જુદો કોઈ પદાર્થ નથી. ગ્રાહ્ય (અનુભાવ્ય) અને ગ્રાહક (અનુભવ) બે અભિન્ન હોવાથી સ્વયં બુદ્ધિ જ ગ્રાહ્ય-ગ્રાહકરૂપથી પ્રતિભાસિત થાય છે મૂર્ખ લોકોએ કલ્પલ-માનેલ બાહ્ય પદાર્થ કોઈ વસ્તુ નથી પરંતુ અનાદિકાલની અસદુ અવિદ્યાની વાસનાના કારણથી બુદ્ધિમાં નાનારૂપ પ્રતિભાસિત થાય છે.
૨ બૌદ્ધોના ચાર પ્રસ્થાનોનું આછું સ્વરૂપ
"अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते, प्रत्यक्षो नहि बाह्यवस्तुविसर, सूत्रान्तिकैराश्रितः । योगाचारमतानुगैरभिहिता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमाः कृतधियः स्वच्छां परां संविदम् ॥"
અર્થ-(૧) વૈભાષિક-વૈભાષિક બૌદ્ધો, પ્રત્યક્ષ પ્રમાણથી બાહ્ય પદાર્થોનું અસ્તિત્વ માને છે. જ્ઞાન, નિરાકાર હોય છે. અને આ જ્ઞાન પદાર્થની સાથે એક જ સામગ્રીથી પેદા થાય છે. બાહ્ય ઘટપટાદિ અને આંતરજ્ઞાનાદિ વસ્તતત્ત્વને સત્યપણાએ સ્વીકારે છે, જ્ઞાનયુક્ત અર્થને માને છે.
(૨) સૌત્રાન્તિક-આ લોકોના મતમાં પદાર્થોનું જ્ઞાન, પ્રત્યક્ષથી થતું નથી આ બાહ્ય પદાર્થ સમુદાય, આલંબનનું નિમિત્તપણું હોઇ બાહ્ય પદાર્થોના આલંબનથી થતા પ્રત્યક્ષજ્ઞાનના કાલમાં ક્ષણિકપણું હોવાથી નષ્ટ થયેલ હોઈ, પ્રત્યક્ષ જ્ઞાનગતની વિગેરે આકાર, અન્યથા ન ઘટી શકે તે રૂપ હેતુથી, પાછળથી અનુમાનનો વિષય થાય છે.
પ્રત્યક્ષ તો તે જ્ઞાનનું સ્વસ્વરૂપ છે, કારણ કે, સ્વસંવેદનરૂપ છે. જો કે આ બાહ્ય અને આંતર બે પ્રકારના તત્ત્વને માને છે. પરંતુ બાહ્ય પદાર્થોનું પ્રત્યક્ષ માનતો નથી. ઘટપટ વિગેરે નાના આકારવાળું જ્ઞાન છે, તે જ્ઞાનથી બાહ્યપદાર્થો છે, એમ અનુમાન કરાય છે. અર્થાત્ ઉક્ત અનુમાનથી બાહ્ય પદાર્થોના જ્ઞાનને કબૂલે છે.
(૩) યોગાચાર આ વિજ્ઞાનવાદી લોક, શૂન્યવાદીઓની માફક તમામ ધર્મોને નિઃસ્વભાવ-શૂન્ય માને છે, વિજ્ઞાનવાદીઓના મતમાં વિજ્ઞાનને છોડી બાહ્ય પદાર્થ કોઈ નથી, કુદ્રષ્ટિવાળા મૂર્ખલોકોને અનાદિ વાસનાના કારણે પદાર્થોમાં એકત્વ, અન્યત્વ, ઉભયત્વ અનુભયત્વરૂપ જ્ઞાન પેદા થાય છે. વાસ્તવમાં સમસ્તભાવ, સ્વપ્નજ્ઞાન-માયા-અને ગન્ધર્વનગરની માફક અસદ્અવિદ્યમાનરૂપ છે. વાસ્તે પરમાર્થ સત્યથી સ્વયંપ્રકાશક જ્ઞાન જ સત્ય છે. આ તમામ દેખાતું જગતુ વિજ્ઞાનનું પરીણામ છે અને આ સંવૃતિસત્યથી દ્રષ્ટિગોચર થાય છે. અર્થાત્ આ બાહ્ય પદાર્થોનો સર્વથા અપલાપજ કરે છે. ફક્ત આન્તરજ્ઞાનનામના તત્ત્વને સ્વીકારે છે. ગ્રાહ્યગ્રાહકરૂપથી જ્ઞાનજ પ્રતિભાસે છે, વસ્તુથી બાહ્યપદાર્થો છે જ નહીં એમ માને છે. આકારવાળી બુદ્ધિને જ પરરૂપ-સાર કે તત્ત્વરૂપ માને છે.
(૪) માધ્યમિક=જેમ અસત્ માયાગજ, સરૂપથી પ્રતીત થાય છે. જેમ અપરમાર્થિક માયા, પરમાર્થરૂપથી માલુમ પડે છે તેમ.
હાટક
ગુજરાતી અનુવાદક
, ભદ્રકરસૂરિ મારા
શકા