________________
:
:
:
ઉભાર રાવત
:
જ
જિ
૨૨૧
(૪) અંતરાયકર્મબંધના વિશેષ હેતુઓ
જિનપૂજામાં પાણી અને સુલ વિગેરે જીવોની હિંસા થતી હોવાથી તે કરણી સાવદ્ય-સપાપ છે માટે ગૃહસ્થોને પણ કરવા લાયક નથી'' ઈત્યાદિ કહી જિનપૂજાનો સદંતર નિષેધ કરનાર, જીવહિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજનમાં તત્પર, સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં ખોટાં દૂષણો બતાવી, ભવ્યજીવોને વિઘ્નકરનાર માર્ગથી શ્રુત કરનાર, છેદન ભેદન આદિથી બીજાની ઇન્દ્રિયોની શક્તિનો નાશક જીવ, અંતરાય કર્મ બાંધે છે.
તેના વિરોધી હેતુઓ આવરણ ક્ષયના હેતુઓ. –ચારિત્રાચાર
(૧) પ્રણિધાન યોગ અર્થાત્ એકાગ્ર સાવધાન પણે કરી મન-વચન કાયાના સર્વયોગ, જે ચારિત્ર પાળવાને વિષે ઉપયુક્ત એવો ચારિત્રાચાર તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ કરી આઠ પ્રકારનો છે.
પ. ઈસમિતિ-રસ્તામાં ચાલતા કોઈ જીવનો વિધાત ન થાય તે હેતુથી યતના પૂર્વક ધુંસરી જેટલી દ્રષ્ટિથી ચાલવું. - પ. કોઈપણ જીવના દ્રવ્ય કે ભાવ પ્રાણોનો આપણા વચનથી વિઘાત ન થાય તેવી રીતે સત્ય વચન બોલવું તે ભાષા સમિતિ.
જિ. એષણા સમિતિ-બેતાલીસ (૪૨) દોષ રહિત આહારઆદિકની શોધ કરવી તે.
વી. આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિપાત્ર આદિલેતાં મૂકતાં, પૂંજવા પ્રમાર્જવાનો ઉપયોગ રાખવો.
પુ. પારિષ્ઠાપનિકાસમિતિ-મળ મૂત્ર આદિ પરઠવતાં શુદ્ધ-નિર્જીવભૂમિ જોવાનો ઉપયોગ રાખવો તે. દૂ મનોગુપ્તિ - મનમાં પેદા થતા વિચાર તરંગોને રોકવા, મનને શાંત કરવું, સંયમમાં લાવવું તે. છે. વચનગુપ્તિ-વચન ઉપર કાબૂ રાખવો તે. છે. કાયગુપ્તિ - શરીરને અશુભ - પાપ વ્યાપારમાં જતાં રોકવું, અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. તેના વિરોધી હેતુઓ આવરણ ક્ષયના હેતુઓ. –વીર્યાચાર
બલ અને વીર્યને ગોપાવ્યા કે છૂપાવ્યા વગરે જે જેમ શ્રી તીર્થંકરદેવે કહ્યું છે તે પ્રમાણે પરાક્રમવીર્યબલ કરે છે. ફોરવે છે. અર્થાત્ સર્વપ્રકારથી ઘર્મકાર્યને વિષે ઉદ્યમ કરે છે. વળી સાવધાન પણે પોતાની શક્તિને અનુસારે ધર્મકાર્યને વિષે પ્રવર્તે તે વીર્યાચાર.
જિક
ગજરાતી અનુવાદક - આ મકરસૂરિ મ