________________
લલિત-વિસ્તરા - આ હરિભદ્રસૂરિ રવિ
૨૨૩) શંકા-આવરણક્ષયજન્ય અતીન્દ્રિય હોઈ પ્રત્યક્ષરૂપ નથી (ઈન્દ્રયના ગોચરરૂપ નથી) તો આવરણક્ષયરૂપ સાધ્યની સાથે પ્રતિપક્ષ સેવનારૂપ હેતુનિષ્ઠ અવિનાભાવ સંબંધ-વ્યાપ્તિરૂપ પ્રતિબંધની અર્થાત્ હેતુસંબંધ જ્ઞાનની સિદ્ધિ કેવી રીતે જાણવી ?
-હવે કરાતું ઉપરોક્ત શંકાનું સચોટ સમાધાનतत्तानवोपलब्धेः, तत्क्षये च सर्वज्ञानं, तत्स्वभावत्वेन, दृश्यते चावरणहानि-समुत्थो ज्ञानातिशयः.
ભાવાર્થ=આવરણરૂપ કર્મોનો જે દેશથી (અલ્પાંશે) ક્ષય થવો તે નિર્જરા” કહેવાય છે. તે નિર્જરાના કારણરૂપ પ્રતિપક્ષસેવના છે અને તે પ્રતિપક્ષસેવનાથી આવરણરૂપ કર્મોની તyતા-તુચ્છતા (અલ્પતા-લધુતપાતળાપણા-આછાપણા) ની ઉપલબ્ધિ-પ્રાપ્ત હોવાથી આવરણક્ષય-વિશેષ, પ્રત્યક્ષ ગોચર છે. અતએ પ્રતિપક્ષસેવનારૂપ હેતુનિષ્ઠ વ્યાપ્તિરૂપ પ્રતિબંધની સિદ્ધિ છે. (સ્વાનુભવ આદિથી સિદ્ધજ્ઞાન આદિની વૃદ્ધિની અન્યથા-અનુપપતિ હોઈ પ્રતિબંધરૂપ વ્યાપ્તિની સિદ્ધિ છે. તથાચ પ્રતિપક્ષસેવના હોયે છતે (આવરણક્ષય-જનનદ્વારા) સ્વાનુભવઆદિ સિદ્ધજ્ઞાનઆદિની વૃદ્ધિ-ઉત્કર્ષ છે.
પ્રતિપક્ષસેવનાનો અભાવ હોય છતે સ્વાનુભવ-આદિ-સિદ્ધજ્ઞાન-આદિની વૃદ્ધિ-ઉત્કર્ષનો અભાવ છે. આમ અવયવ્યતિરેકથી સ્વાનુભવ આદિ સિદ્ધજ્ઞાન આદિની વૃદ્ધિ-ઉત્કર્ષમાં (આવરણય-જનનકારા) પ્રતિપક્ષસેવના કારણ છે.
શંકા=પ્રતિપક્ષસેવનાથી તો કેવલ આવરણભૂત કર્મોની તનતા-તુચ્છતા અલ્પતાની ઉપલબ્ધિ થાય છે. તો સવશે આવરણના ક્ષયનો નિશ્ચય કેવી રીતે ?
સમાધાન જે હેતુઓથી અલ્પાંશે ક્ષયના વિષયરૂપ જે આવરણ કર્મો થાય છે. તે આવરણ કર્મો, પ્રકૃષ્ટઉત્કૃષ્ટ અવસ્થાવાળા તે હેતુઓથી સવશે ક્ષયના વિષયભૂત થાય છે. આવી વિશિષ્ટ વ્યાપ્તિ અહીં સમજવી.
२ अतीन्द्रियत्वम्-इन्द्रियजन्यलौकिकप्रत्यक्षाविषयत्वम् । यथा कालस्यातीन्द्रियत्वम् । (स्व.)
૩ અન્વયવ્યતિરેકને “વ્યાપ્તિ' કહે છે. અને વ્યાપ્તિ જ્ઞાનને ‘તર્ક' કહે છે. સાધન હોયે છતે સાધ્યનું હોવું તે “અન્વય' છે. અને સાધ્ય ન હોય છતે સાધનનું ન હોવું તે “વ્યતિરેક છે. ધૂમાડાને જોઈ અગ્નિનું જ્ઞાન કરાય છે. માટે ધૂમ એ સાધન છે. અને અગ્નિ એ સાધ્ય છે.આ બંનેમાં અન્વયવ્યતિરેક ઘટે છે. કારણકે જ્યાં ધૂમ છે ત્યાં અગ્નિ અવશ્ય છે. (અન્વય) જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમ નથી (વ્યતિરેક) તથાચ આ તરૂપ વ્યાપ્તિજ્ઞાનદ્વારા નિશ્ચિત કરેલ ત્રિકાલવર્તી સાધ્ય સાધન સંબંધરૂપ-વ્યાપ્તિ નિયમના આધારે અનુમાનની ઉત્પત્તિ થાય છે.
સાધનથી સાધ્યના જ્ઞાનને “અનુમાન' કહે છે. જેમ કે, ધૂમને જોઈ અગ્નિનું જ્ઞાન કરવું. અર્થાત્ વનમાં ગયેલ કોઇ પુરૂષ, પહેલાં પર્વતવર્તી ધૂમની શ્રેણીને જાવે છે. ત્યારબાદ જ્યાં જ્યાં ધૂમ છે. ત્યાં ત્યાં અગ્નિ છે. આવા આકારવાળો વ્યાપ્તિને યાદ કરે છે. ત્યારબાદ આ (પર્વત) અગ્નિવાળો છે. આવું જ્ઞાન થાય છે. આ જ્ઞાનને “સ્વાર્થાનુમાન' કહે છે. એવચ પૂર્વે, જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં વનિનું દર્શન (પ્રત્યક્ષ) તે રૂપ “સહચારદર્શન થાય છે. પછીથી ધૂમ અને અગ્નિના સંબંધરૂપ અવિનાભાવરૂપ વ્યાપ્તિનું સ્મરણ થાય છે. પછીથી વ્યાપ્તિજ્ઞાનરૂપ તર્ક પેદા થાય છે. પછીથી અનુમાન થાય છે. આવો અહીં ક્રમ સમજવો.
ગજરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મ.