________________
&
લલિત-વિસ્તરા લભદ્રસારિ રશ્ચિત
{ ૨૧૩ એવા જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા-અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરો કહેવાય છે. સારાંશ કે વસ્તુનો વિશેષ અવબોધ તે જ્ઞાન, અને વસ્તુનો સામાન્ય અવબોધ તે દર્શન. ક્ષાયિકભાવના હોવાથી તે “વર'. કહેવાય છે. અને સર્વત્ર અસ્મલિત હોવાથી તે “અપ્રતિહત કહેવાય છે. આવા અપ્રતિહત વરજ્ઞાન અને દર્શનને ધારણ કરનારા અરિહંત ભગવંતો-પરમેશ્વર હોય છે.
–અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરત્વની લક્ષણ આદિપૂર્વક સિદ્ધિसर्वज्ञानदर्शनस्वभावत्वे निरावरणत्वेन, अन्यथा तत्त्वायोगात्,
ભાવાર્થ સર્વજ્ઞાન અને સર્વદર્શન એ આત્માનો સ્વભાવ છે. તેથી નયાંતરના અભિપ્રાયથી જીવમાત્ર, સદાકાળ સર્વજ્ઞ અને સર્વદર્શી છે છતાં નિરાવરણત્વરૂપ વિશેષણ દેવાથી-અપ્રતિહતવરજ્ઞાન દર્શનધર કહેવાથી ભગવાનનો જ બોધ થાય છે તેથી “સર્વજ્ઞાન સર્વદર્શનસ્વભાવત્વે સતિ નિરાવરણ–' આ અપ્રતિહતવરજ્ઞાનદર્શનઘરનું લક્ષણ થયું.
૧ “પ્રધાન વિશેષમુપસર્ગનીકૃત સામાનર્થપ્રહ જ્ઞાન' અર્થ સામાન્યને ગૌણ કરી વિશેષની પ્રધાનતાપૂર્વકનો વસ્તુ વિષયક બોધ તે “જ્ઞાન” કહેવાય છે.
તથાચ સામાન્યરૂપે અને વિશેષરૂપે એમ બે સ્વરૂપે વસ્તુ છે. વસ્તુમાં રહેલા વિશેષ-સ્વરૂપનો મુખ્યતયા બોધ તે “જ્ઞાન” કહેવાય છે. , ૨ “સામાન્ય પ્રધાનમુપસર્ગનવેવિશેષાર્થi સર્શન ' અર્થ- વિશેષ સ્વરૂપને ગૌણ કરી સામાન્ય સ્વરૂપની પ્રધાનતાપૂર્વકનો વસ્તુ બોધ તે “દર્શન' કહેવાય છે. તથાચ વસ્તુમાં રહેલા સામાન્ય સ્વરૂપનો પ્રધાનતયા જે બોધ તે ‘દર્શન' કહેવાય
३ सर्व जानातीति सर्वज्ञानं केवलज्ञानमिति (विशेषावश्यकबृहत्तो पृ. ६११)
४ लक्षणस्य लक्षणं तु लक्ष्यतावच्छेदकसमनियतत्वम् । यथा गोर्लक्षणस्य सास्नादिमतत्त्वस्य लक्ष्यतावच्छेदकीभूतगोत्वसमनियतत्वं लक्षणं भवतीति विज्ञेयम् (त.दी.) । दूषणत्रयरहितोधर्मः (त. भा.) दूषणत्रयंच अव्याप्तिः, असंभवश्चेति । एते त्रयो दोषा लक्षणदोषा इत्युच्यन्ते । एतेषां दूषकताबीजं तु लक्षणेनेतरभेदसाधने अतिव्याप्तौ व्यभिचारः । अव्याप्तौभागासिद्धिः । असंभवे स्वरूपसिद्धिश्चेति (नल. १ पृ.४) एतदूषणत्रयरहितो धर्म एवासाधारणधर्म इत्युच्यते ।
લક્ષણનું લક્ષણ=જે વસ્તુનો જે અસાધારણ ધર્મ હોય તે તે વસ્તુનું લક્ષણ સમજવું. જે લક્ષણમાં અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિઅસંભવ એ ત્રણે દોષોમાંનો એકપણ દોષ ન હોય તેને શુદ્ધ લક્ષણ” જાણવું. અતિવ્યાપ્તિ-જે લક્ષણ, લક્ષ્ય અને અલક્ષ્ય બંનેને લાગુ પડે અર્થાત્ જે વસ્તુનું લક્ષણ બનાવ્યું હોય તે લક્ષ્યમાં તેમજ અન્ય વસ્તુઓમાં (અલક્ષ્યમાં) પણ રહે તો તે લક્ષણમાં “અતિવ્યાપ્તિ' નામનો દોષ આવે છે. દા. ત. “જેને શીંગડાં હોય તે ગાય જાણવી’ એમ જો ગાયનું લક્ષણ બાંધવામાં આવે, તો ગાય સિવાયના બકરી વિ. જનાવરોમાં પણ તે લક્ષણ અતિવ્યાપ્ત થાય છે. આથી અહિંયા “અતિવ્યાપ્તિ' દોષ છે. અવ્યાતિ-જે લક્ષણ, સંપૂર્ણ રીતે લક્ષ્યમાં ન રહેતાં તેના એક અંશમાં જ પ્રાપ્ત થાય છે. તો તે લક્ષણને “અવ્યાપ્તિ' દોષથી ગ્રસ્ત જાણવું. જેમકે-જો ગાયનું લક્ષણ રાતારંગવાળી ગોત્વયુક્ત હોય તે ગાય જાણવી એમ કરીએ, તો બાકીના વર્ણવાળી ગાયોમાં તે લક્ષણ રહેતું નથી આથી આ લક્ષણમાં “અવ્યાપ્તિ' નામનો દોષ છે.
કરસૂરિ મ. સા.
ગુજરાતી અનુવાદક