________________
લલિત-વિસ્તરા
ઉપયોગરૂપ ચોથી સંપદા છે, તેમ આ વિશેષ ઉપયોગરૂપ છઠ્ઠી સંપદા છે. તથાચ પહેલી સ્તોતવ્ય સંપદાનો જ વિશેષ ઉપયોગ-પ્રયોજનરૂપ અર્થ (કાર્ય) ‘ધમ્મદયાણં'થી માંડી ‘ધમ્મવરચાઉદંતચક્કવટ્ટીણં' સુધીના પાંચ પદોમાં હોવાથી એ પાંચ પદવાળી છઠ્ઠી ‘વિશેષોપયોગસંપદા' છે. અર્થાત્ અરિહંતોનો, ધર્મદત્વ, (ધર્મદાન) ધર્મદેશકત્વ (ધર્મદેશના) ધર્મનાયકત્વ (ધર્મની નેતાગીરી-દોરવણી-આગેવાની-પ્રમુખપણુંસરદારી) ધર્મસારથિત્વ (ધર્મરથનું પ્રવર્તન-હાંકવું-ચલાવવું-પ્રવર્તાવવું) ધર્મવરચતુરંતચક્રવર્તિત્વ (ધર્મરૂપી શ્રેષ્ઠચતુરંત-ચતુર્ગતિચૂરક ચક્રવડે વર્તન-વર્તવું) એ રૂપ પ્રકારોથી વિશેષતઃ (ખસૂસ કરીને કે વિશિષ્ટ કોટીનો) ઉપયોગ (પ્રયોજન-કાર્યપ્રવૃત્તિ) હોઇ આ સંપદા ‘વિશેષણ ઉપયોગ સંપદા' તરીકે કહેવાય છે, દર્શાવાય છે. શ્રી તીર્થંકરદેવો, ધર્મનાક્ષેત્રમાં શું શું કાર્ય કરે છે તે દર્શાવવા આ સંપદામાં પાંચ પદથી એમનું વર્ણન કરેલ છે. સબબ કે; શ્રી અરિહંતદેવોની ઉપયોગિતા જે વિશિષ્ટ કારણોને લઇને માનવામાં આવે છે, તેનું દર્શન સવિશેષોપયોગ-સંપદાદ્વારા કરાવવામાં આવ્યું છે. તેઓ સર્વવિરતે અને દેશવિરતિરૂપ ચારિત્ર ધર્મના દાતા છે, ધર્મના અતિસમર્થ ઉપદેશક છે, ધર્મના સાચા અર્થમાં સ્વામી છે, ધર્મનું કુશલ રીતે સંચાલન-કરવાવડે ધર્મરથના સારથિ છે. અને ચારે ગતિનો નાશ કરનાર અનુપમ ધર્મચક્રનું પ્રવર્તન કરવાવડે શ્રેષ્ઠધર્મ ચક્રવર્તી છે. તેમની આ વિશિષ્ટ પ્રકારની ઉપયોગિતા સકલ મુમુક્ષુ જીવોનું આત્યંતિક કલ્યાણ કરનારી હોઇને સહુની સ્તુતિને પાત્ર છે.
—શક્રસ્તવના ૨૫ મા પદનું વિવરણ–
અથ અવતરણિકા-જૈનો જેમ તીર્થંકરોને ધર્મદેશક આદિરૂપે માને છે તેમ કેટલાક બૌદ્ધો પણ પોતાના ઇષ્ટદેવને માને છે. પરંતુ સર્વપદાર્થવિષયક જ્ઞાતા માનતા નથી. આ વાતનું પ્રમાણપૂર્વક સ્પષ્ટીકરણ આપતા કહે છે કે—
एते च कैश्विदिष्टतत्त्वदर्शनवादिभिर्बोद्धभेदैरन्यत्र प्रतिहतवरज्ञानदर्शनधरा एवेष्यन्ते “ 'તત્ત્વમિદં તુ પશ્યન્તુ'' તે
वचनाद्
આ રિભદ્રસૂરિ રચિત
૨૧૧
१ सर्वं पश्यतु वा मावा, तत्त्वमिष्टं तु पश्यतु । प्रमाणं दूरदर्शी चेदेते गृध्रानुपास्महे ॥ १ ॥ કૃતિ સંપૂર્ણ-જ્જ્ઞોપા, તથા च स्याद्वादमञ्जरीनिर्दिष्टं बौद्धभेदवचनतुल्यं वैशेषिकवचनमप्यत्र भाव्यम्, तथाहि “सर्वपश्यतु वा मा वा तत्त्वमिष्टं तु पश्यतु । कीटसङख्यापरिज्ञ नं तस्य नः क्वोपयुज्यते” ॥ तथा - " तस्मादनुष्ठानगतं ज्ञानमस्य विचार्यताम् । प्रमाणं दूरदर्शी चेदेते गृध्रानुपास्महे " ।
અર્થ “ઇશ્વર તમામ પદાર્થોને જાણે ન જાણે, તે ઇષ્ટપદાર્થોને જાણે એટલું જ બસ છે. જો ઇશ્વર, કીડાઓની ગણત્રી કરવા બેસે, તે, અમારે શા કામનો ?” તથા “અતએવ ઇશ્વરને ઉપયોગી જ્ઞાનની જ પ્રધાનતા છે. કારણકે, જો દૂરસુધી જોનારને જ પ્રમાણભૂત માનવામાં આવે તો પછી અમારે ગીધપક્ષીઓની જ ઉપાસના કરવી જોઇએ” કહેવાનું તાત્પર્ય એવું છે કે, વૈશેષિકલોક ઇશ્વરને અતીત દોષ માને છે. પરંતુ સકલપદાર્થજ્ઞાતા માનતા નથી. વળી મોક્ષપ્રાપ્તિ પછી સર્વજ્ઞયોગીઓના આત્મામાં પણ પૂર્ણજ્ઞાન અવશિષ્ટ રહેતું નથી. કારણ કે, તે જ્ઞાન, ઇશ્વરની માફક નિત્ય નથી. પણ યોગજન્ય હોવાથી અનિત્ય છે. એ અપેક્ષાએ વૈશેષિકવચન સંગત કરી શકાય એમ વિચારણા કરવી.
ગુજરાતી અનુવાદક
આ
તીકરસૂરિ મ.સા.