________________
લલિત-વિસરા - એ હરભસૂરિ રચિત
આ ૨૧૭) તથાચ સાક્ષાત્કારરૂપ દર્શન ઉપયોગના વિષયભૂત વિશેષો, જ્ઞાનરૂપ ઉપયોગના વિષયભૂત થાય છે. સાક્ષાત્કારરૂપ દર્શન ઉપયોગના અવિષયભૂત વિશેષો, જ્ઞાનરૂપ ઉપયોગના અવિષયભૂત થાય છે. કારણ કે, સામાન્ય અને વિશેષો અભેદરૂપે એક અધિકરણ વર્તી છે. સામાન્યને છોડી વિશેષો રહી શકતા નથી. કદાચ સત્ત્વરૂપ સામાન્યને છોડી જો વિશેષો માનવામાં આવે તો તે વિશેષો ગર્દભશંગ (ગધેડાનાં શીગડાં)ની માફક અસરૂપ થઈ જાય ! પદાર્થસૃષ્ટિ નામનો દોષ આવે !
સારાંશ - સાક્ષાત્કારરૂપ દર્શન ઉપયોગથી, સામાન્યમાત્રવિષયક-બોધ હોવા છતાં પણ, સામાન્યમાત્રવિષયકબોધ હોવા છતાં પણ, સામાન્યસ્વરૂપથી અભિન્ન હોઈ, શુદ્ધ-સંગ્રહનયના અભિપ્રાયથી વિશેષોનું પણ ગ્રહણ (બોધ-જ્ઞાન) થાય છે. એટલે છબસ્થ પણ (એકનયાશ્રિત-ઔપચારિકરૂપે) સર્વદા સર્વજ્ઞસ્વભાવવાળો ભલે થાય, સઘળા નયોની સંમતિ-સંવાદિતાથી તો જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય-અંતરાયરૂપ કર્મચતુષ્ટયીરૂપ ઘાતિકર્મનો ઘાત-ક્ષય જ્યારે થાય ત્યારેજ ઉપચાર-આરોપવગરની-અવ્યાવહારિક પારમાર્થિક-સત્યયથાર્થ સર્વજ્ઞસ્વભાવતા સિદ્ધ થાય છે. કારણ કે, જ્ઞાન અને ક્રિયાનું યોગપદ્ય-એકકાલમાં વૃત્તિ કે ઉત્પત્તિ (ઘાતી કર્મક્ષયરૂપ કિયા અને સર્વજ્ઞાન-કેવલજ્ઞાન રૂપજ્ઞાનની એક જ સમયમાં વૃત્તિ કે ઉત્પત્તિ) તેજ મોક્ષનો મહાનું માર્ગ છે. વળી સામાન્ય-વિષયક-અવબોધથી જ, સર્વવિષયક દર્શન કેવલદર્શન સ્વભાવતા એટલે સર્વદર્શન ,સ્વભાવતાસર્વદર્શિત્વની સિદ્ધિ માટે પ્રયત્ન કરેલ નથી.
-ઉપરોકતહેતુગત સર્વજ્ઞાનદર્શનસ્વભાવતારૂપ વિશેષણની સિદ્ધિ દર્શાવ્યા બાદ હવે દર્શાવતી “નિરાવરણત્વ' રૂપ વિશેષ્યની સિદ્ધિ
निरावरणत्वं 'चावरणक्षयात्, क्षयी च प्रतिपक्षसेवनया,
ભાવાર્થ- વળી પૂર્વોક્તતુરૂપ નિરાવરણપણું, જ્ઞાનાવરણીય આદિ ઘાતકર્મચતુષ્ટયના ક્ષયથી (નિર્મુમૂળ પણ ન રહે અર્થાત્ સત્તામાં પણ ન રહેતી તેવી રીતના આત્યંતિકāસથી) વિકસિત થાય છે. (બાવરાક્ષનર્ચ निरावरणत्वमित्यर्थः, अथवा आवरणक्षयज्ञानज्ञाप्यनिरावरणत्वमित्यपि बोध्यम्)
શંકા-જીવના પ્રદેશોની સાથે નિર્વિભાગપણાએ (અવિભક્ત-સુસંયુક્તરૂપે-એકમેકરીતે) બંધાયેલ-અગમ્ય એવા કર્મપુદ્ગલરૂપ આવરણનો ક્ષય, યુક્તિથી કેવી રીતે સમજી શકાય ? તે સમજાવો ?
સમાધાન=પ્રતિપક્ષની સેવના એટલે અભ્યાસથી આવરણનો ક્ષય, ગમ્ય કે યુક્તિસંગત, સાધ્ય થાય છે.
___१ अ-एककालवृत्तित्वं यौगपद्यम् (ग. सत्प्र.) अनेकेषामेकक्षणसम्बन्ध इत्यर्थः । यथा घटपटयोर्योगपयम् । आ-एककालोत्पत्तिकत्वम्
था अयोगपयाज्ज्ञानानां तस्याणुत्वमिहोच्यते (भा. प. श्लो. ८६) इत्यादौ यौगपद्यम् ( ૨ આ નિરાવરણત્વ સ્વાભાવિક કે ઇશ્વરાદિજનિત નથી પરંતુ આવરણ ક્ષયથી નિરાવરણત્વ પ્રગટ થાય છે એમ આ વાક્ય જણાવે છે.
બાજરાતી અનુવાદક -
મકરસૂરિ મ ણ