________________
લલિત-વિસ્તરા - Rભદ્રસૂરિ રરિી
( ૨૦૩) અપુનબંધક આદિ સુપાત્ર-ભવ્યોના પ્રત્યે ધર્મ પ્રવર્તન યોગ્ય હેતુભૂત) ઘર્મ-પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ (ઉત્પત્તિ કે સંપ્રાપ્તિ) થાય છે. અર્થાત્ ધર્મપ્રવૃત્તિ વિષયક ઈચ્છાપૂર્વક-દ્વારક, ધર્મપ્રવર્તન ફલજનકજ્ઞાનની સિદ્ધિ થાય છે. કારણ કે; (પ્રદર્શન હેતુભૂત) પ્રદર્શક આદિ અન્યજ્ઞાનથી તાદ્રશપ્રવૃત્તિનો અભાવ છે.
(૩) તાદ્રેશપ્રવર્તક-પ્રવૃત્તિકારક જ્ઞાનની સિદ્ધિ હોય છતેજ, બાહુબલી આદિશ્રોતાઓની માફક) ધર્માકર્ષપર્યન્ત લક્ષણ પરિપાકની સાધ્યરૂપે અપેક્ષા (આશ્રિતતા-સ્વીકૃતિ સિદ્ધ થાય છે. અર્થાત્ પ્રકૃષ્ટ-પરિપક્વધર્મ અહીં યથાખ્યાતચારિત્ર (સર્વસંવરરૂપ યથાવાતચારિત્ર) સમજવો. તથાચ યથાવાતચારિત્ર ઘર્મરૂપ પ્રકૃષ્ટ ઘર્મપર્યન્તરૂપ પરિપાકને સાધ્ય-પ્રવર્તન સિદ્ધિના ધ્યેય તરીકે અપેક્ષિત કરવામાં આવે છે.
(૪) યથાખ્યાતચારિત્ર ઘર્મરૂપ પ્રકૃષ્ટ ધર્મપર્યન્ત લક્ષણ પરિપાકરૂપ (સાધ્યનો આશ્રય) સાધ્ય વિષયક અપેક્ષા-ઈચ્છા હોય છતેજ સમ્યક પ્રવર્તનયોગ સિદ્ધ થાય છે. અર્થાત્ જિનેશ્વર ભગવંતો, અપુનબંધક આદિ પાત્રોના પ્રત્યે પહેલેથી માંડી ઉત્કૃષ્ટ સંપૂર્ણ પરિપકવ ઘર્મફલ પ્રાપ્તિપર્વત, ધર્મપ્રવર્તનરૂપ સમ્યક્ઝવર્તન કરે છે. ભવ્યોને ઠેઠ ધર્મની સીમારૂપ સર્વોત્કૃષ્ટ ધર્મ સુધી પહોંચાડે છે. અતએ અવંધ્યમૂલ આરંભ વ્યાપારવંતસફલ પ્રથમ ઉદ્યમ ઉત્પાદનરૂપ ક્રિયાવંત ભગવંતો હોઈ ભગવંતોમાં ધર્મસારથિપણું યથાર્થ ઘટમાન થાય
ધર્મસારથિત્વરૂપસાધ્યસાધક પ્રથમ હેતુરૂપ “સમ્યફ પ્રવર્તન યોગ'ની જ સિદ્ધિ માટે પરસ્પર અપેક્ષાવાળા બીજા ચારહેતુઓનું પ્રતિપાદન–
तथा गाम्भीर्ययोगात् साधुसहकारिप्राप्तेरनुबन्धप्रधानत्वात् अतीचारभीरूत्वोपपत्तेः २ ।
ભાવાર્થ-(૧) અતિચાર (દોષ-મલિનતા)થી હણાયેલ કે ઘવાયેલ પુરૂષમાં ચારિત્રધર્મના અનુબંધનો (અવિચ્છિન્નધારાવાહી પ્રવાહનો) અભાવ છે અને અતિચારભીરૂ-નિરતિચાર ચારિત્રસંપન્ન આત્મામાં સાનુબંધ ચારિત્ર ધર્મ છે.
(૨) અતએવ-ચારિત્રના અનુબંધ વગરના-નિરનુબંધ ચારિત્રવાળા આત્માને નિયત-ફલજનક સુગુરૂ વિગેરે સહકારી કારણોનો લાભ સાંપડતો નથી.
(૩) તથાચ સાનુબંધ ચારિત્ર ઘર્મવાળા આત્માને અવશ્ય ફલજનક સુગુરૂ વિગેરે સહકારી કારણોનો લાભ થાય છે.
(૪) ફલ અવિસંવાદી-નિયત ફલ જનક સુગુરૂ વિગેરે સહકારી કારણોના લાભરૂપ કારણ હોય છતે
૧ એવંચ તથાભવ્યત્વપરિપાકરૂપ પ્રકતિજન્ય-ધર્મપ્રશંસા આદિ ધર્મબીજરૂપ કારણની સત્તા છે, એટલે જ અપુનબંધકત્વ છે. એટલે પ્રવર્તક-પ્રવૃત્તિકારક જ્ઞાનની સિદ્ધિ છે. પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ છે. એટલે જ ઉત્કૃષ્ટધર્મયથાખ્યાતચારિત્રરૂપ ધર્મસાધ્યની અપેક્ષા-ઈચ્છા છે. એટલે જ ચારિત્રરૂપધર્મમાં પોતે પ્રવર્તે છે અને બીજાઓને-શ્રોતાઓને પ્રવર્તાવે છે અર્થાત તેઓના સમકwવર્તનમાં અમોધઆદ્ય આરંભ વ્યાપારમાં પુઆલંબનભૂત ભગવંતો બને છે. અએવ ભગવંતો “ધર્મસારથિ' કહેવાય
ગજરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિમા