________________
લલિત-વિસારા. આહરિભદ્રસઉ રચિત
૧૯૫ (૨) જેમ પહેલું સાધન, ઘર્મને સ્વવશ કરવામાં વિધિસમાસાદન’ છે તેમ ઘર્મને સ્વાધીન બનાવવામાં બીજું કારણ નિરતિચારપણે ધર્મનું પાલન છે. તથાતિ-ભગવંતે અતિચાર (અતિક્રમ-વ્યતિક્રમ-અતિચાર આદિરૂપ દોષ) લગાડ્યા વગર ઘર્મ પાળેલ-આચરેલ કે અપનાવેલ છે. એટલે આ ધર્મ સ્વવશ થયેલ છે. ધર્મને પોતાને આધીન કરવામાં બીજું કારણ સર્વથા અતિચાર વગરનું ધર્મનું પાલન છે. અર્થાત્ ધર્મના વશીકરણભાવરૂપ સાધ્યની સિદ્ધિનો આ બીજો હેતુ છે.
(૩) જેમ ઘર્મને વશ કરવામાં “વિધિ સમાસાદા અને નિરતિચારપણે પરિપાલન,” બે કારણ છે તેમ ધર્મને સ્વવશ કરવામાં ત્રીજું કારણ, “ધર્મનું યશોચિતદાન' છે. તથાતિ-ભગવંત યોગ્યતાના પ્રમાણમાં ભવ્યોને ધર્મનું દાન આપેલ છે. અર્થાતુ જે પોતાની માલીકીની વસ્તુ હોય તેનું જ દાન, સુપ્રસિદ્ધ છે. એટલે ધર્મના યથોચિત દાનથી “ધર્મ, સ્વવશ થયેલ છે.” એમ સાબીત થાય છે.
અર્થાત્ પ્રકૃતધર્મના વશીકરણભાવરૂપ સાધ્યની સિદ્ધિમાં “ધર્મનું યથોચિતદાન એ ત્રીજો હેતુ છે.
(૪) જેમ વિધિસમાસાદન, નિરતિચારપણે પાલન, યથોચિતદાન, ઘર્મને સ્વવશ કરવામાં ત્રણ કારણો છે તેમ ધર્મને આત્મસાત કરવામાં ચોથુ કારણ, ધર્મના દાનવિષયમાં ભગવંતને બીજાના વચનની અપેક્ષાનો (પરવા-ગરજ-આલંબન-દરકારનો) અભાવ છે. તથાતિ- જેમ બીજા મુનિઓ ઘર્મદાનમાં ગુરૂ આદિરૂપ બીજાઓની વચનરૂપ આજ્ઞાની અપેક્ષા રાખતા નથી. અર્થાત્ બીજાઓ જેમ ક્ષમાશ્રમણોના હસ્તે સમ્યકત્વ-સામાયિક આરોવાવું છું” આ પ્રમાણે બોલે છે તેમ બોલતા નથી. તથાચ ધર્મેદાનમાં બીજાના વચનની અપેક્ષાઆજ્ઞા લેવા-માગવાની નહીં હોવાથી ભગવાન ધર્મદાનમાં સ્વતંત્ર છે. અને તે સ્વતંત્ર ધર્મદાનથી જ “ધર્મ, સ્વવશ થયેલ છે' એમ સિદ્ધ થાય છે. અર્થાત્ પ્રકૃતધર્મના વશીકરણભાવરૂપ સાધ્યની સિદ્ધિમાં “યથોચિતધર્મદાન વિષયમાં વચનરૂપ આજ્ઞાની અપેક્ષાનો અભાવ-સ્વાતંત્ર્ય છે.” એ ચોથો હેતુ સમજવો.
–પ્રતિeતુઓના પ્રતિપાદનપૂર્વક “ધર્મોત્તમઅવાપ્તિ રૂપ બીજા મૂલહેતુની મીમાંસા___ एवं च तदुत्तमावाप्तयश्च भगवन्तः, प्रधानक्षायिकधावाप्त्या, १ तीर्थकरत्वात्प्रधानोऽयं भगवतां, तथापरार्थसम्पादनेन २ सत्त्वार्थकरणशीलतया, एवं हीनेऽपि प्रवृत्तेः ३ अश्वबोधाय गमनाकर्णनात् । तथाभव्यत्वयोगात् ४ अत्युदारमेतदेतेषाम् २ ।
ભાવાર્થ-જેમ ભગવાનનું ઘર્મને સ્વવશ કરનાર હોઈ ઘર્મનાયક છે. તેમ ધર્મોત્તમ-ઉત્તમ ધર્મના (ધર્મના ઉત્કર્ષના) લાભવાળા હોઈ “ધર્મનાયક' છે તથાપિ ભગવંતો (પક્ષ) ધર્મોત્તમ-ઉત્કૃષ્ટ ધર્મની પ્રાપ્તિવાળાઓ છે. (ધર્મોત્તમ-ધર્મના ઉત્કર્ષની પ્રાપ્તિ અહીં સાધ્ય છે.) કારણ કે, (૧) પ્રધાન વિશિષ્ટ-લોકોત્તરરૂપ ક્ષાયિક (કર્મના ક્ષયથી થતા) ધર્મની પ્રાપ્તિ છે. અર્થાત્ ભગવંતો તીર્થંકર હોવાથી (ઉત્કૃષ્ટકોટીના પુણ્યરૂપ તીર્થંકર નામકર્મના વિપાકોદયવાળા હોવાથી) ભગવંતોનો આ ક્ષાયિકધર્મ “પ્રધાન શાયિકધર્મ” તરીકે કહેવાય છે. અત એવા
( ૧ ૩, “ખમા. ઈચ્છાકારિ ભગવન્! તુહે અહં સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવીયં, ઈચ્છામો અણસટ્ટ ગુ. આરોવીય આરોવીયં ખમાસમણાણે હથેણે સુણ અર્થેણે તદુભાયણ સમ્મધારિજ્જાહિ, અત્રેસિંચ પવન્જાહિ, ગુરૂગુણહિં વૃદ્ધિજ્જાહિ, નિથ્થારપારગાહોહ,” ઈત્યાદિ.
નાં અનુવાદક - આ મકર સુરિ મ.
ગુજરાતી અનુવાદ
છે
.