________________
લલિત-વિતરા આ CRભદ્રસર રચિત
{ ૧૯૯) અહીં સાધ્ય છે.) કારણ કે; (૧) સુકલ સૌન્દર્ય એ પ્રથમ સાધન છે. કારણ કે; ભગવંતોમાં રૂપ આદિ (આદિપદથી યશલક્ષ્મી-ધર્મ-પ્રયત્ન આદિ) અનુપમ-અજોડ-બીનહરીફ-અતુલ છે. વાસ્તે સકલ (બાહ્ય આત્યંતરરૂપ સકલ અથવા સંપૂર્ણ) સૌન્દર્ય-(સુંદરતા-રૂપ-ખુબસુરતી-કાંતિ-આંખને ગમે એવો દેખાવ-શોભા)રૂપ સાધનથી ભગવંતો, ધર્મફલના પરિભોગરૂપ સાધ્ય વિશિષ્ટ છે. એમ સાબીત થાય છે.
(૨) જેમ ભગવંતના ધર્મફલ પરિભોગરૂપ સાધ્ય પ્રત્યે સકલ સૌન્દર્યરૂપ સાધન છે. તેમ પ્રાતિ'હાર્યનો યોગ સાધન છે. તથાહિ-તીર્થંકરભગવંતભિન્ન અન્ય વ્યક્તિઓમાં પ્રાતિહાર્યના યોગરૂપ સાધનથી ભગવંતો, ધર્મફલપરિભોગરૂપ સાધ્યના આશ્રયભૂત છે. એમ સિદ્ધ થાય છે. . (૩) જેમ ભગવંતના ધર્મફલ પરિભોગરૂપ સાધ્યના પ્રત્યે (૧) સકલ સૌન્દર્ય (૨) પ્રાતિહાર્ય યોગ સાધન છે. તેમ (૩) જું ઉદાર (સર્વશ્રેષ્ઠ-ઉચ્ચતમ-વિશાલ-મોટામાં મોટી) ઋદ્ધિ (સાહ્યબી-વૈભવ-ઠકુરાઈસંપત્તિ-લક્ષ્મી)નો અનુભવ, એ સાધન છે, તથાહિ સમગ્ર સંપૂર્ણ પુણ્યસંભાર-(પુંજ-સમુદાય)થી, આ તીર્થંકર પદની ઉદાર ઋદ્ધિનો અનુભવ થાય છે. એટલે ઉદાર ઋદ્ધિના અનુભવરૂપ સાધ્યના આશ્રયભૂત છે. એમ સિદ્ધ થાય છે.
(૪) જેમ ભગવંતના ધર્મફલપરિભોગરૂપ સાધ્યના પ્રત્યે (૧) સકલ સૌન્દર્ય (૨) પ્રાતિહાર્યયોગ
૧ પ્રાતિહાર્ય-(૧) અશોકવૃક્ષ-જ્યાં જ્યાં પ્રભુ સ્થિરતા કરે છે. તે તે સ્થલે જિનેશ્વરની ઉપર દેવતાઓ અશોકતરૂ રચે છે. તે અશોકવૃક્ષ, 2ષભસ્વામીથી આરંભીને શ્રી પાર્શ્વનાથસ્વામી સુધી ત્રેવીસ તીર્થંકરો ઉપર તેમના પોતાના શરીરના માનથી બાર ગણો ઉંચો રચવામાં આવે છે. અને મહાવીર સ્વામી ઉપર બત્રીશ ધનુષ્ય ઉંચો રચવામાં આવે છે.
(૨) સુરપુષ્ટવૃષ્ટિ-સમવસરણની ભૂમિમાં નીચાંડીંટવાળા-સુગંધવાળાં-જલસ્થલજ સચિત્ત ચંપક વિગેરે પાંચ રંગના પુષ્પોની જાનુ પ્રમાણ વૃષ્ટિ થાય છે. તથાચ જેમ એક જોજન જેટલી સમવસરણની ભૂમિમાં અપરિમિત સુર-અસુર-નર-તિર્યંચોનું પરસ્પર મદન થતાં પણ તેઓને કાંઈપણ બાધા થતી નથી, તેમ જાનુ પ્રમાણ પુષ્પોના સમૂહ ઉપર મુનિગણ તથા વિવિધજન સમૂહના ચાલવાથી પણ તે પુષ્પોને કાંઈપણ બાધા થતી નથી. કેમકે; અનુપમ એવા તીર્થકરોનો પ્રભાવ અચિંત્ય છે.
(૩) દિવ્યધ્વનિ-ભગવાનની માલકોશ રાગ યુક્ત વાણીને વીણા, વાંસળી વિગેરે સ્વરના જેવા સ્વરવડે સુરો પૂરે
(૪) ચામર-ચેતવર્ણી ચામરો બને બાજુએ વીંઝાય છે, - (૫) આસન-નિર્મળ સ્ફટિક મણિનું રચેલું સપાદપીઠ સિંહાસન
(૬) ભામંડલ-ભગવાનના મસ્તકની પાછળ બાર સૂર્ય બિંબની કાંતિથી પણ અધિક તેજસ્વી અને મનુષ્યોને મનોહર લાગે તેવું ભામંડલ-કાંતિના સમૂહનો ઉદ્યોત પ્રસરેલો હોય છે, ભગવંતનું રૂપ જોનારને, તેનું અતિશય તેજસ્વિપણું હોવાથી સામું જોવું અત્યંત દુર્લભ થઈ પડે છે. તેમ ન થવા માટે તે સર્વ તેજનો એકત્ર પિંડ થઈને મસ્તકની પાછળ રહે છે. જેથી ભગવંતનું રૂપ જોનારાઓ સુખે સુખે ભગવંતની સામું જોઈ શકે છે.
(૭) દુંદુભિ-ભગવાન લીલા સહિત જે સ્થલે વિચરે છે ત્યાં આકાશમાં દુંદુભિ વાગ્યા કરે છે. (૮) આતપત્ર-ભગવાનના મસ્તક પર ત્રણ છત્ર રહે છે.
કરસાથી
બાજરાતી અનુવાદક મ