________________
લિત-વિરારા - ઝી) હરિભદ્રસારિ રશ્ચિત
૧૯૩) રાખવામાં આવેલો દીપક, પવનનો ઝપાટો હોવા છતાંય તેલની હયાતી સુધીમાં બુઝાતો નથી. પરંતુ તેલ પુરૂં થયા પછી જ બુઝાય છે અને બહાર ઉઘાડો રાખવામાં આવેલો દીપક, પવનનો ઝપાટો લાગતા બુઝાઈ જાય છે. તેમ જે કર્મો બહારની અસરથી ખસી જાય છે. તેને સોપક્રમ કહેવામાં આવે છે. અને તેથી ઉલ્ટાને નિરૂપક્રમ' કહેવામાં આવે છે.) કર્મનો ક્ષય-નાશ-ધ્વંસ થાય છે. અને નિરૂપક્રમ (નિરૂપમ કર્મ એટલે નિકાચિત કર્મ, આવાં કર્મ ઉદયમાં ભોગવવાં જ પડે છે. પણ શુદ્ધ માર્ગે વર્તન કરવાથી એવાં કર્મનો નવીન બંધ થતો નથી. અને નિકાચિત કર્મનો અનુબંધ, બંધ પડે છે એટલે નિકાચિતનો નવીન બંધ કે અનુબંધ અટકે તો પણ ઘણું છે.) કર્મના અનુબંધનો (અવિચ્છિન્ન પ્રવાહનો-એક બીજા સાથે બંધાવવાનો-સંબંધ-પરંપરાનો) વિચ્છેદ-નાશ-ક્ષય થાય છે.
આ પ્રમાણેના વિશિષ્ટ ફલજનક ઘર્મની દેશના કરે છે. તે “ધર્મદેશક' કહેવાય છે. અર્થાત “ઘર્મદશક એવા અરિહંત ભગવંતોને લાખલાખનાર વંદન હો !”
શક્રસ્તવના “ધમદશક'રૂપ ૨૧ મા પદની વ્યાખ્યા સમાપ્ત થાય છે. -શક્રસ્તવના “ધર્મનાયક' રૂપ ૨૨ મા પદનું પ્રૌઢ પ્રવચનतथा 'धम्मनायगाणं' इह धर्मः-अधिकृत एव, तस्य स्वामिनः, तल्लक्षणयोगेन,
ભાવાર્થ-જેમ “ધર્મદ-ધર્મદશક છે તેમ ધર્મના નાયક છે. અર્થાત્ “ધર્મનાયક એવા અરિહંત ભગવંતોને નમસ્કાર હો !”
અહીં “ધર્મનાયક' ઈતિ સૂત્રઘટિત ઘર્મ એટલે પૂર્વકથિત અધિકૃત-વિવક્ષિત-સાયોપથમિક આદિ ભાવરૂપ ચારિત્રધર્મ જ ગણવો. તે ચારિત્રરૂપ ધર્મના સ્વામી (ધણી-પતિ-માલીક-રાજા) અરિહંત ભગવંતો છે. કારણ કે; સ્વામીના લક્ષણોનો (સ્વરૂપ વિગેરેનો) સંબંધ-યોગ, અરિહંત ભગવંતોમાં છે.
-સ્વામીના લક્ષણરૂપ-ધર્મનાયકત્વસાધક ચાર મૂલ હેતુઓतद्यथा-तद्वशीकरणभावात् तदुत्तमावाप्तेस्तत्फलपरिभोगात्तद्विघातानुपपत्तेः
ભાવાર્થ-તે આ પ્રમાણે તથાહિ-અરિહંત ભગવંતો (પક્ષ) ધર્મનાયક છે. (ધર્મનાયકત્વ સાધ્ય છે) જ્યારે તેના-ધર્મનાયકત્વરૂપ સાધ્યના સાધક તરીકે (૧) ત૬ (ઘર્મનો) વશીકરણભાવ (૨) તદ્ (ધર્મન) ઉત્તમ અવાપ્તિ-પ્રાપ્તિ (૩) તદ્ (ધર્મના) ફલનો પરિભોગ (૪) તદ્ ધિર્મના) વિઘાત-વિધ્વંસની અનુપપતિ (અયોગ-અભાવ-આત્યંતિક અવિદ્યમાનતા) આ ચાર મૂલ હેતુઓ જાણવા.
વળી પ્રત્યેક ચાર મૂલહેતુના પ્રતિકેતુ-પ્રભેદ-અવાંતર-ઉત્તરભેદરૂપ સભાવનિક ચાર ચાર હેતુઓ છે. તે નીચે દર્શાવેલ કોષ્ઠકથી જાણો !
ધર્મનાયકત્વરૂપ સાધ્યના સાધક સભાવનિક-મૂલહેતુના સ્વરૂપની સ્પષ્ટતા દર્શક સ્વભાવ (૪) મૂળહેતુઓ
વાળા, મૂલહેતુના સાધકહેતુરૂપ પ્રતિeતુઓ-અવાંતરભેદો-પ્રભેદો-પેટાભેદો કે ઉત્તરભેદો (૧૬)
શકાય
કરી
થી
બાજરાતી અનુવાદક - અ. ભદ્રકરસૂરિ મ.