________________
લલિત-
વિરા છE હરિભદસર રચિત
સાબીત થાય છે કે, પ્રધાન સાયિકધર્મની પ્રાપ્તિ રૂપ હેતુ દ્વારા, ભગવંતો, ધર્મોત્તમ-શ્રેષ્ઠધર્મના લાભારૂપ સાધ્યના આશ્રય-આધારરૂપ છે.
(૨) જેમ ભગવંતોના ધર્મોત્તમ-ઉત્કૃષ્ટ ધર્મલાભરૂપ સાધ્યના પ્રત્યે પ્રધાનક્ષાયિક ધર્મ પ્રાપ્તિ' હેતુ છે તેમ “પરાર્થ સંપાદન'રૂપ હેતુ છે. તથાહિ-ભગવંતો પરોપકાર વ્યસની હોઈ-પ્રાણીમાત્રનું ભલું-પરહિત કિરવાના સ્વભાવ-પ્રકૃતિવાળા હોઈ પરાર્થ સંપાદિત કરે છે. અર્થાત પાર્થ-પરોપકાર સંપાદનરૂપ હેતુથી, ધર્મોત્તમ-ઉત્કૃષ્ટ ઘર્મની પ્રાપ્તિ રૂપ સાધ્યના આશ્રયભૂત ભગવંતો છે એમ સિદ્ધ થાય છે. “ઉત્તમધર્મસંપન્નો જે હોય તે પરાર્થ સંપાદકો હોય જ' એટલે પરાર્થસંપાદનમુદ્રાથી ઉત્તમધર્મસંપન્નતા નિશ્ચિત કરાય છે.
(૩) જેમ ભગવંતોની ઘર્મોત્તમ-ઉત્કૃષ્ટધર્મની પ્રાપ્તિરૂપ સાધ્યના પ્રત્યે પ્રધાન ક્ષાયિકધર્મ પ્રાપ્તિ અને પરાર્થસંપાદનરૂપ હેતું છે તેમ કહીનના વિષે પણ (મનુષ્ય આદિભિન્ન અન્ય તિર્યંચ આદિમાં પણ) ભગવંતોની પરાર્થસંપાદનરૂપ પ્રવૃત્તિ હોઈ હીનના પ્રત્યે પણ પરાર્થસંપાદન પ્રવૃત્તિરૂપ હેતુથી ઘર્મોત્તમ સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિરૂપ સાધ્યના આશ્રયભૂત ભગવંતો છે એમ પૂરવાર થાય છે જેમ કે, શાસ્ત્રનું વચન સંભળાય છે કે, “ઘોડાને પ્રતિબોધ આપવા માટે શ્રીમાનું ભગવાન્ મુનિસુવ્રતસ્વામીજી ભૃગુકચ્છમાં (ભરૂચ નગરમાં) પધાર્યા હતા.
૧ ભગવાન પંજિકાકાર શ્રીમાનું મુનિચંદ્રસૂરીશ્વર મહર્ષિ પ્રણીત મુનિસુવ્રતસ્વામી ચરિત્રનો ભાવાર્થ-ત્રિભુવન જનગણમનરંજન જનક, શત્રુજનને દુઃસહ એવા પ્રતાપથી સમસ્ત શત્રુવિજેતા-સુમિત્ર નામક રાજવીના કુલરૂપી કમલવનમાં નિર્મલ રાજહંસ સમાન, ત્રિભુવન માન્ય લક્ષ્મીનિવાસરૂપ કે પરમ શોભાસ્પદ પદ્માવતી મહારાણીના દિવ્ય ઉદરરૂપી છીપમાં મોતી સરખા, ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી, મગધ દેશ ભૂષણ રાજગૃહ નગરના વિશાલ રાજ્યને પાલે છે. જેમની પાસે આવીને સારસ્વત આદિ લોકાંતિક દેવવૃન્દ, દીક્ષાના અવસરનું કે તીર્થપ્રવર્તકનું વિજ્ઞાપન કર્યું છે એવા, તથા સાંવત્સરિકદાનવૃષ્ટિસર્જન પછી તરત જ ભેગા થયેલ સમસ્ત ઈન્દ્રસમુદાયે કરી છે, પૂજા-સેવા જેમની એવા, વશમાં વિભુ, દુન્યવી સઘળા સંગને હેય સમજી, કેદખાના જેવા નિઃસાર સંસારમાં બસ એક સંગ કરવા જોગ દીક્ષા જ છે એમ માની દીક્ષાને સ્વીકારે છે ત્યારબાદ પવનની માફક અપ્રતિબદ્ધપણે નિજચરણારવિન્દની રજથી પૃથ્વીતલને પવિત્ર બનાવતા, કેટલાક કાલ સુધી છવસ્થપણે વિચરી, વીણ શુકલધ્યાનરૂપ કઠારની ધારના પ્રયોગ-અજમાયશથી દુરંતમોહરૂપી વૃક્ષના મૂલજાતને છેદનાર સ્વામી, સકલ કાલભાવિ (વર્તી) ભાવના સ્વભાવના પ્રકાશનમાં અત્યંત સમર્થ-કેવલજ્ઞાનરૂપી પરમજ્યોતિને પામે છે. આસનકંપન પછી ભગવંતને કેવલ
જ્યોતિસંપન્ન જાણી, ભક્તિરસભરપૂર અત એવ કરી છે, સમવસરણ આદિ રમણીય સેવા જેમણે એવા સમસ્ત સુરપતિઓ, અનુક્રમે સ્થાન પ્રમાણે બેસીને ભગવંતની ઉપાસના કરે છે. ત્યારબાદ ભગવાનું, જલભર્યા અષાઢી મેઘરાજની જેમ ભવ્યજનગણરૂપી મયૂર મંડલને હર્ષ-ઉલ્લાસ આપવાના સ્વભાવવાળા, દેદીપ્યમાન નવીન અંજન (કાજલ) પુંજવતુ શ્યામવર્ણી કાયાવાળા, કષાયરૂપી ઉહાળાના સમયથી સંતપ્ત ભવ્યજનના સંતાપ હર્તા, અંધકારને ભગાડનાર ભામંડલરૂપી વિદ્યુત લતાથી અલંકૃત ગગનમંડનકારી ઈન્દ્ર ધનુષ્યના આડંબર-શોભા કારક (ઈન્દ્રધનુષ્યની ભ્રાંતિ ઉપજાવનાર) તેજ પુંજથી વિરાજિત ચમકદાર ધર્મચક્ર સંપન્ન, પૃથ્વીતલ પર આવી બેઠેલ બલાકા (બગલી) પંક્તિજન્ય શોભાકારણ ધોળા ચામરોને બે હાથે સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર જે પ્રભુની બે બાજુએ ઢાળે છે એવા-સજલ જલધર જેવા મુનિસુવ્રતસ્વામી સકલપ્રાણિગણ સાધારણ-સદેશનારૂપી જલધાર વડે સમગ્ર પ્રાણીઓના હૃદયરૂપી ભૂપ્રદેશોને સ્વસ્થ (ભીના-લીલા-આર્ઘ-પાણીવાળા-રસકસ ભરેલા-તાજા) કરે છે. એવચં તીર્થપ્રવર્તન પછીથી માનવતું ભગવાન, ભવ્યરૂપી કમલ સમૂહને પ્રતિબોધતા, દક્ષિણ દેશના મુખમંડનરૂપ ભૃગુકચ્છ-ભરૂચનગરમાં પધાર્યા અને ઈશાન ખૂણામાં રહેલ કોરિંટક નામક ઉદ્યાનમાં સમોસર્યા. આ સમયે, પોતાના પરિજન મારફતે ભગવંતનું આગમન સાંભળી,
અા
વાદક
માં
સરિ મ. સા.
ગુજરાતી