________________
લલિત-વિજ
ના... નાક OBIE 2
કરી છે
{ ૧૮૭ વિગેરે બાર વ્રતો અને શ્રાવકની અગ્યાર પ્રતિમા ગત ક્રિયાથી સાધ્ય, સાધુ ધર્મની અભિલાષાના આશય રૂપ, આત્મપરીણામ તે શ્રાવક ધર્મ કહેવાય છે.
(૨) સાધુધર્મ=સામાયિકચારિત્ર વિગેરેમાં રહેલી વિશુદ્ધ ક્રિયાથી સાધ્ય, સકલપ્રાપ્તિના હિતના આશયરૂપ અમૃતરૂપ લક્ષણવાળો, આત્મપરીણામ. તે જ સાધુધર્મ કહેવાય છે. કારણ કે, ઘર્મનું સ્વરૂપ, ક્ષાયોપથમિક વિગેરે ભાવો, જ છે. તથાચ આત્મપરિણામ વિશેષ-ક્ષાયોપથમિક-ઔપથમિક-સાયિક આદિ ભાવસ્વરૂપ-ચારિત્રવિશેષ ધર્મને અહીં પ્રકૃતધર્મ તરીકે વિવક્ષિત ઘર્મ તરીકે સમજવો.
-ચારિત્રરૂપ ધર્મના પ્રત્યે પ્રધાનકારણ, ભગવંતોનો અનુગ્રહ જ છે. એ વિષયનું નિપુણનિરૂપણ-- नायं भगवदनुग्रहमन्तरेण, विचित्रहेतुप्रभवत्वेऽपि महानुभावतयाऽस्यैव प्राधान्यात् ભાવાર્થ-આ-ક્ષાયોપથમિક આદિ ભાવરૂપ ચારિત્રધર્મ, સહકારિભૂત
(सहकारित्वम् सहकर्मकरणरूपं अथवा 'स्वभिन्नत्वे सति स्वकार्यकारित्वम्' यथा दण्डस्य मृत्तिकाकार्यघटकारित्वम्' तथा भगवदनुग्रहस्य सद्देशनायोग्यताकार्यचारित्रधर्मकारित्वात् सहकारित्वं बोध्यम्
અર્થાત્ જેમ મૃત્તિકાના કાર્યરૂપઘટનું કારણ દંડ, સહકારી તરીકે મનાય છે. કેમકે; તે, મૃત્તિકાથી ભિા હોવા છતાં મૃત્તિકાના કાર્યરૂપઘટને કરે છે. તેવી જ રીતે સદેશનાયોગ્યતાના કાર્યરૂપ ચારિત્રધર્મનું કારણ, ભગવદ્ અનુગ્રહ, સહકારીરૂપે મનાય છે. કેમકે, તે (સદેશનાયોગ્યતાથી ભિન્ન હોવા છતાં સદેશનાના કાર્યરૂપ ચારિત્ર
૧ પ્રતિમા-મુદત સુધી ધાર્મિક નિયમ-અભિગ્રહ વિશેષ. તે દર્શન પ્રતિમા વિ. અગીયાર છે. 'दसंणवयसामाइयपोसहपडिमा अबंभसच्चित्तआरंभपेसउद्दिठ्ठवज्जए समणभूए अ'
૧ સમ્યગુદર્શન ૨ વ્રત ૩ સામાયિક ૪ પોષધ ૫ પ્રતિમા ૬ અબ્રહ્મવર્જક ૭ સચ્ચિત્તાહારવર્જક ૮ આરંભસ્વયંવર્જ ૯ પ્રેગૈરપ્રારંભવર્જક ૧૦ ઉદ્દિષ્ટકૃતાહારવર્જક ૧૧ શ્રમણભૂત એ નામક શ્રાવકની અગીયાર પ્રતિમા જાણવી.
૨ (૧) સર્વ સાવધ વ્યાપારના ત્યાગરૂપ સર્વવિરતિ ચારિત્રરૂપે સામાયિક ચારિત્ર (૨) વડી દીક્ષારૂપ છેદોપસ્થાપનારૂપ ચારિત્ર (૩) તપ વિશેષવડે ચારિત્ર વિશુદ્ધ કરવારૂપ પરિહાર-વિશુદ્ધિક ચારિત્ર (૪) સૂક્ષ્મ કષાયવાળું ચારિત્ર-સુમ સંપરાયચારિત્ર (૫) કષાય વગરનું ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર.
૩ (૧) ક્ષાયોપથમિક ભાવ કર્મના ક્ષયોપશમથી (ઉદિતના ક્ષયથી અને અનુદિતના ઉપશમથી) ઉત્પન્ન થયેલો જે ભાવ તે. (દાન-લાભ ભોગ-ઉપભોગ-વીર્ય-ક્ષયપ. સમ્યકત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાનચર્દર્શન-અચક્ષુર્દર્શન-અવધિદર્શન-મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાન-વિર્ભાગજ્ઞાન એમ ૧૮ પ્રકારનો છે.) (૨) ઔપથમિકભાવ=મોહનીય કર્મના ઉપશમથી ઉત્પન્ન થયેલો જે ભાવ તે. (ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર એમ બે ભેદ છે.) (૩) ભાવિકભાવ કર્મને ક્ષયથી ઉત્પન્ન થયેલો જે ભાવ તે. (કેવળજ્ઞાન-કેવલદર્શન-દાન આદિ પાંચ લબ્ધિ-યથાખ્યાતચારિત્રસાયિકસમ્યકત્વ એમ ૯ ભેદે છે.) (૪) ઔદયિકભાવ કર્મના ઉદયથી નિપજતો ભાવ તે. (અજ્ઞાન-અસિદ્ધત્વ-અવિરતિ૬ શ્યા-૪ કષાય-૪ ગતિ-૩ વેદ- મિથ્યાત્વ એમ ૨૧ પ્રકારનો છે. (૫) પારિણામિકભાવ=જીવ અને અજીવનો અનાદિ સ્વભાવ. પરિણમનરૂપ જે ભાવ તે. (જીવને ભવ્યત્વ, અભવ્યત્વ-જીવ7 એમ ત્રણ પ્રકારનો અને અજીવને પોતાના સ્વભાવરૂપ અનેક પ્રકારનો છે.)
ગુજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મહારાજ