________________
લલિત-વિસ્તરામ
આ શાળા : હરિભદ્રષ્ટિ
{ ૧૮૫ ?
ભાવાર્થ= પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિયરૂપ લક્ષણનો અભેદભાવ-તાદાત્મભાવ હોવાથી અર્થાત્ પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્યરૂપ ગુણ પંચકરૂપ લક્ષણ-અભિન્ન હોઈ વિજ્ઞપ્તિ એટલે બોધિ કહેવાય છે. વળી વિજ્ઞપ્તિરૂપ બોધિની પ્રાપ્તિ, પૂર્વકથિત વચનરચનાના વિસ્તારથી અર્થાત્ ભગવંતોમાં ગુણોનો ઉત્કર્ષ, અચિંત્ય શક્તિ, અભયાદિ પંચકભાવથી અવસ્થિતિ, સર્વથા પરોપકરણ-પારકા ઉપર ભલાઈ કરવાનો દિવ્યગુણ હોઈ ભગવંતોથી જ અરિહંત ભગવંતોના પરમપ્રસાદથી જ લભ્ય કે સાધ્ય બને છે. બીજાથી કે પોતાથી સાધ્ય બનતી નથી. એટલે જ કહેવાય છે કે “બોધિને આપનાર અરિહંત ભગવંતોને વારંવાર વિંદન હો !'
આ પ્રમાણે શક્રસ્તાવના “બોધિદ' રૂપ ૧૯ મા પદની વ્યાખ્યા પૂરી થાય છે. –“ઉપયોગ સંપદાની હેતુ સંપદાનો (તāતુસંપદાનો) ઉપસંહારएवमभयदानचक्षुर्दानमार्गदानशरणदानबोधिदानेभ्य एव यथोदितोपयोगसिद्धेरूपयोगसम्पद एव हेतुसम्पदिति १२ ॥
ભાવાર્થ-અરિહંત ભગવંતો સામાન્યપણે-વ્યાપક રીતે સર્વ લોકને ઉપકારી-ઉપયોગી હોવાથી લોકોત્તમલોકનાથ-લોકહિત-લોકપ્રદીપ-લોકપ્રદ્યોતકર' રૂપ પાંચ વિશેષણ પદોવતી તેઓશ્રીની સ્તુતિ કરેલ છે. તે અરિહંતદેવોના આ પ્રમાણેના અભયદાન, ચક્ષુદાન, માર્ગદાન, શરણદાન, બોધિદાનરૂપ પ્રકારથી (તે રૂપ હેતુથી) પૂર્વકથિત પરમાર્થ કરવારૂપ ઉપયોગની સિદ્ધિ હોવાથી ઉપયોગ સંપદાની જ (“લોગુત્તરમાણંથી લોગપજ્જોયગરાણ' સુધીના પાંચ પદવાળી ઉપયોગ સંપદાની જો હેતુ સંપદા-ઉપયોગ સંપદાનો હેતુ એટલે કારણ “અભયદયાણંથી બોહિદયાણ' સુધીના પાંચ પદોમાં દર્શાવેલ હોવાથી આ પાંચ પદવાળી પાંચમી સામાન્યોપયોગ-સંપદાની હેતુસંપદા” જાણવી.
ઈતિ-પંચમી સંપદાની સમાપ્તિનું સૂચન કરે છે. –છઠ્ઠી “સ્તોતવ્યસંપદાની સવિશેષ ઉપયોગ સંપદા’ના પ્રૌઢ પ્રરૂપણમાં પ્રાથમિક અવતરણિકા
એટલે પ્રથમ અભયદાનાદિ કરનારા છે. તો જ જુદી જુદી કક્ષામાં રહેલા સકલ ભવ્યજીવ આદિને એક યા બીજી રીતે ઉપયોગી-ઉપકારી થાય છે. અર્થાતુ અભય આદિદાનદ્વારાજ લોકોત્તમત્વ આદિરૂપ ઉપયોગ-પરમાર્થ કરણરૂપ ઉપયોગ છે. તથા અભય આદિદાન કર્તા છે. તો જ લોકોત્તમ-લોકનાથ-લોકહિત-લોકપ્રદીપ-લોકપ્રદ્યોતકર અરિહંતો થાય છે. લોકોત્તમત્વાદિરૂપ ઉપયોગ પરમોપકાર કર્તા થાય છે; અત એવ સ્તોતવ્ય છે.
૧ પરમાર્થ સંપાદનરૂપ ઉપયોગ, જે હેતુઓ વડે પ્રગટ સિદ્ધ થાય છે. તે હેતુઓનું નામ અભયદાન આદિ દો.
૨ વળી શ્રી અરિહંત દેવોની ઉપયોગિતા જે વિશિષ્ટ કારણોને લઈને માનવામાં આવેલ છે, તેનું દર્શન સવિશેષપયોગ સંપદાદ્વારા કરાવવામાં આવ્યું છે, તેઓ સર્વવિરતિ અને દેશવિરતિરૂપ ચારિત્રંધર્મના દાતા છે, ધર્મના સાચા અર્થમાં સ્વામી ' છે, ધર્મનું કશલરીતે સંચાલન કરવા વડે ધર્મરથના સારથી છે. અને ચારે ગતિનો નાશ કરનાર અનુપમ ધર્મચક્રનું પ્રવર્તન કરવાવડે શ્રેષ્ઠ ધર્મચક્રવર્તી છે. તેમની આ વિશિષ્ટ પ્રકારની ઉપયોગિતા, સકલમુમુક્ષુ જીવોનું આત્યંતિક કલ્યાણ કરનાર હોઈને સહુની સ્તુતિને પાત્ર છે.
અને
ગુજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મ. સારા