________________
લલિત-વિસ્તરા
આ
ભિદ્રસૂરિ રચિત
૧૯૦
વળી ચતુર્ગતિરૂપ સંસાર, શારીરિક દુઃખ, માનસિક વ્યથા, તથા કૌટુંબિકઆદિજન્યપીડારૂપ આધિવ્યાધિ-ઉપાધિરૂપ તાપત્રિપુટી-ગર્ભાવાસ-જન્મ-જરા-મરણ આદિ વિધવિધ વેદના-યાતનાઓનું નિવાસ સ્થાન છે. ઘર છે. (૨)
આ ભવ મહોદધિમાં શાણા-ડાહ્યા કે વિચારક-વિદ્વાન્ માણસોએ એક પળ પણ પ્રમાદ (મોહમદમસ્તીવિષય૨સમસ્તી-ધર્મસુસ્તી-ધર્મ પ્રગતિથી અટકવું કે મંદ પડી જવું એ રૂપ પ્રમાદ) કરવો વ્યાજબી-ન્યાય નથી. કારણ કે; લવલેશ-નાની ભૂલ-પ્રમાદના પરીણામો ઘણાં માઠા-ભૂંડા આવે છે. વળી આ દેવદુર્લભ માનવભવનું ભવ્ય જીવન, ફરી ફરીને મળવું મહામુશ્કેલ છે. (૩)
વળી આ મોંઘી-મહામૂલી માનવજીંદગાનીમાં મુખ્યત્વે પરલોકનું-સદ્ગતિ આદિનું સાધન સાધી લેવુંભાતું બાંધી લેવું એ મહત્વનું કે અગત્યનું કલ્યાણકારી કર્તવ્ય છે. (૪)
આ રંગરંગીલી દુનિયામાં જે જે મોહક કામભોગો ભોગવવામાં આવે છે તે ભોગવતી વેળાએ મીઠામધુરા-સ્વાદિષ્ટ કે પ્યારા લાગે છે. પરંતુ તે તમામ આકર્ષક-લોભાવનારા-વિષય વિલાસો, પરીણામે ઘણા કડવા-દારૂણ અર્થાત્ અંજામ સર્જક થઈ પડે છે. (૫)
સત્ વિદ્યમાન કે સારા ઈષ્ટ-મનોવલ્લભ-રળિયામણા અત્યંત પ્રિય સંયોગો-સમાગમો જે જે છે તે તે અખિલનો આખરે અવશ્ય વિયોગ-વિરહ કે વિનાશ, નિયત છે-ધ્રુવ છે-નિત્ય છે. (૬)
આ વિરાટ વિનાશી વિશ્વમાં, આયુષ્યનો, ખતમ-પૂરું સમાપ્ત થઈ જવાનો ખતરો-ભય-ધાસ્તી નિરંતર અંતરમાં રહે છે. પણ તે જીવન ક્યારે અસ્ત થશે ? પ્રાણપંખેરૂં ક્યારે પરલોકમાં પધારશે ? તે જાણી શકાતું નથી. (મનુષ્યનું આયુષ્ય કયા સમયે ખતમ કે આ ભવનો ખેલ ક્યારે ખલાસ થશે! તે ચોક્કસ રીતે જણાતું નથી પણ શરીર જરૂર પડવાનું છે-કાયા પ્રકૃતિ, પતનશીલ છે તે તો ચોક્કસ જ છે. આથી આ મરણભય માથે ઝઝૂમતો ઊભો છે) આવી પરિસ્થિતિ (હાલત-દશા) હોવાથી આ સંસાર દાવાનલને ઓલવવા-શમાવવા માટે ભગીરથ કે મહાભારે પુરૂષાર્થ-પ્રયત્ન કરવો નિતાંત આવશ્યક છે. અને તેને માટે જરૂરી સઘળી તજવીજ-વ્યવસ્થા કરવી. (૭) (૮)
વળી કારમી ભવની આગને ઓલવવામાં સિદ્ધાંત (આગમ-શાસ્ત્રીય તત્ત્વજ્ઞાન) ની વિશિષ્ટ કોટીની વાસના (દ્રઢસંસ્કાર)-પ્રધાન-સારગર્ભિત (મુશલધાર) ધર્મરૂપી મેઘ-વરસાદ વરસાવવો એ મુખ્ય સાધન-મૌલિક હેતુ-પરમ ‘કારણ છે. (૯)
એટલા માટે-સિદ્ધાંતની વાસનાની વેગવંતી જરૂર હોવાથી સિદ્ધાન્તનો સ્વીકાર કરો ! (૧૦) અને તે સિદ્ધાંતના જ્ઞાતાની (ગીતાર્થ મહાપુરૂષોની) રૂડી રીતે સેવા-ઉપાસના-વૈયાવૃત્ય કરો ! —આગળ આગળ વધુ વધતો વેગીલો બોધધોધ
भावनीयं मुण्डमालालुकाज्ञातं त्यक्तव्या खल्वसदपेक्षा, भवितव्यमाज्ञाप्रधानेन, उपादेयं प्रणीधानं, पोषणीयं साधुसेवया धर्म्मशरीरं, रक्षणीयं प्रवचनमालिन्यम्,
ગુજરાતી અનુવાદક
આ
ભદ્રંકરસૂરિ મ. સા.