________________
જ
કાકા
ત-વિખરા
ભાવ રચિત
"૧૮૩) રસ લેવા) રૂપ, પૂર્વ પૂર્વભૂત અભય આદિ કારણરૂપગત, ચક્ષુઆદિ ફળની પ્રાપ્તિ સુધી (સ્થાયી) તથા ચક્ષુઆદિહલાનુકૂલ-જનક) ક્ષયોપશમવૃદ્ધિ જ (સ્વફલઆવારક-ચક્ષુઆદિરૂપ સ્વફલને આવરણ કરનાર-ઢાંકનારરૂપ કર્મના ક્ષયવિશેષ-વિશિષ્ટ ક્ષયની વૃદ્ધિ જ) વિવલિત કલયોગ્યતા કહેવાય છે. વળી આ યોગ્યતા (આ અધિકાર-લાયકાત) અપુનબંધકરૂપ અધિકારી સિવાય બીજાને પુનબંધક-ભવાભિનંદી આદિરૂપ બીજાને પ્રાપ્ત થતી નથી. આ બાબતને ખૂબ વિચારો !
-આ ચાલુ વિષયનું પરમતતારા પુષ્ટ કે સ્પષ્ટ વર્ણન
इष्यते चैतदपरैरपि मुमुक्षुभिः, यथोक्तं भगवद्गोपेन्द्रेण- “निवृत्ताधिकारायां प्रकृतौ धृतिः श्रद्धा सुखा विविदिषाविज्ञप्तिरिति तत्त्वधर्मयोनयः, नानिवृत्ताधिकारायां, भवन्तीनामपि तद्रूपताऽयोगादिति" विज्ञप्तिश्च बोधिः,
ભાવાર્થ-જૈનેતરોએ અર્થાત્ જૈનથી જુદા એવા મુમુક્ષુઓએ મુક્તિ-આત્મસ્વાતંત્ર્ય-આઝાદીના ઉમેદવારોએ) પણ આ અભયઆદિક માનેલ છે. તથાહિ-દા.ત. ભગવાન્ (ઐશ્વર્યવાળા) ગોપેન્દ્રનામક પરિવ્રાજકનું વરાન છે કે; "નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ, પુરૂષ-ચેતનમાં હોય છતે (પુરૂષના અભિભવ-પરાભવરૂપ જે પ્રકૃતિનો વ્યાપાર તે અહીં અધિકાર, પ્રકૃતિ-મોહની જબ્બર સત્તા કે વર્ચસ્વ સમજવું. ચેતન ઉપર, મોહની સતત કે સખ્ત સત્તારૂપ-પુરૂષઅભિભવ-પરાભવલક્ષણ પ્રકૃતિના વ્યાપારરૂપ અધિકારથી રહિત-જ્યારે સત્ત્વરજસ્ તમો
(૧) ઉદારતા-દાન વિગેરે પરીણામમાં સંકોચરૂપ જે કંજુસાઈ તેને તરછોડી, જે ચિત્તની વિશાલતા-માતા, પિતા. કલાચાર્ય. જ્ઞાતિ, વૃદ્ધ, ધર્મોપદેશક, દીન, નિરાધાર વિગેરેમાં તથા દાનાદિ વિષયરૂપ કર્તવ્યમાં ઉચિત પ્રવૃત્તિ કરવામાં ચિત્તની વિશાલતાદિલની દીલાવરતા.
(૨) દાક્ષિણ્ય-બીજાઓના કર્તવ્યરૂપ કાર્યોને કરવામાં ઉત્સાહભર્યો શુભ આશય, ગંભીરતા અને ધીરજની સહાયવાળો, બીજાની તારીફ નહીં સહન કરવારૂપ જે મત્સરતા, તેના વિનાશ કરનાર ઉત્તમોત્તમ આ પરીણામ છે. | (૩) પાપજુગુપ્સા-પાપને નિષેધનાર મુખ,-હાથ વિગેરેના અભિનયથી માલુમ-પડનારી યથાર્થ અને નિર્મલ મનવડે હંમેશા ભૂતકાલીન પાપની નિંદારૂપ, વર્તમાનકાલીન પાપ નહીં કરવારૂપ, ભવિષયકાલીન પાપના ચિંતનના અભાવરૂપ અથવા કાયાની પ્રવૃત્તિથી પાપના પરીણારરૂપ, વચનથી પાપના નહીં કરવારૂપ, મનથી પાપના ચિંતનના અભાવરૂપ, પાપજુગુણાધૃણા જાણવી.
(૪) નિર્મલબોધ-શુશ્રુષાભાવથી પેદા થએલ, શાંતરસ પ્રધાનશાસ્ત્રના અભ્યાસ આદિ પરિચયથી શ્રુતમય-ચિંતામયભાવનામય જે બોધ તે “નિર્મલબોધ' તથાચ ઉદારતા-દક્ષિણતા-પાપજુગુપ્સા-નિર્મલબોધ વિગેરે લોકોત્તરભાવ-અલૌકિક અદ્ભુત આત્મજાગૃતિરૂપ આશયવિશેષ કહેવાય છે.
૧ જે આત્માનો સંસારપ્રવાહ ચરમ (છેલ્લા) પુગલપરાવર્ત પરિણામ બાકી રહે છે. તે આત્માને જૈન પરિભાષામાં અપુનબંધક અને સાંખ્યપરિભાષામાં નિવૃત્તાધિકારપ્રકૃતિ' કહે છે. અપુનબંધક યા નિવૃત્તાધિકારપ્રકૃતિક પુરૂષની અંતરંગ ઓળખાણ એટલી જ છે કે; તે આત્મા પર મોહનું દબાણ ઓછું થાય છે. અને ઉલ્લું મોહના ઉપર કાબૂ શરૂ થાય છે. આજ આધ્યાત્મિક વિકાસનું બીજારોપણ છે. અહીંથી યોગમાર્ગની શરૂઆત થતી હોવાથી તે આત્માની પ્રત્યેક પ્રવૃત્તિમાં પલટો દેખાય છે. જેમ કે દરેકક્રિયામાં સરળતા-નમ્રતા લઘુતા, ઉદારતા, પરોપકારપરાયણતા વિગેરે સદાચાર, દર અસલ સ્વરૂપમાં પ્રત્યક્ષ દેખાય છે કે જે આ વિકાસ સંમુખ આત્માનો બાહ્ય પરિચય છે.
આ જાતી અનુવાદક
જાકરસાગત